કુદરત સાથેનું એકાંત – એક પુત્ર ચાલી રહ્યો છે તેના પિતાના પગલે…

કુદરત સાથેનું એકાંત

નિશીથ અને રીનાબેન ડાઈનીંગ ટેબલ પર બેસી બ્રેક ફાસ્ટ કરી રહ્યાં છે. બરોબર સામે રહેલી ખુલ્લી બારીમાંથી વાતાવરણમાં ભળેલી હલકી હલકી હવા ભેજ સાથે ભળીને ઠંડક આપી રહી છે. નિશીતને અનુભવી રહ્યો છે કે, બહાર વરસાદ જરૂર પડ્યો હશે. થોડીવાર માટે એને આંખ બંધ કરી. ઊંડો શ્વાસ લઈને એણે ભીની માટીની સુગંધને માણવા લાગ્યો.

નિશીથને જોતાં જ રીનાબેન બોલ્યાં, તું બિલકુલ તારા ડેડી પર ગયો છે. તે પણ જયારે જ્યાર્રે વરસાદ પડે ત્યારે એ પણ આવું જ કરતાં. તું તો વરસાદ આવે ત્યારે ખાલી આંખો જ બંધ કરે છે.પણ તારા ડેડી તો હજી વરસાદ પણ આવ્યો ના હોય ને જુનાગઢ જતાં રહે. ત્યાં આપડે ગામડે ખેતર વાડી છે. એ આખું ચોમાંસુ ત્યાં જ રહે. એવું પણ બનતું ક્યારેક કે એમને ખ્યાલ આવે કે જૂનાગઢમાં વરસાદ પડી ગયો તપ એ મને કહેવા પણ ઘરે ના આવે ફેક્ટરી પરથી જ સીધા કાર લઈને એકલા મુંબઈથી છેક આપડા વતન પહોચી જાય. ક્યારેક હું ગુસ્સે પણ થતી કે, તમે સંસાર બેઠા છો એનો પણ ખ્યાલ રાખજો.’

‘આટલું બોલતાં જ રીનાબેનની આંખોમાં યાદોનું પૂર વહી ગયું.’
‘ઓય મમ્મી! તું એ વિચાર કે પપ્પા જિંદગી જીવીને માણી છે. તું ખુશ થા. ડેડીને નહી ગમે તું રડીશ તો!.’
‘ તું પણ એમના જેવો જ છે’ , રીનાબેન હસતા હસતા બોલ્યાં.
‘ઓય મોમ! ચાલને આપણે જૂનાગઢ જઈએ!’
‘હા, પણ એક શરત. તારે ત્યાં રોકાઈ નહિ જવાનું.’
‘ઓ.કે, ડન. લવ યુ મોમ!.’
‘લવ યુ ટૂ!’

‘જેવા જુનાગઢ પાસે આવેલ મેંદરડા ગામે નિશીથે પગ મૂક્યો કે, તરત જ ડુંગરોની તળેટીમાં છુટ્ટા છવાયા ઘર દેખાયા, ખેતરોને અડીને ખુલ્લાં મેદાનો દેખાયા,હજી તાજો જ વરસાદ પડ્યો છે. એવી ચાડી ખાતી ભીની માટીનો પગે સ્પર્શ થયો વરસાદમાં ભીંજાયેલ ભીની માટીની સુગંધ સીધી એની કારને ખેતરમાં ખેંચી લાવે છે.’
ખેતરમાં જઈને જોવે છે. તો ઝરમર ઝરમર વરસાદનાં ટીપાં એને એની તરફ ખેંચે છે એવું નિશીથને લાગે છે. ભીની માટીની ખુશ્બુ એની નસેનસમાં વહ્યાંનો ભાસ થાય છે.
અનુભવ્યું કે આ જ જિંદગીની અમૂલ્ય ક્ષણ છે. એને આંખ બંધ કરી અને પ્રકૃતિ સાથે એકાંત માણવાનું મન થયું.
અનુભવ્યુ કે, સિમેન્ટ, ક્રોકીટનાં જંગલમાં આ ક્ષણ, આ અહેસાસ નથી!. લાગ્યું કે જાણે આજે પ્રકૃતિ માથે હાથ ફેરવી વ્હાલ કરી રહી છે. એને સપનાની દુનિયા અને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો.

‘નિશીથે મનોમન નક્કી કર્યું કે, હું ખેડૂત પૂત્ર છું. મારે ખેડૂત જ બનવું જોઈએ. આ પ્રકૃતિનો પ્રેમ મારે સમજાવો જોઈએ. હું આટલુ બધું ભણ્યો છું. તો મારે ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ક્ષેત્રે નવાનવા સાહસો કરવા જોઈએ.
માટીની મહેક અને કુદરત સાથેનાં એકાંતને કારણે એક ખેડૂતપૂત્ર એ આજે એની સાચી ફરજ શું છે એ જાણી શક્યો.

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’

દરરોજ અવનવી વાર્તાઓ અને માહિતીસભર લેખ માટે લીક કરો અમારું પેજ.

ટીપ્પણી