કાશ આવીરીતે બધાને પોતાનો ખોવાયેલો પ્રેમ મળી જાય….

“તલાશ”

રીના અને રાજ આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા.રીનાનાં પિતા રામભાઈ શિક્ષક હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદની એક હાઈસ્કુલમાં એમની બદલી થતાં એ પોતાની ફેમિલીને લઈને અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાં સ્થિર થયા હતાં .
રીનાને અમદાવાદ આવતા જ એનાં બાળપણનાં તમામ મિત્રોને , એની સ્કુલ ને છોડીને આવવું પડ્યું હતું. આજે બાર વરસ વિતી ગયાં. તેમ છ્તાં રીના રાજને એક પળ માટે પણ ભુલી ન હતી. એ કેવોલાગતો હશે ? એને ક્યું ફિલ્ડ ચૂઝ કર્યું હશે ? રાજ આમતો બહું જ ક્લેવર હતો બધી રીતે એટલે એ પણ ડોક્ટર જ બનશે. આમ પણ અમે જ્યારે ભેગા મળીને રમતો રમતા ત્યારે એ કાયમ ડોક્ટરજ બનતો ને !

“ આમ , વિચારીને રીના પણ ડોક્ટરની લાઈન જ ચૂઝ કરે છે. એને જામનગરની મેડીકલ કોલેજમાં એડ્મિશન મળી જાય છે..”
આ બાજુ રાજ પણ જેવું રીનાએ વિચાર્યુ હતું એવું જ કરે છે. એ પણ મેડીકલ લાઈનમાં જ આગળ વધે છે. પણ રાજ બરોડા એડ્મિશન લે છે. બન્નેનું એમ. બી. બી. એસ .નાં બે વર્ષ પૂર્ણ થાય છે

એક પળ એવી નહીં હોય જેમાં રીનાએ રાજ વિશે ન વિચાર્યું હોય .એ હરેક ક્લાસમેટમાં રાજને જ ગોતવાનો પ્રયાસ કરતી. અને નિરાશ થઈને બોલે , “ બાળપણનાં એ મિત્રો કેવા ચોઘડીયામાં છૂટા પડ્યાં કે હજી સુધી મળી જ ન શક્યાં! “.
“આ બાજું રાજ પણ દિવસે કે રાત્રે હરપળ એને રીના જ યાદ આવ્યાં કરતી. રાજનું વ્યક્તિત્વ એટલું આકર્ષક કે એ એની કોલેજની બધી જ ગર્લ થી છવાયેલો રહેતો. એ ને રોજ એક છોકરી આવીને સામેથી આઇ લવ યુ કહે જ ! “ .

પણ રાજ તો રીનાનાં જ વિચારોમાં રહ્યાં કરતો .

“રાજ અને રીનાં બન્નેની હાલાત , મનની સ્થિતી એક સરખી હતી. એ બાળપણમાં રમેલા ખોટા ઢિંગલા – ઢિંગલીનાં ખેલને સાચો માની લીધો હતો. જ્યારે પ્રેમ એ શું કહેવાય ? એનો સહેજે ય ખ્યાલ નહોતો ત્યારથી એમનાં એ કુમળા હ્રદયમાં એક્બીજાનાં હ્રદયમાં પ્રેમનું વાવેતર કરી નાખ્યું હતું. “

હવે કોલેજનું છેલ્લું વરસ હતું. બંનેને સાથે ડીગ્રી મળવાની હતી.એક્બીજાને મળવાની એમની એક છેલ્લી આશ ,છેલ્લી તક પણ જઈ રહી હોય એવું લાગી રહ્યું હતું.

રીના રાજનાં ખ્યાલોમાં ખોવાયેલી હતી ત્યારે રીનાનાં ક્લાસમેટ આવીને રીનાને ઢંઢોળે છે. , “કોના વિચારોમાં ખોવાઈ છે ? તારો એ જ બાળપણનો મિત્ર તો તને હેરાન નથી કરતો ને તારા વિચારોમાં આવી ને ! હે…. બોલ !”

“ હા યાર એક આશા હતી. કે હું મેડીકલમાં જઈશ.ને એ મને મળશે. એનાં ગામડે પણ એ નથી રહેતો. એ કોઈ મોટા સીટીમાં છે. પણ એ ક્યું સીટી હશે. અમદાવાદ, બરોડા , સુરત , રાજકોટ …..કેટલા બધા સીટી છે. હું ગોતું તો ક્યાં ક્યાં ગોતી શકું એને ! શું એ પણ મારી જેમ અધીરો હશે મને મળવા માટે ? “
“ હા હશે જ તારો જીવ એનાં બાળપણમાં છે તો એનો જીવ પણ તારા બાળપણમાં જ ખુંચેલો હશે જો જે તમે એક દીવસ જરુર મળશો “, પાર્થ બોલ્યો..
“હા મને પણ એવું જ ફિલ થાય છે. “ , શીવાની એ પણ પાર્થને સાથ પુરાવ્યો .

“ હવે ર્રીના એ ડો. રીના બની ગઈ . એની લાઈફ હવે એટલી એ પોતે વ્યસ્ત થઈ ગઈ છે કે એને એનાં જીવન માટે પણ વિચારવાનો સમય નથી. પણ જ્યારે એ ફ્રી પડે છે ત્યારે એ એનાં બાળપણની યાદોને ભુતકાળની જગ્યાએ વર્તમાન બનાવી દે છે. એટલી જીવંત યાદને કરી મુકે છે કે જાણે એ ઘડી વર્ષોપહેલાની નહીં પણ અત્યારની જ ના હોય.”
“ રીના બેટા હવે તારે તારી જિંદગીમાટે વિચારવું જોઈએ. મે તને દીકરીની જેમ નહીં પણ એક દીકરાની જેમ મોટી કરી છે. તને પુરી સ્વતંત્રતા છે તારા જીવનમાં તું તને ગમતું પાત્ર જે હોય એની સાથે તારી મરજીથી લગ્ન કરી શકે છે. તું તારા જીવનસાથીને તારી રીતે ચૂઝ કરીશ તો મને અને તારી મમ્મીને પણ આનંદ થશે,” રીનાનાં પપ્પા એ રીનાનામાથે પ્રેમથી હાથ પંપાળતા બોલ્યા.

હા પપ્પા તમે સાચું કહો છો. હવે મારે મારા જીવનમાટે વિચારવું જોઈએ. પણ મારે એક વર્ષ માટે બોમ્બે જવાનું છે. ત્યાં જસલોક હોસ્પિટલમાં મારે એક વર્ષ સુધીની પ્રેક્ટીસનો ઓર્ડર આવ્યો છે.
“ હા દિકરા આરામથી તું જ્યારે વિચારે ત્યારે પણ અમે તને તારી એક ફેમિલી હોય એમાં જોવા માંગીએ છીએ. તું રાજને ભુલી જા એ નહીં મળે બેટા.”
“ પપ્પા ! હવે તમે પણ મને હિંમત નહી આપો ? “
“ ના બેટા એવું નથી મારી હું તો સદાય તારી સાથે જ છું. પણ , આ એક સત્ય છે. તારે એને સ્વીકારવું જ પડશે ! .”

“ ઓ.કે. આઈ વીલ માય બેસ્ટ ટ્રાય. તમે કહ્યું એનાં પર હું વિચાર કરીશ.”
‘આવતી કાલે રીનાને બોમ્બે જવાનું હોવાથી એ પેકિંગ કરવા લાગે છે. રીનાની ફ્લાઈટ સવારની હતી એને 10 વાગ્યા સુધીમાં હોસ્પિટલ પહોંચવાનું હતું. એરપોર્ટ પર લેવા માટે એની જ સાથે પ્રેક્ટીશમાં મુકાયેલા એક ડો. આવવાનાં ઇંત્ઝાર કરતા હતા. ત્યાં જ ડો.રીનાની ફ્લાઈટ આવે છે. બન્ને એક્બીજાને મળે છે. કોલ પર તો ચાર કે પાંચ વાર વાત કરેલી પણ મળીને એક્બીજાને વધારે આનંદ થયો. થોડી ઔપચારિક વાતો કરી ત્યાં જ હોસ્પિટલ આવી ગઈ’.

હવે તો રોજ બન્ને હોસ્પિટલમાં પ્રેક્ટીશ દરમ્યાન એક્બીજાને મળતા.પણ એનાં સિવાય પણ જોડે લોન્ગ ડ્રાઇવ પર જવું. ઈવનિંગ પાર્ટીમાં જતાં. આમને આમ એક્બીજાની નજીક આવતા ગયાં.
“ ડો . રીયા આજે સાંજે તમે ફ્રી છો ? “ એવો એક મેસેજ રીયાની વોલ પર ડો. રાજે સેન્ડ કર્યો.
ત્યાં તરત જ એક બીજો મેસેજ રીયાનો આવ્યો , “ હા “.
“ ઓ.કે . આજે ડીનર જોડે કરીશું “ .
“ ઓ.કે, ડ્ન”

તે દીવસે રાત્રે બન્ને જોડે જ હોસ્પિટલ પરથી ડીનર પર જવા નીકળ્યાં.
બન્નેનું નક્કી કરેલા રેસ્ટૉરંટ પર જ પહોંચ્યા. ત્યાં રીયાએ એનાં ખુલ્લાં રાખેલ વાળને ખેંચતા પાછળ સ્ટીકમાં લપેટતાં એ મેનું જોઈ રહી છે. ને રાજ રીયાને . પછી એ કોઈ વિચારોમાં ખોવાઈ જાય છે.

રીના , “ ઓ હેલ્લો ! ક્યાં ખોવાઈ ગયા ? આ મેનું તમારો ઈંન્તજાર કરી રહ્યું છે.”
રાજ , “ અને હું વર્ષોથી કોઈનો “.
“ શું ? કોનો ઈંન્તજાર “
“ અરે ! ના ના કોઈનો નહીં . એ તો હું વિચારોમાં જ હતો અને શું બોલ્યો એ મને પણ ખ્યાલ નથી. સોરી. “
“ ઈટસ્ ઓ . કે “

પછી ઓર્ડર આપે છે. પણ રાજ આજે કોઈની યાદોમાં છે. એને જમવામાં પણ મન નથી. એટલે રીના એ પૂછ્યું , “ એવી શું વાત છે કે તમે આટલા વિચારોમાં ખોવાઈને તમે આટલા ઉદાસ થઈ જાવ છો ? “
“ સાચું કહું મારી એક બાળપણની ખાસ દોસ્ત રીના. જ્યારે તમને જોવું ત્યારે મને એ જ દેખાય છે. અમે કેટલાય વર્ષો થયા. એકબીજાને મળ્યાં નથી. પણ તમને જોઇને મારા મનની કલ્પના કહે છે કે એ અત્યારે હુબહું તમારા જેવી જ લાગતી હશે. એ ક્યાં હશે એની મને બિલકુલ ખબર નથી , કદાચ એનાં જીવનમાં કોઇ ઓર હશે. પણ મારા જીવનમાંતો એ જ છે અને એ જ રહેશે ! ”.

રીયા , “ રાજ એ ઢિંગલીની રમતમાં જે ડો. બનતો એ જ ડો. આજે પણ રીયાની જિંદગીમાં છે. અન્ય કોઈ નહીં. ક્યાં ક્યાં તારી તલાશ મે નથી કરી. મને ખ્યાલ જ હતો કે મારો બચપનનો ડો. એની રીયલ લાઈફમાં પણ ડો. જ બનશે. એટલે આજે એ તલાશમાં હું પણ ડો. બની છું. જો તમારી એ રીયા આજે તમારી સામે જ છે . “
રાજ ,” મારી ભવોભવાની ખોજ , તલાશ આજે પુરી થઈ હોય એવું લાગે છે. હવે હું એક મિનિટ માટે પણ તને દુર જવા દઈશ નહીં “ .
રીયા , “હું પણ નહીં . હવે હું તલાશ કરવા નથી માંગતી. પાછો તું ખોવાઈ જા તો !”.

રાજ અને રીયા એક્બીજાની સામું જોઈને હસવા લાગ્યાં. અને એક જ શબ્દ બોલ્યા , આપણી તલાશ પણ કેવી છે …..! “

લેખક : તૃપ્તિ ત્રિવેદી

શેર કરો આ મસ્ત પ્રેમકહાની તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી