રાજનીતિ એટલે શતરંજનો ખેલ – દરેક મિત્રોને સમજમાં આવે એવી વાંચો લેખિકાની કલમે…

રાજનીતિ એટલે શતરંજનો ખેલ

‘બંદઉં અવધપુરી અતિ પાવનિ
સરજૂ સરી કલિ કલુષ નસાવાનિ ॥‘
“તુલસી કહે , અયોધ્યાનાં રાજા રામ કરતાં, એમની રાજનીતિ કરતાં હું મારા પહેલાં પ્રણામ એ રાજ્યને કરીશ.”
રાજનીતિ કે રાજકારણ એટલે શું?
આ પ્રશ્ન બહુ ઓછા લોકોનાં મનમાં આવ્યાં કરતો હોય છે. પણ આ પ્રશ્નનો જવાબ બહુ વધારે લોકોનાં મનમાં જલેબીના ઘૂચડાની જેમ ગોળ ગોળ ઘૂમ્યાં કરતો હોય છે.


એમાંય આપણું ગુજરાતી રાજકારણ એટલે, વણેલા ગાંઠિયા જેવું ને ગોળ ગોળ જલેબી જેવું છે. જેમ, ગાંઠિયા બનાવનારને પણ ખબર નથી પડતી કે, આ સીધા ગાંઠિયામાં આટલાં બધા વળ કેવી રીતે ચડયા, ને ખાનારને પણ ખબર નથી પડતી.
ગુજરાતમાં આઝાદી પૂર્વનુ રજવાડાનું રાજકારણ કે પછી આઝાદી પછીનું રાજકારણની જો સરખામણી કરીએ તો એમાં વધારે ફર્ક નહી દેખાય.
ગુજરાતી રાજ સતામાં અત્યારનાં રાજકારણ કરતાં લોહિયાળ ખટપટ ઘણી ઓછી હતી.રા’ નવઘણ, રા’ માંડલિક, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળથી શરૂ કરીને સ્વતંત્રતાની આસપાસ ગોંડલ, ભાવનગર જેવા રજવાડાંઓએ શાંતિ અને પ્રજામાં સ્થિરતા રહે એવાં ઘણાં પ્રયત્નો આ રાજાઓએ કરેલાં છે.

વર્તમાન રાજનીતિ જોઈએ તો એમાં ઠેર ઠેર જાતિવાદ અને કોમવાદ વધૂ જોવા મળશે. એનું ઉતમ ઉદાહરણ અનામત આંદોલન.
હાર્દિક પટેલની લીડરશીપમાં સતત 103 દિવસ ચાલેલુ અનામત આંદોલન. 25 ઓગષ્ટ, 2015ના રોજ આંદોલન વધુ ઉગ્ર બન્યું. પોલીસે ખસેડવા માટે બળપ્રયોગ બાદ આંદોલન ઉગ્ર બન્યું. આંદોલન આખા રાજ્યમાં ફેલાયું. ઠેર ઠેર તોફાનો. આ તોફાનોથી સરકારને અને ગુજરાતની પ્રજાને મોટું નૂકશાન થયું. પણ, આ તોફાનથી ઘણાં લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યાં. અંતે જોઈએ તો ગુમાવ્યું વધૂ ને મળ્યું કશું નહિ. ના અનામત મળી કે નાં સરકારને કશું વળ્યું. બીજી બાજુ આ આંદોલનનો ઠાકોર સમાજે પાટીદોરા વિરૂધ્ધ વિરોધ શરૂ કર્યો.


આંદોલન સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વ સામે કેટલાંય સવાલ ઉભા થયા. આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું. વિજય રૂપાણીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
“છે ને મિત્રો જલેબીનાં ઘૂચડા અને વણેલા ગાંઠિયા જેવું રાજકારણ.”
“વાત ફેલાણી વધૂ પહોચી છેક સીમા પાર,
બુધ્ધિ અટકી જ્યારે એ પહોંચી રાજકારણ સુધી.”

અંતે સમજાવાનું આપણે જ છે. વિચારવાનું પણ આપણે જ છે કયાંક આપણે પણ આ ઘૂચમાં ફસડાઈ ન પડીએ.
વર્તમાન રાજકારણ એટલું રસપ્રદ છે,કે કશું જાણવું અશક્ય છે. કોણ કોની સાથે છે જો એ જાણવું હોય તો સમયની જ રાહ જોવી રહી. જે દેખાય છે તે છે નહી, ને જે છે તે દેખાતું નથી.
ટૂકમાં રાજનીતે વિષે ચર્ચા કરવી પણ અયોગ્ય ઠરશે. કારણ તે ચર્ચા એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. થોડું વિચારીએ તો અત્યારે ભણેલાં , અભણ, શહેરવાસી, ગ્રામવાસી, ધનવાન, નિર્ધન, રાજકીય લીડર કે પછી સમાજનો લીડર એ જાતિવાદ,કોમવાદ, અનામત એ બધાની ગુલામીમાં આજ્નો નાગરિક માતૃભૂમિ પ્રત્યેનું તેનું કર્તવ્ય ભુલી ગયો છે.
વર્તમાન સમયમાં ગુનેગાર પણ ચૂંટણીમાં ઉભો રહી .જીતીને રાજકીય નેતા બની જાય છે. પણ વોટ આપતી વખતે જાહેર જનતા એ ભુલી કેમ જાય છે કે એ એક ગુનેગાર છે. એ શુ દેશનું ,રાજયનું કે ગામનું હિત શેમાં રહેલું છે એ સમજી શકે !! તો શું આવા નેતાને ચૂટી પ્રજા જ પોતાનાં મનથી ગુલામ છે. એ પોતે જ સાબિત કરી રહી છે.
આ ઉપરાંત રાજકીય નેતાઓ ચૂટણીઓ આવે એટલે જાત ભાતનાં લોકો સમક્ષ કાંડ ઉભા કરે છે. પોતાની સતાનું પદ મેળવવા માટે ,અમુક વિશેષાધિકાર મેળવવા માટે લોકોને જાતિવાદ અને કોમવાદમાં સપડાવે છે. આ બધુ જોવા છ્તાં આજનો નાગરિક કોઈ એકની વિચારસરણી પર આંખે આડા કાન કરીને ચાલી રહ્યો છે.
આજની પરિસ્થિતી જોતા ગાંધીજીનાં કહેલાં શ્બ્દો યાદ આવે છે ,” તમે કાઈ પણ કરો એનાં વિશે થોડું વિચારો . જો એમાં તમારુ મન ના કહે તો એ બિલકુલ ન કરશો.”
એટલે જ કહ્યું છે કે, રાજકારણનું બીજું નામ શતરંજ છે. આ ખેલ ખેલમાં કયાંક આપણે પણ પાયદળ ન બની જઈએ એનું આપણે જ વિચારવું રહ્યું.
ન સમજી શકાય કે ના વર્ણવી શકાય એવું છે આ ગોળ ગોળ રાજકારણ.
||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી