ધ્યાનની પરિભાષા – હંમેશા તમે વિચારો છો એ જ સત્ય હોય એવું નથી હોતું આજે જાણો ધ્યાનની સાચી પરિભાષા…

ધ્યાનની પરિભાષા

ચિત્ત- આ શુદ્ધ ભાવ છે, ઍક આત્મિય ભાવ છે. ઍવો ભાવ, જ્યારે તમે તમારાં ચિત્તમાં લાવવામાં સફળ થઈ જાવ, ચિત્ત ગ્રહણ કરવામાં સફળ થઈ જાય, ત્યારે જ ગુરુચરણ પર ચિત્ત રાખીને બધું જ પ્રાપ્ત કરી શકાય.

આપણે જે પરમાત્માને બહાર શોધીએ રહ્યાં છીએ એ ખરા અર્થમાં આપણી ભિતર જ હોય છે. એ પરમાત્મા શ્રીકૃષ્ણ એ આપણને ગીતાજી દ્વારા પણ સંદેશ આપેલ છે. આપણી અંદર જ શાશ્વત સુખનો ખજાનો હોવા છતાં આપણે તેને બાહર ગોતીએ છીએ.જરુરત છે આપણી અંદર જોવાની. આ આનંદને સહેલાઇથી મેળવવાનો માર્ગ છે જે આપણે ધ્યાન- વડે એને પામી શકીએ છીએ., જે અંતરની યાત્રા છે,એક એવી યાત્રા જે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ દોરી જાય છે. પરમાત્મા સાથે એકાકાર થવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણે શરીરનું અસ્તિત્વ ભૂલીને પોતાને એક શુધ્ધ અને પવિત્ર આત્મા તરીકે નથી ઓળખતા.

એવી જ રીતે જીવન એ પણ એક ધ્યાન છે. આપણે આપણાં જીવનમાં હરપળ ધ્યાનનું જ મહત્વ રહ્યું હોય છે. ક્યાંક પરોક્ષ તો વળી ક્યાંક પ્રત્યક્ષ રીતે આપણે ધ્યાનમાં જોડાયેલાં રહેતાં હોઈએ છીએ, પણ ક્યારેક આપણે ખુદ એનાથી અંજાન બનતા ફરીએ છીએ.
સવારે ઉઠીએ છીએ એટલે પહેલાં તો કોઈપણ વ્યક્તિ હોય એ નાહીને સ્વચ્છ થાય છે. એટલે એ વ્યક્તિ પોતાનાં જીવનમાં સ્વચ્છતાંનું શું મહત્વ છે. જીવનમાં સ્વચ્છતાં રાખવાથી શું ફાયદા થાય છે. એને એસમજાયું છે. જાણ્યું છે. કેમ કે એને એનાં જીવનમાં સ્વચ્છતાં તરફ એને ધ્યાન આપ્યું છે એટ્લે.

જો આપણે કોઈ વસ્તુપ્રત્યે ધ્યાન નથી આપી શકતાં તો ના એ વસ્તુ કે વ્યક્તિને કદી જાણી શકીએ.
જીવનમાં હરપળ આપણું ધ્યાન જતું હોય છે. પણ ક્યારેક એનો અહેસાસ તુરંત કે પછી ક્યારેક ત્યારબાદ થતો હોય છે.
ધ્યાનનાં પણ કેટલાક પ્રકાર છે.

1) આધ્યાત્મિક ધ્યાન.
2) પ્રેમ.
3) રુચી ,લગાવ.
4) ખંત, ફિતુર
5) આત્મવિશ્વાસ.

1 ) આધ્યાત્મિક ધ્યાન. ભારતીય સંસ્કૃતી એ વિવિધસભ્યતા ને અને મર્યાદાનાં બંધારણે બનેલી અને ધર્મ સાથે જોડાયેલી સંસ્કૃતિછે. આ સંસ્કૃતિમાં એક નહીં પણ વિવિધ ધર્મો જોડાયેલાં છે. જેટલાં અહિં ધર્મો એટલી જ વિવિધ એની સંસ્કૃતિ. હિંદુ, જૈન ,પારસી ,શીખ , મુસ્લીમ …વગેરે….પણ એ વિવિધ ધર્મનો સંદેશ , બોધ તો એક જ છે. ધ્યાન. ભલે રોજ તમે મંદિર ,મસ્જિદ , ચર્ચ કે ગુરુદ્વારા ના જઈ શકો પણ જો બે મિનિટ ઘરે પણ આંખોને બંધ કરીને તમારા ઈષ્ટદેવનાં સ્મરણ સાથે ધ્યાન કરો એટલે એક પરમ શાંતીનો અહેસાસ થયાં વગર નહીં જ રહે.


કેમકે આંખ બંધ થતાંજ વ્યક્તિ પોતાનાં આત્મા સાથે મંથન કરે છે. આંખ બંધ થતાં જે અંધકાર આપણી આસપાસ છવાઈ જાય છે. એ અંધકાર અન્ય કોઈ નહીં પણ વ્યક્તિ ખુદને મળે છે. પોતાનાં આત્માસાથેવાત કરે છે. અને જ્યારે વ્યક્તિ આત્મમંથનનો અહેસાસ કરશે ત્યારે એ એકદમ મુક્ત થઈ જાય છે.કેમકે એનો આત્મા એટલીવાર જાગૃત થાય છે. અને એની તામમ મૂઝ્વણ ,પરેશાનીનો માર્ગ એનાં મનમાં આવી જતો હોય છે.અને એટલે જ બધા જ ધર્મોમાં , ગ્રંથોમાં પણ ધ્યાનને આધ્યાત્મિક મહત્વ આપ્યું છે.

2 ) પ્રેમ :-

જીવનમાં કોઈપણ વ્યક્તિ હોય જો એ દિલથી કોઈ વ્યક્તિ પ્રત્યે એની ચોઇસ પ્રત્યે કે એની ખુશી પ્રત્યે વધારે પડતું ધ્યાન આપે તો એ ધ્યાન ક્યારેય બેધ્યાન થતું નથી. કેમકે એ વ્યક્તિ દિલથી એને ચાહે છે, એને પોતાનાં જીવનમાં કોઈ ચોક્ક્સ સ્થાન આપવા માંગે છે.

ક્યારેક એવું પણ બની શકે કે એ એનાં પ્રેમની જે લાગણી એનાં માટે છે. એ એને કહી નથી શકતો. પણ સામેની વ્યક્તિને તેનો અહેસાસ આપોઆપ કહ્યાં વગર જ થઈ જતો હોય છે. આપોઆપ એનું ધ્યાન એ વ્યક્તિ તરફ ખેંચાઈ જાય છે. અને જે પ્રેમ થયો છે એ પણ એક ધ્યાન વડે જ થયો. એટલે ધ્યાનની વ્યાખ્યા આપણે પ્રેમ માટે પણ સમજી શકાય.

3 ) રુચી ,લગાવ :

બધા જ વ્યક્તિનો એક ધ્યેય હોય છે કે એ એનાં પોતાનાં જીવનને કોહિનૂરનાં હિરાની માફક ચમકાવે, એક આસમાનનાં ચમકતાં સિતરાની માફક કોણે ચમકવું નથી ગમતું ? અને એટલે એક લગાવ હોય છે વ્યક્તિને પોતાનાં જીવનને પણ ચમકાવવા ખુબ જ મહેનત કરે. અને એનાં માટે એને જેમાં રુચી કે લગાવ હોય એમાં એ પોતાનું ધ્યાન એકત્રિત કરે છે. અને એ રુચીનાં હીસાબે જ વ્યક્તિ એક આસમાનની બુલંદ પહોચ્યાનો એક દિવસ અહેસાસ કરે છે.


જેમ મકાન એક એક ઈંટ વડે જ પાકું બનતું હોય છે. એમ જેમ જેમ તમને જેમાં રુચી હોય ,લગાવ હોય એમાં ધ્યાન આપી પરોવાયેલાં રહીએ એમ એમ આપડા સપનાઓ પણ સાકાર થવાનું પાક્કું થતું જાય છે. અને એક નવા જ આતમ્વિશ્વાસ સાથે સફળતા ને પ્રાપ્ત કરીએ છીએ.

4 ) ખંત, ફિતુર :

એક સારા વ્યક્તિ બનવા માટેનો પહેલું પગથીયું છે અભ્યાસ.જો આપણે અભ્યાસમાં ધ્યાન નથી આપતાં આપણો પહેલું પગથિયું જ જો કાચું હશે તો એનાં પર પગ મુકતાં જ એ પડી જશે એટલે આપણું પહેલું પગથિયું કાચું છે કે પાકું એ જોવુ પડે. એનું ધ્યાન પણ રાખવું પડે.

પણ , હા જો આજે જોઈએ તો વ્યક્તિને પોતાને ખબર છે કે મારું પહેલું પગથિયું જ કાચું છે. ત્યારે એ ડાયરેક બીજા પગથીયાં પર ક કુદકો લગાવી શકે છે. પણ મિત્રો એનાં માટે એક મનમાં ફિતુર હોવું જોઈએ. ખંત હોવું જોઈએ.મનમાં એક જ રટણ હોવું જોઈએકે મારે હવે અગાસી પર નથી જવું કે મને પગથીયાની જરુર પડે. મારે આકાશને આંબવું છે. એટલે મારે સીધો કુદકો જ મારવો પડશે. પણ એનાં માટે એક ફિતુર હોવું જોઈએ. અને એ આપણે ધ્યાન વગર નથી મેળવી શકતા. એટલે આપણે પહેલાં આપણને ખુદને જાણવા માટે આપણે ધ્યાનનો સહારો લેવો જ પડશે.

5 ) આત્મવિશ્વાસ :

આત્મવિશ્વાસ એટલે કે આત્મા પર નો વિશ્વાસ. અહીં આત્મા નો સ્થૂળ ન લેવો. આત્મા નો અર્થ સ્વ. આત્મવિશ્વાસ એટલે સ્વ પર નો વિશ્વાસ.આમ પણ આત્મવિશ્વાસ ની વ્યાખ્યા કરવી સહેલી નથી. અથવા એમ પણ કહી શકાય કે આત્મવિશ્વાસ ને શબ્દ દ્વારા વર્ણવી શકાય નહીં. કેમકે આત્મવિશ્વાસ એટલે પોતાની નિપુણતા ઉપર ની શ્રદ્ધા.
શું આત્મવિશ્વાસ જીવનની સમસ્યા નો ઉકેલ શોધવા માટે ઉપયોગી થાય છે? આત્મવિશ્વાસ કેવી રીતે વધે? આવા અનેક પ્રશ્ન આપણાં મનમાં ચાલતા હોય છે જયારે કોઈ આત્મવિશ્વાસ વિશે વાત કરે છે ત્યારે. લગભગ દરેક વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ વધારવા ઉત્સુક હોય છે. આત્મવિશ્વાસ કેવી રીતે વધે? સૌના મન માં વ્યક્ત કે અવ્યક્ત પ્રશ્ન છે.
આત્મવિશ્વાસ અને અભિમાન માં માત્ર અભિગમ નો જ ફર્ક હોય છે. આત્મવિશ્વાસુ લોકો નો અભિગમ હંમેશા સકારાત્મક હોય છે. માટે હંમેશાં પોતાના અભિગમ પ્રત્યે સજાગ રહેવું ખુબજ જરૂરી છે.
આત્મવિશ્વાસ એ કળા નહીં પણ નિપુણતા પર શ્રદ્ધા નો અહેસાસ અને સકારાત્મક અભિગમનો સમન્વય પણ એક ધ્યાન જ છે ..

સ્વામી વિવેકાનંદ બાળપણથી જ ધ્યાન કરતા. તેઓ પોતાના બાળમિત્રોને એકઠાં કરીને તેઓને ધ્યાનની રમત શીખવાડતા. અલબત્ત બાળકોને એમાં કોઈ રસ ન પડતો પરંતુ બાળ નરેન્દ્ર (સ્વામિ વિવેકાનંદ) ઘણા લાંબા સમય સુધી ધ્યાનમાં બેસી રહેતા. ધ્યાન (મેડિટેશન) એ પછીથી આવે છે, પહેલા ચિત્ત એકાગ્રતા (કોંસંટ્રેશન)નો અભ્યાસ કરવાનો હોય છે. ધ્યાનથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું આકર્ષણ બાજુએ રાખીને વિચારીએ તો જીવનને વિકસિત કરીને એક ચોક્કસ ઉંચાઈ સુધી લઈ જવા માટે ચિત્ત એકાગ્રતા અનિવાર્ય છે.

લેખીકા : તૃપ્તિ ત્રીવેદી

દરરોજ આવી માહિતીસભર પોસ્ટ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી