મેક અપ વગર આંખોને બોલ્ડ લુક આપવા ટ્રાય કરો આ Trendy Eyeglasses..

આજકાલના યંગસ્ટર્સ માટે માત્ર કપડા અનેફૂટવેર જ નહિં પરંતુ ચશ્મા પણ એક મહત્વનો ભાગ ભજવે છે. જો કે ચશ્માના બે મોટાફાયદા એ છે કે, એક તો ચશ્મા તમને સ્ટાઇલિશ લુક આપે છે અને સાથે-સાથે તમારીઆંખોની કેર પણ રાખે છે. જો કે યંગસ્ટર્સ માત્ર નંબરવાળા ચશ્મા જ નહિંપરંતુ લુકને ચેન્જ કરવા માટે અનેક પ્રકારના અવનવા સ્ટાઇલિશ ચશ્મા પહેરતા હોય છે.આમ, તમે પણમાર્કેટમાં નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આજકાલ ચશ્મામાં પણ અનેક જાતની વેરાયટીઆવે છે જે તમને એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. તો આજે જાણી લો તમે પણ એવા ટ્રેન્ડી ચશ્માવિશે જેના પરથી તમને ખ્યાલ આવશે કે તમારા ફેસ પર કયા પ્રકારના ચશ્મા તમને વધારેસૂટ કરશે.
Modern Cat Eyes (આધુનિક કેટ આઈઝ

જો તમે આઇ મેક અપ નથી કરતા તો તમારા પર મોર્ડન કેટ આઇગ્લાસ ફ્રેમવધારે સૂટ કરશે. આ ફ્રેમ તમને આઇ મેક અપ વગર જ એકદમ બોલ્ડ લુક આપશે અને સાથે-સાથેલોકો તમારા વખાણ કરતા પણ થાકશે નહિં.

Wednesday (વેનસ્ડે)આ આઇગ્લાસ સાંકડા મોઢાન વળી છોકરી પર વધારે સૂટ કરે છે. જો તમે એકવારઆ ચશ્મા ટ્રાય કરશો તો તમારો લુક એકદમ જ ચેન્જ થઇ જશે અને તમારી સ્માર્ટનેસમાં પણડબલ વધારો થશે.

Laura Cat Eye (લોરા કેટ આઈઝ)આ આઇગ્લાસની અંદર તમને ગુલાબી રંગના નાના એવા પોપ જોવા મળશે. જોકે આ ફ્રેમ હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. આમ, જો તમે હાલના દિવસોમાં કોઇ નવા ચશ્મા ટ્રાયકરવા ઇચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને આ ચશ્માની ફ્રેમમાંગુલાબી કલર હોવાથી છોકરીઓને ખૂબ જ મસ્ત લાગે છે. આ ફ્રેમ એક ફ્રેશ લુક આપે છે જેતમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

Goodney (ગુડ્નેય)આ પર્પલ ફ્રેમ ખૂબ જ સોફ્ટ લુક આપે છે. આ ફ્રેમ દરેક છોકરીઓના ફેસ પરસૂટ થાય છે. આમ, જો તમે તમારા લૂકને ચેન્જ કરવા ઇચ્છતા હોવ તો આ ફ્રેમ તમારામાટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ફ્રેમ જીન્સ તેમજ ડ્રેસ એમ કોઇ પણ પ્રકારના કપડા પર સૂટ થાય છે.

Claudia (ક્લોડીયા)

જો તમે તમારા કેટ આઇ ચશ્માની સાથે એક નવો એક્સપરિમેન્ટ કરવા ઇચ્છતા હોવ તો આ ફ્રેમ તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઇએ. આ ફ્રેમ તમને એકદમ બોલ્ડ લુક આપશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી ટીપ્સ અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી