એકતાની પરિભાષા – પેલી સળીવાળી વાર્તા તો આપણે જાણીએ જ છે એ જ વિષય પર વાંચો અને વધારો તમારો આત્મવિશ્વાસ…

એકતાની પરિભાષા

વ્યક્તિ એ એક સંગઠનમાં જુથમાં રહેવા ટેવાયેલ છે. એ ક્યારેક કલ્પના પણ નહીં કરી શકે કે એ પોતે એક્લો રહે. કે એનાં જીવનમાં એ એક્લો આ પહાડ જેવું જીવન એક્લતામાં વિતાવી શકે . એ શક્ય જ નથી.

કેમકે જ્યારે બાળક જન્મે છે. ત્યારથી એ એનાં છીલ્લા શ્વાસ સુધી એનાં જીવનની હરેક ખુશીની પળ , હરેક ગમની પળ ( સુખ કે પછી દુખ) એ સદાય એનાં સાથી મિત્ર સાથે શેર કરતો જ હોય છે.એટ્લે સહાકારની ભાવના આપણામાં પહેલાથી જ રહેલી છે. અને જો સહકાર ત્યારે જ મળી શકે જ્યારે એમાં એક્તા રહે રહીલી હોય છે.

વ્યક્તિનાં જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે આ એક્તાનાં અભાવે એને પોતાનાં જીવનમાં ઘણું બધુ ખોવું પડે છે. અને ત્યારે એને આ એક્તાનું મહત્વ સમજાય છે. કે એક્તામાં, જૂથમાં કેવી તાકાત રહેલી હોય છે. જ્યાં એક્તા અને સંપ હશે ત્યાંજ વ્યક્તિને પરમ આનંદની પ્રાપ્તિથશે.વ્યક્તિ પોતે નિશ્ચિંત બની આરમથી ફરી શકે છે.
“સંપ ત્યાં જંપ” એ વાત પરથી એક વાર્તા યાદ આવી જાય છે. કે કેટલાય કબુતરો ચણ ચણતાં ચણતાં એક શિકારી દ્વારા બિછાવેલ જાળમાં ફસાઈ જાય છે.

જેમ જેમ ઝાળમાંથી નિકળવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ બધાં જ કબૂતરો જાળમાં ફસાતા જાય છે. હવે બધાને એમનું મોત સામે દેખાઈ રહ્યું હતું.

બધા કબુતરો ખુબ મૂઝાયા છે. એમને લાગે છે કે હવે તો બચવાનો કોઈ જ ઉપાય નથી આપણે ક્યારેય આ ઝાળમાંથી નહીં છૂટી શકીએ .

“ હમણા શિકારી આવશે! અને આપણા બધાનાં રામ…..રામ…!” , આવું બધા કબૂતરો દુખી અવાજે બોલવા લાગ્યાં.
એક ડાહ્યું અને સમજદાર કબૂતર બોલ્યું , “ કે જો આપણા ખાલી પગ જ જાળમાં ફસાયા છે. પાંખ નહીં. જો આપણે આ જાળને સાથે લઈ બધા ઊડી શકીએ તો આપણે બધા જ બચી શકીએ !” .

આ વાત બધા જ કબૂતરને ગળે ઉતરે છે. અને એક્સાથે બળ લગાવી જાળને સાથે લઈને જ આકાશમાં ઉડવા લાગે છે. અને બચી જતાં હોય છે. આ બાજું શિકારીને પક્ષી તો ન મળ્યાંપણ ઉલટાની એની જાળ પણ ગઈ.

મિત્રો આ બધા જ કબુતરો એ એકબીજાનાં સાથ સહકારથી, એક્તાથી પોતાનાં પ્રાણ બચાવી શક્યાં. જો જીવનમાં આવી જ એક્તા રહેલી હોય તો કોઈની તાકાત નથી કે તમારીએક્તાની શક્તિને કોઈ હરાવી જાણે. તમારે તમારા જીવનમાં હરેક ક્ષેત્રમાં, ઘરમાં, સ્કુલમાં , કોલેજમાં કે પછી તમારી જ ઓફિસમાં જો તમારે પ્રગતિ કરી આગળ આવવું હોય તો પહેલાં એક્તાને સ્થાન આપો. એક સંગઠન ઊભું કરો. કોઈનામાં એવી હિંમત નહીં હોય કે તમારી એકતાની સામે ટકી શકે.

જિંદગીમાં નાનીમોટી પ્રગતિ કરવી હોય તો પહેલાં મનમાંથી “હું” પણું ત્યાગીને અમે પણાની ભાવના કેળવવી પડે. કારણ કે એક્તાથી એક અલગ જ પ્રકારનીશક્તિનો સંચાર ઊદ્દ્ભવે છે. અને એ શક્તિ વડે જ પ્રગતિ અને સફળતાનો પાયો નંખાય છે.

એક્તાની શક્તિમાં ક્યારેક તમને બંધન જેવું લાગશે. પણ, એ બંધારણમાં બંધાયા બાદ તમે ખુદ એમાં ધડાઈ જશો. એક આંગળીને હર કોઈ વાળી શકે છે. કારણકે એ એક જ છે. પણ પાંચો આંગળીઓ વડે વાળેલી મુટ્ઠી કોઈ ખોલી નહી શકે કારણકે એમાં આંગળીની શક્તિ પાંચ ગણી વધારે છે. અને કોઈની તાકાત નથી એ શક્તિઓને કોઈ હરાવી શકે. ઝૂકાવી શકે !.

એક્તાથી અનેક કામો પાર પાડી શકાય છે. અત્યારનાં યુગ માટે એક્તાએ દેવતા સમાન સાબિત થશે. એટ્લે જ ચાલો આજથી મનમાંથી અહંકારને મીટાવી દઈએ. અને એક નવી જ તાકાતને આ વિશ્વની સામે લાવીએ.
આજે , આ આતંકવાદનો ભોગ બનેલ વિશ્વને આવી જ એક્તાની જરૂર છે. આપણે એક વૈશ્વિક નાગરીક બનીને આ વિશ્વનાં કલ્યાણ અર્થે એક થઈએ. એક રહીએ. આપણી જ કહેવત “ સંપ ત્યાં જંપ “ આ કહેવતને આજ સાબિત કરીએ.

॥ અસ્તુ॥

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી પ્રેરણાત્મક પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી