તમે પેહલા ક્યાંય નહિ વાંચી હોય એવી ગજબની વાર્તા… શેર કરો લાઇક કરો….

આજ સવારથી જ નીશિને પ્રસૂતિની અસહ્ય પીડા થઈ રહી હતી. સમગ્ર પ્રસુતિગૃહમાં નિશી સિવાય કોઈ જ પેશન્ટ હતું નહિ.દિવાળીનો ત્યોહાર નજીક આવતો હોવાથી સ્ટાફની હાજરી હોવા છતાં ગેરહાજર બરાબર જ. બધાં શારીરિક રીતે જ અહિયાં હતાં. પણ, માનસિક રીતે તો એ બધા પોતપોતાનાં ઘરે જ!

“હું પ્રસુતિગૃહના લેબર રૂમ સામેના બાંકડે બેઠી બેઠી આ બધી હલચલને જોઈ રહી હતી. મારી આજુબાજુની બધી જ ચેર ખાલી હતી. હોય જ ને ક્યાં કોઈ પેશન્ટ હતું તે ભરેલી હોય! હું પણ…,મનમાં ને મનમાં આટલું વિચારી હું હસવા લાગી.

એક નર્સ નીશિનો હાથ પકળી નીશિને હોસ્પિટલની લોબીમાં ચલાવતી હતી. મને આ બધું અજીબ લાગતું હત્તું. હું ક્યારેય હોસ્પિટલ જ નહોતી ગઈ. નીશિને અચાનક જ લેબરપેઈન થયું. એનાં હસબન્ડને પોલીસમાં નોકરી હોવાથી એ પણ ઘરે એકલી જ હતી. એણે મને કોલ કર્યો ને હું આવી ગઈ તેની સાથે જ. આવું પણ કેમ નહિ? હું ને નિશી તો એકબીજાની જાન છીએ. ખાસ સહેલીઓ જો છીએ અમે એકબીજાની.
નીશિથી તો ચલાતું જ નહિ, લગભગ એક કલાક સુધી એટલાં સખત પેઈન વચ્ચે ચાલી. બાપરે એની આ અસહ્યવેદના ને પીડા જોઈ હું તો ગભરાઈ જ ગઈ…આખી બેવડ વળી જાય એટલી પીડા. જો હું હોવ તો આવી પીડા બિલકુલ સહન નાં કરું…. સિઝેરિયન જ કરાવી લવ હો.

નીશિએ આ ખોટી જીદ કરી છે.કુદરતી રીતે જ પ્રસુતિ થવા દેવાની. આવા ગાંડા અનુભવ ન કરાય ને શરીરને કષ્ટિ આપીને ? ખબર હું કેવા કેવા વિચાર કરું છું. એણે એનાં નવ મહિનાનાં ગર્ભાવસ્થાના દિવસોમાં‘માતૃત્વ’ અંગે વિપુલ પ્રમાણમાં વાંચન મારી સાથે શેર કર્યું છે. એટલે હું પણ હવે ઘણું બધું જાણું છું. એ મક્કમ છે કે, એ ગમે તેટલી પીડા ભોગવવી પડે તો ભલે ભોગવવી પડે, હું મા બનીશ તો કુદરતી રીતે જ. એ પીડામાંથી જ માતૃત્વનો જન્મ થતોહોય છે. એવું એનું માનવું હતું….ને એ જો સહન પણ કેવું કરી રહી છે. હસતા મોઢે.

હજી હું વિચારોમાંથી બહાર નથી આવી ત્યાં જ નર્સ આવી. ક્યા છે એમનાં હસબન્ડ? એક ખુશખબર છે…..એક સુદર પુત્ર રત્નનો જન્મ થયો છે……….એ પણ ઘણી બધી શક્તિઓ સાથે….,
‘શું? ઘણી બધી શક્તિઓ સાથે?’, હું એકદમ ચૌકી ગઈ…….એટલે મેં પૂછી જ લીધું મારા આશ્ચર્યનું કારણ.

‘હા…, જન્મતાવેત જ હંમેશા બાળક રડે છે….જ્યારે આજે જન્મેલ બાળક જન્મતાંવેંત જ બોલ્યું, કેમ છો?, એ બોલી શકે છે, એ ચાલી શકે છે,એ ઉપરાંત એ વાંચી પણ શકે છે….એને તમામ ભાષાનું તેમજ તબીબી પણ નોલેજ છે. અરે! એ તો ઠીક પણ એનાં મમ્મી એને જોઇને જ બેભાન થઈ ગયાં તો એણે ઉભા થઈને એની મમ્મીનાં માથે હાથ મૂક્યો….ને ઠંડા પાણીનાં થોડા ટીપાનો એમનાં મોઢા પર છંટકાવ પણ કર્યો……એટલે એનામાં લાગણી તેમજ સવેદાનાઓ ભરપૂર છે….એ પણ નક્કી થાય છે.

*****

‘શું વાત કરો છો……’, હું એકદમ ઉભી થઈ ગઈ…..મારી શક્ય એટલી પહોળી થઈ ગઈ……હજી હું કશું બોલું કે હું એ અવતરેલ બાળકનો વિડીયો, ફોટાં તેમજ તેની તમામ રહસ્યમય પ્રકૃતિ ટી.વીમાં બ્રેકીંગ ન્યુઝ બની જાય છે.

‘આ વાત મીડિયા સુધી કેવી રીતે પહોચી?, આ વિડીયો, આ ફોટોઝ……..?, શું છે આ બધું? થોડી અકળાઈને વધારે મૂઝવણ સાથે મેં નર્સને ગુસ્સાથી આંખ લાલ કરી પ્રશ્નો પૂછ્યા.
હજી તો મારા પ્રશ્નોના પેલી નર્સ જવાબ આપે એ પહેલાં જ મિડિયાવાળાઓનાં ધાડાં ઊતરી પડે છે.
પહેલાં નર્સને એ લોકો પ્રશ્નો પૂછે છે….પછી મને પૂછવા આવ્યાં…..હું જણાવું તો પણ શું જણાવી શકું? મારા કરતાં તો એ બાળક વિશે અત્યારે મીડિયા જાણતું હતું વધારે…….ન્યુઝપેપરોમાં, ન્યુઝ ચેનલોમાં તેમજ લોકોનાં મોઢે કેટલીય અફવાઓ અત્યારે આ બાળક વિશે ફેલાઈ હશે….હું એ બધું જ સમજી ગઈ.
હું હજી કઈ જવાબ આપું એ પહેલાં જ એક એન્કર નિશી પાસે પહોચી જાય છે.

એવું તે તમે શું કર્યું પ્રેગનેન્સી દરમ્યાન કે આટલું બધું વિકાસશીલ બાળક જન્મ્યું? શું કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે? શું કોઈ વૈજ્ઞાનીકે તમારા પર રીસર્ચ કર્યું છે? ભારતમાં તો શું સમગ્ર વિશ્વમાં આવા બાળકનો જન્મ નથી થયો……મહાભારતમાં કુંતીને પણ સુર્યદેવના વરદાનથી બાળક જન્મ્યું હતું. પણ, એ પણ આટલું તો વિકસિત નહિ જ! શું તમે કોઈ તંત્રમંત્રનો ઉપયોગ કર્યો છે? જેટલાં પ્રશ્નો મનમાં આવે એ પેલો મીડિયાવાળો એન્કર પૂછ્યે જતો હતો.
હજી આ એક મીડીયાવાળાને જવાબ નથી આપી શકી નિશી ત્યાં બીજો આવ્યો……….ત્રીજો આવ્યો……

એક નો તો પ્રશ્ન તો કૈક અલગ જ , ‘તમે કેવી રીતે સેક્સ કર્યું હતું….ક્યા મહિનામાં ને કયા મુર્હતમાં? જેનાં હિસાબે આવા બાળકનો જન્મ થયો.’
નિશી તો એકપણ પ્રશ્નનો જવાબ ન આપી શકી. એ શારીરિક રીતે તો અશક્ત હતી જ….. પણ આ લોકોનાં વાહિયાત સવાલોથી એ માનસિક રીતે ખુબ ટૂટી ગઈ. એ ખુબ જ રડતી હતી….મારે એને સંભળાવી પણ મુશ્કેલ હતી….હું તો ન સંભાળી શકી, પણ એ તાજા જન્મેલાં બાળકે એની માતાને સંભાળી……હજી એક વર્ષના બાળક જેવડું એનું કદ….પણ ચાલી શકે, બોલી શકે, વાંચી શકે એ ઉપરાંત એ સાચે જ એક પૂર્ણ વિકસિત મનુષ્ય જેવું જ લાગતું હતું…..હું પણ થોડીવાર એને અચરજ ને નફરતથી જોઈ રહી હતી. પણ હવે હું ય એને ખુબ જ વ્હાલથી, પ્રેમથી જોઈ રહી હતી…..નીરખી રહી હતી.

‘અફસોસ, અહિયાં બધાને પોતપોતાનો જ સ્વાર્થ છે…..કોઈની પરિસ્થિતિ સાથે કોઈ જ લેવા દેવા નથી. કોઈની લાગણી સાથે પણ નહિ.’
ત્યાં તો બીજા બ્રેકીંગન્યુઝ ડિસ્પ્લે થયાં ટી.વી પર……..,’તાજું જન્મેલું બાળક પૂરા બત્રીસ દાંત સાથે’.
‘મને તો ખુબ જ ગુસ્સો આવ્યો…..દાંત બત્રીસ છે કે તેત્રીસ એ આ બધા ગણીને ગયાં હોય.’ તમામ મીડિયાવાળાને, હોસ્પિટલ સ્ટાફને પગે પકડી વિનંતી કરવી પડી…., કે અમે પણ હજી કશું સમજી નથી શક્યા, પ્લીઝ થોડીવાર માટે એકાંત આપો તો સારું! આટલું કહી રૂમનો દોર ઝડપથી બંધ કરી દીધો..

મેં જીજૂને કોલ કર્યો, એ આવ્યાં…..મિડીયાથી દૂર રહેવા માટે પોલિસ પ્રોટેક્શન પણ માગ્યું….અને અમને લોકોને મળ્યું પણ ખરૂ!.

* * *

હવે તો જીજૂ પણ અમારી સાથે હતાં…..ગુજરાતની સરકાર, ભારત સરકાર ને ઈસરોના કેટલાક મહાન વૈજ્ઞાનિક પણ ખરા જ!
મિડીયા અમારાથી દૂર રહે એ માટે અમને સૌને ઇસરોમાં જ રાખવામાં આવ્યાં…..અમેરિકાથી નાસાની ટીમ આવી. વિશ્વનાં પહેલાં આવા શક્તિશાળી અને દિવ્ય મનુષ્ય બાળક પર સંસોધનોથયાં.
રીપોર્ટ એકદમ નોર્મલ…..ડી.એન.એ ટેસ્ટ થયાં એ પણ નોર્મલ જ!
મિ. એન્ડ મીસીસ….મેહતા….સોરી, ફોરડીસ્ટર્બ યોર લાઈફ……પણ તમારે નાસા આવવું પડશે, ત્યાં રહેવું પડશે…તમારા પર અમે હવે રીસર્ચ કરવા માંગીએ છીએ…..એવું તે શું છે તમારા જનીનમાં કે આટલું શક્તિશાળી તેમજ દિવ્ય બાળક જન્મ્યું…..હવે તમારે આ વિશ્વ માટે આવું જ બીજું બાળક પણ લાવવાનું છે. પ્લીઝ તમે ના ન કહેતા!, રીક્વેસ્ટયુ….પ્લીઝ…..પ્લીઝ……પ્લીઝ.
હું, નિશી અને જીજૂ એટલું જ બોલ્યાં……,’ ભારે કરી આ બ્રેકીંગ ન્યુઝે તો!’

લેખક : તૃપ્તિ ત્રિવેદી

ખુબ હાસ્યસભર વાર્તા અચૂક શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી