કોઈના વિશેના અભિપ્રાય આપણા મનમાં ખોટા તો નથી ને? આ ભિખારીના પ્રસંગથી બદલાઈ જશે તમારું મંતવ્ય..

કોઈના વિશે અભિપ્રાય આપણા મનમાં ખોટા તો નથી ને ?

“કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલેને, મન રે ભોળા, આપણા જુદા આંક.
માનવભણી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.”

                                                          —– મકરન્દ દવે

આપણે બધાં જ રોજ ઘણાં બધા વ્યક્તિઓને મળતા હોઈએ છીએ. રોજ- રોજ કેટલાય વ્યક્તિઓ વિશે ઘણા બધા મનમાં ખોટા અભિપ્રાયો બંધાતા હોઈએ છીએ છે.

પછી ભલે આપણે એ વ્યક્તિ સાથે ખાલી દસ જ મિનીટ કે દસ કલાક કે પછી દસ દિવસ જોડે રહ્યાં હોઈએ અને ત્યાં જ એની વાતો પરથી ,વર્તન પરથી કેટલાય નેગેટિવ કે પોઝિટિવ અભિપ્રાયો બાંધતા હોઈએ છીએ.

પણ, અફસોસ ! કે આપણે આપણાં પોતાના અભિપ્રાયો ક્યારેય બાંધતા જ નથી હોતા. અરે! જે વ્યક્તિ વિશે આપણે કશું જાણતા જ નથી એનાં વિશે આવા સાવ ખોટા અભિપ્રાય કેમ બાંધી શકાય? એ વ્યક્તિ શું છે? એના વિચારો શું છે ? એના પુણ્ય આત્મા વિશે ક્યારેય જાણ્યું છે ખરા ??? ના, આપણે એવું બધુ જાણવાની જરૂરને ક્યાં સમજીએ છીએ ? આપણું કામ શું કોઈ વ્યક્તિ મળે કે એના વિશે અભિપ્રાયો બાંધવાનું ? બસ પછી એ સાચા છે કે , ખોટા એ કોને જોવુ છે. પછી ભલે, પાછળથી આપણે જ પસ્તાવું પડે કે , “ સાલુ આ તો મારી ધારણા ખોટી પડી ! આવુ તો કશું છે જ નહી.

લગભગ બધા જ વ્યક્તિઓએ આ અનુભવ કર્યો જ હશે. પણ એ પછી એમનામાં કોઈ જ ચેન્જીસ નહી લાવ્યા હોય. એમના વિચારોમાં બદલાવ તો નહીં જ આવ્યો હોય. આ એક સત્ય છે.

એક દુકાનનો માલિક રોજ પોતાની દુકાન ખોલે છે.ત્યારે પોતાની દુકાનનાં ઓટલા પાસે એક ભિખારીને સુતેલો જોઈ એ દુકાનદાર ભડકે, પછી ગુસ્સે થઈ એના પર ઠંડા પાણીની ભરેલી ડોલ રેડીને જગાડે અને એટલો એ ભિખારી પર ગુસ્સે થાય કે પેલો ભિખારી ત્યાંથી ઉઠીને ભાગી જ જાય.

લગભગ આવું રોજ બનતું પેલો દુકાનદાર રોજ આવે ને રોજ એ ભિખારી પર ગુસ્સે કરે, ગાળો આપે ક્યારેક તો માર પણ મારી લેતો.

પણ, એ ભિખારી ચૂપચાપ બધું સહન કરતો. વળતો કશો જવાબ આપતો નહિં ને ત્યાંથી ચાલ્યો જતો.

આમ, થોડા દિવસ થયાં પણ, હવે રોજ એ દુકાનદાર પોતાની દુકાન ખોલે છે. પણ એ ભિખારી દેખાતો નથી. એટ્લે એને માનવ સહજ વિચાર આવ્યો. કે લાવને એ હવે, મારા આવ્યાં પહેલા જ જતો રહેતો હશે. એ આવે છે કે નહિં??? એ આ સી.સી.ટી.વી. કેમેરાનાં રેકોર્ડ્માં હશે જ. પેલો બધાં જ રેકોર્ડ જોવા બેસે છે.

એનાં સ્ટોરમાં જ કામ કરતી એક છોકરી રોજ એ ભિખારીને જમવાનું આપતી જોવા મળે છે. એનાં એ એહેસાનનો બદલો ચુકવવા એ રોજ રાત્રે એ જાગીને દુકાનની ચોકી કરતો ને સવાર પડતા એ દુકાનનાં જ ઓટલે સુઈ જતો.

આમ, એક્વાર રાત્રે ચોર આવે છે. અને પેલો ભિખારી દુકાનમાંથી ચોરને ચોરી કરવા નથી દેતો.બન્ને વચ્ચે મારામારી થાય છે. અને પેલા ચોરે એ ભિખારીને ચપ્પાનાં ઘા મારી હત્યા કરી. ને કોઈને ખ્યાલ ન આવે એટલે એની લાશ પણ ઉંચકીને લઈ જાય છે.

જ્યારે પેલાં દુકાનદારે આ દ્ર્શ્ય જોયું તો એ રીતસર રડી જ પડયો. એ મનોમન એ ભિખારીને ચોર સમજતો હતો.પણ એ જ એની દુકાનનો રખેવાળ નિકળ્યો. એને આજે ખુદનાં વિચારો કેવા હિન છે એ વિચાર આવ્યો, એ પોતાની જ નજરમાં આજે ઝુકી ગયો. એને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. પણ , હવે શું ?હવે તો બહું દેર થઈ ગઈ છે.

એ ભિખારી તો મારા કરતા પણ અમીર હતો. એનાં વિચારો સ્વાભિમાની હતાં. હું તો રોજ લોકોને છેતરું છું. પણ, એ મહાન વ્યક્તિ એની જાતને પણ છેતરતો ન હતો. એ કેટલો પ્રતાપી આત્મા હતો.

મિત્રો, ક્યારેય આપણે પણ દુકાનદારની જેમ પસ્તાવું ન પડે એનું ધ્યાન રાખવું. કોઈનાં વિશે ખોટા અભિપ્રાય બાંધતા પહેલા સો વાર એનાં વ્યક્તિત્વ, ચરિત્ર વિશે વિચાર કરવો જોઈએ.
॥ અસ્તુ ॥

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી પ્રેરણાત્મક અને સમજવા જેવી વાત અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી