સમાજ, અર્થતંત્ર, રાજકારણ અને સામાજિક પરિવર્તન….કેમ અને કેવી રીતે શક્ય બન્યું એ વાંચો અને શેર કરો

સમાજ, અર્થતંત્ર અને રાજકારણ

“સમાજ એટલે વ્યક્તિઓ દ્વારા રચાયેલ સમૂહ.”

સમાજના ઈમારતના પાયામાં મૂળ વ્યક્તિ જ રહેલી હોય છે. એ વ્યક્તિ ચાહે એક હોય કે પછી એનો સમૂહ. સમૂહમાં સાથે મળીને જ તેમના સમાજની ભાષા , બોલી, રીત- રીવાજ નક્કી કરવામાં આવતાં હોય છે.
માનવી એ એક સામાજિક પ્રાણી છે. સમાજની સાથે રહેવા ટેવાયેલ છે. ક્યાય કોઈ માનવીને એકલા જોયો છે? નાં જ જોવોને!

કોઈ માનવી સંન્યાસી હશે. તો તેનો પણ અલગ સમાજ. એ લોકોનાં પણ અખાડાઓ હોય, આશ્રમ હોય ને જગ્યા પણ હોય છે. તો પછી સંસારિક મનુષ્યની તો વાત જ અલગ છે.

સમાજ વગર વ્યક્તિનું ઘડતર અધૂરૂં છે. હા, સમાજ વગર ભણતર મળી શકે, પણ તેનું ઘડતર ક્યારેય શક્ય છે જ નહિ!
એટલે જ સમાજ છે તો અને તો જ વ્યક્તિનું અસ્તિત્વ છે. એમાં કોઈ શંકા છે જ નહી.

આ ઉપરાંત સમાજને વધૂ મજબૂત કરતું કોઈ તંત્ર હોય તો એ છે ‘અર્થતંત્ર’.

સમાજનાં જ લોકોએ સમાજના જ વિકાસ અર્થે અર્થતંત્ર અપનાવ્યું છે. અર્થતંત્ર વડે સમાજમાં અલગ અલગ વ્યવસ્થા ઉભી કરેલ છે. જેનાં યોગ્ય આયોજનથી સમાજને તેમજ સમાજ સાથે સંકળાયેલ તમામ લોકોને જીવન નિર્વાહ એકદમ સરળ બની રહે છે.

જેટલું અર્થતંત્ર મજબૂત તેટલું વધુ સરળ છે જીવન. તે દેશની, સમાજની દિશા અને દશા નક્કી કરી શકે છે. જે દેશનું અર્થતંત્ર મજબૂત તે દેશનું ચિત્ર સમગ્ર વિશ્વ સમું ફૂલગુલાબી અંકિત થશે.

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
અર્થતંત્ર એક વિશાલ આયામી છે. તે સમાજનું વૃદ્ધિ ને વિકાસ નક્કી કરી શકે છે. અત્યારે આપણા દેશનું અર્થતંત્ર પ્રગતિને પંથ છે એવું કહી શકાય. કેમકે ભારત દેશનો વૃદ્ધિદર પ્રમાણમાં ઉંચો જોવા મળ્યો છે.

નોટબંધી ને જી.એસ.ટીનાં કારણે થોડું અર્થતંત્ર ખોરવાયું જરુર છે. પણ સાથે સાથે વૃદ્ધિ ને વિકાસ દર પણ વધૂ છે.
હ્યુમન ડેવલોપમાં વિશ્વમાં ભારતનો ક્રમાંક ૧૩૬ છે. જે હજી પ્રમાણમાં પાછળ કહેવાય. માટે હજી જો અર્થતંત્રને વધૂ મજબૂત બનાવવામાં આવે તો તેનો ક્રમાંક ઉપર આંબી શકે છે.

ભારતનું અર્થતંત્ર રાજકારણ પર નિર્ભર છે. જેટલું રાજકારણ મજબૂત તેટલું જ અર્થતંત્ર સ્થિર ને જેટલું અર્થતંત્ર સ્થિર તેટલો જ સમાજ પણ સ્થિર.

હવે જોઈએ રાજકારણ 

ગુજરાતનાં રાજકારણની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થીઅરી બનાવી હતી. જેનાં પગલે માધવસિંહ સોલંકીને સફળતા મળી હતી.
માધવસિંહ સોલંકીની થીઅરી એવી હતી કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાયનો ટેકો મેળવીશું તો ગુજરાતમાં સત્તા ટકાવી શકાશે. એ જ સમીકરણ આજે ગુજરાતમાં રચાતું જોવા મળી રહ્યું છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણમાં જ્ઞાતિવાદની બોલબાલા હોય છે. જોકે ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ ક્યારેય રમાયું જ નથી એવું નથી. છેલ્લી બે ચૂંટણીમાં જ્ઞાતિ ક્યારેય કેન્દ્રમાં રહી ન હતી.

એ સમયે માત્ર ‘વિકાસ’ની બોલબાલા હતી પણ પટેલોના અનામત આંદોલનની શરૂઆત પછી જ્ઞાતિનો એંગલ ચૂંટણીમાં ભળ્યો હતો.

પટેલોનું અનામત આંદોલન શરૂ થયા બાદ બીજી જ્ઞાતિઓએ પણ આંદોલન શરૂ કર્યું હતું. આ સાથે સોશિયલ મીડિયા પર ફરતા ખાડા ખરબચડા વાળા રસ્તા, અને આરોગ્યની સુવિધાનો અભાવ વગેરે તમામના ફોટોઝ સાથે ‘વિકાસ ગાંડો થયો છે’ની ટેગલાઈન ફેમસ થઈ ગઈ હતી. જોકસ ટ્વીટર, ફેસબુક અને વ્હોટ્સએપ પર જબરદસ્ત વાઈરલ થયા હતા. આ મીમ્ઝનો આશય ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું સૂત્ર ‘સબકા સાથ સબકા વિકાસ’ની તો મજાક જ બનાવેલ.
શું આ વખતની ચૂંટણી ‘વિકાસવાદ’પર જ લડાઈ છે

આ વખતની ચૂંટણીમાં જાતિવાદીનાં નવા પ્રતીક સ્વરૂપે ઉભરેલા આ ત્રણે યુવા નેતા રાજકારણમાં શું પરિવર્તન લાવશે એ તો સમય જ બતાવશે.

આ તો થઇ રાજકારણની વાત હવે જોઈએ સામાજિક પરિવર્તન આ સમાજ દ્વારા કેમ લાવી શકાય તે …

સામાજિક પરિવર્તન એટલે કોઈ પણ સામાજિક પ્રક્રિયાના સ્વરૂપમાં ફેરફાર, તરાહમાં ફેરફાર અને સ્વરૂપમાં ફેરફાર.

કિંગ્સલે ડેવિસનાં મત મૂજબ,  સામાજિક સંસ્થાના માળખામાં કે કાર્યપ્રણાલીમાં અન્ય વૈકલ્પિત બાબતોનો ઉદ્ભવ એટલે જ સામાજિક પરિવર્તન.

સામાજિક પરિવર્તન એટલે અન્ય પરિબળોને કારણે ભૌતિક કે સામાજિક રીતે પરિવર્તન પામતા પર્યાવરણ સાથે અનુકૂળ થવા વ્યક્તિ પોતાની જાતમાં એટલે કે તેવો, વલણો અને કાર્યપ્રણાલીમાં ફેરફાર કરે તે.

આમ જોઈએ તો આદિમાનવથી લઈને આજના આધુનિક માનવ યુગમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે. વિચારોથી લઈને   રહેણીકરણી,  માન્યતાઓ, વલણો, પરંપરાઓ, અને પ્રણાલિકાઓ બોલીઓ વગેરેમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા જ છે.

માનવ જીવનમાં પરિવર્તન લાવવા માટે સંતોનો પણ અમુલ્ય ફાળો રહ્યો છે જેમકે આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રામ્હણ જેવા ઉચ્ચ કુળમાં જન્મેલ નરસિંહ મહેતાએ વર્ષો પહેલાં અસ્પૃશ્યતા નિવારવાનું કાર્ય કર્યું હતું.

વૈચારિક પરિવર્તનમાં શિક્ષણ શિક્ષણનો અમુલ્ય ફાળો રહ્યો છે. શિક્ષણ દ્વારા જ લોકોમાં બૌધિક કે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી શકાયો છે. આમ, સામાજિક પરિવર્તનો લાવાવમાં શિક્ષણનો ફાળો ઘણો મોટો છે.

||અસ્તુ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી સમજવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી