પરિવર્તન – તમને ચાન્સ મળે કઈક પરિવર્તન લાવવાનું તો તમે શું કરો… કોમેન્ટમાં જણાવજો…

પરિવર્તન

સામજિક પરિવર્તન એટલે…. એક થી વધુ કાર્યમાં થતાં ફેરફરોને પરિવર્તન તરીકે ઓળખાવી શકાય.

(૧) વ્યક્તિનાં વિચારમાં અને કાર્યમાં આવતું પરિવર્તન.
(૨) સામાજિક સંરચનામાં આવતું પરિવર્તન.
(૩) જીવન જીવવાની શૈલીમાં આવતું પરિવર્તન.

અત્યારે આપણે જોઇએ તો આપણી સંસ્કૃતિ , શિક્ષણ , પહેરવેશ , બોલવા-ચાલવાનની રીતો વગેરેમાં પરિવર્તન જોવા મળશે.અત્યારે વર્તમાન સમય એ ટેક્નોલોજીનો યુગ છે. એટલે જે પણ પરિવર્તન આવશે તે ખૂબજ જડપી હશે. અત્યારનો માનવી , સમાજ અને જીવનશૈલી બધાંમાં આધુનિક પરિવર્તન આવ્યુ છે.

આ બધાંમાં આપણે વિચારીએ તો ક્યાંક શિક્ષણ જ આ પરિવર્તન માટે જવાબદાર છે.એટલે “આ સામાજિક પરિવર્તન નું એપી સેન્ટર એટ્લે શિક્ષણ .” હું એમ કહું છું. જો યોગ્ય અને તાલિમબધ્ધ શિક્ષણ ન હોત તો કદાચ આ પરિવર્તન શક્ય જ નથી. અને કદાચ આવી શકે પણ બહુ ધીમીગતી એ.

શિક્ષણ ની વિચારસરણી થી જ આપણે પ્રવાસ ,સ્પ્રર્ધાઓમાં ભાગલેવો જૂથ ચર્ચાઓ પરિસંવાદ ,પુસ્તકાલય, લોકજાગૃતિનાં કાર્યક્રમો આ બધું શિખવા મળ્યું. અને એક નવા પરિવર્તનની નવી જ દિશા આપણને મલી .હવે તમેજ વિચારો કે જો આ શિક્ષણ જ ના હોત તો ?

શિક્ષણ માં પરિવર્તન એટ્લે હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પ્રોજેક્ટર દ્વાર, ટેબ્લેટ દ્વારા, આજ કાલ બધીજ જગ્યાએ વિર્ધાથીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આતો રહી વાત શિક્ષણ ની હવે આપણે જોઇએ જ છીએ કે કોઇપણ ક્ષેત્ર હોય એમાં સ્ત્રીઓ પણ ખૂબજ આગળ આવી રહી છે, તો એનુ કારણ શું છે? બસ એજ કે આજે સ્ત્રીઓ પણ શિક્ષીત થઇ છે, એટ્લે હવે સ્ત્રીઓની જીવનશૈલીમાં અને તેમના પહેરવેશમાં ખૂબજ પરીવર્તન આવ્યું છે જે આપણે અત્યારે જોઇએ જ છીએ. એક પિક્ચર નુ ગીત યાદ આવે છે કે “હમ હે નયે, તો…યે અંદાજ ક્યું હો પુરાના “……આ એમ કહેવા માગે છે કે જો હવે આપણે જો આગળ વધીશું તોજ નવી પેઢી આપણને સ્વીકારશે, અને આપણામાં વિùFસ મૂકશે. અને એટ્લેજ સ્ત્રીઓ માટે આ ખૂબજ પડ્કાર કારક પરિવર્તન કહેવાય.

“મૂલ્યસભર માનવજીવનમાં ઊંચા સ્થાને પ્રમાણીકતા ;
– ચરણ એના ચૂમતી આવે એજ તો છે પરિવર્તન”

સ્વામી વિવેકનંદે કહ્યું છે કે જો કોઇનામાં બદલાવ કે પરિવર્તન લાવવું હોય તો વ્યક્તિએ પોતે જ પોતનામાં બદલાવ લાવવો પડે છે. પછીજ આપણે કોઇનાંમાં બદલાવ કે પરિવર્તનની આશા રાખી શકાય. જો કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિનાં કાર્યમાં પરિવર્તન લાવવું હોય તો તે વ્યક્તિ એ તેને અને તેના કાર્ય ને જ બદલવું પડે. અને હા જો આપણે એવું ધારીએકે સામાજિક પરિવર્તન લાવવું છે ,તો આપણે આ સમાજ ને કે પછી એની રીતભાત બદલવી જોઇએ.

એટ્લે જ અત્યારે આપણે જોઇએતો અનેક રીતે સમગ્ર સમાજ માં પરિવર્તન આવી રહ્યું છે. જે ખૂબજ જરૂરી હતું. જીવન હંમેશા કોઇ એક પરિવર્તનને પડકારે છે. પરિવર્તનનું સૌંદર્ય, પરિવર્તનને નો પ્રસાદ અને પરિવર્તનનો અહેસાસ કરવો એ અને એમાં કોઇ બદલાવ લાવવો એ એક જીવન નો ક્રમ છે ,અને એમજ ચાલ્યા કરે છે.

હવે, આમ જોઇએ તો અત્યારે જે કાંઇ પણ સમાજમાં ,શિક્ષણમાં કે કોઇ વ્યકતિનાં સમૂહમાં જે કાંઇપણ પરિવર્તન આવ્યું કે એમાં પરિવર્તન લાવ્યા એમાં ક્યાંક તો આપણે જ જવાબદાર છીએ .હવે તમે જ વિચારશો કે આપણે કેમ જવાબદાર છીએ ???? જેમ મે આગળ કહ્યું એમ કે પરિવર્તન લાવવું એ એક પડકારજનક વાત છે. એનાં માટે કાતો આપણે જ પહેલા આપણાંમાંજ પરિવર્તન લાવવું પડે ,જો સામાજિક પરિવર્તન લાવવું હોયતો આપણે આપણાં સમાજને એનાં રીત-રિવાજ માં બદલાવ લાવવોજ જ પડે .આ પરિવર્તન શબ્દ જ એવો છે. એ વર્ષો નાં વર્ષો સુધી ચાલ્યાં જ કરશે ,ક્યાંય પણ અટ્કવાનું નામ નહીં જ લે. આપણે પણ જોઇએ જ છીએ કે આદિમાનવ થી આજ સુધી કેટલાંય પરિવર્તનો આવ્યાં છે. જે અપડેટ થયાંજ કરે છે. બધાં જ ક્ષેત્ર માં નવાં નવાં વિચારો સાથે નવી નવી જનરેશન સાથે ….. એને કોઇ પણ ,ક્યાંય પણ રોકી નહીં જ શકે . તો ચાલો આપણે પણ એક નવા પરિવર્તન ની રાહ જોઇએ .

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક જાણવા અને સમજવા જેવી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી