ટ્રાવેલ્સ ટિપ્સ – જો પ્રવાસ દરમિયાન ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં પડે કોઇ તકલીફ

આજકાલ અનેક લોકો વેકેશન પડવાની રાહ જોતા હોય છે. વર્ષમાં એકવાર કોઇ પણ વ્યક્તિ બહાર ફરવા જાય તો આખુ વર્ષ તેનુ એકદમ મસ્ત જાય છે એવુ અનેક લોકોને કહેતા તમે સાંભળ્યા હશે. જોકે એ વાત તો સાચી છે કે, જ્યારે તમે બહાર ફરીને પાછા ઘરે આવો છે ત્યારે તમે એકદમ ફ્રેશફિલ કરો છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે, તે બહાર ફરવા ગયા અને આ વસ્તુ ભુલી ગયા, તબિયત બગડી ગઇ, દવાની કિટ લાવવાની રહી ગઇ જેવા અનેક પ્રકારના પ્રશ્નો થતા હોય છે. માટે કોઈ પણ પ્રવાસનું યોગ્ય રીતે આયોજન કરીએ, પ્રવાસની યોગ્ય રીત નક્કી કરીએ તો ઓછી તકલીફ પડે છે. આમ, જો તમે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ટિપ્સ તમને ખૂબ જ કામમાં લાગશે. તો નજર કરી લો તમે પણ એકવાર આ ટ્રાવેલ્સ ટિપ્સ પર…

– બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરો ત્યારે ડ્રેસિંગ સેન્સ પર ખાસ ધ્યાન આપો. ઇઝી અને ફિટિંગવાળા કપડાં પહેરવાજેથી સિક્યુરીટી ચેકિંગ વખતે બહુ સમય ન વેડફાય.– ટ્રાવેલિંગ દરમિયાન દહીં વધારે ખાવું કારણકે દહીંને કારણે પેટના બેક્ટેરિયા નાશ પામે છે અને તમારી પાચન શક્તિ સ્ટ્રોંગ બને છે.– પ્રવાસ દરમિયાન શક્ય એટલાં તાજા ફળો ખાઓ. સફરજન, કેળા, મોળાં સીંગદાણા, સૂકા જરદાળુ (આલુ) વગેરેમાં શરીર માટે આવશ્યક પોષક-તત્વો હોય છે જે શરીરને સ્ફર્તિલું અને કાર્યશીલ રાખે છે.

– અજાણી જગ્યા પર ચાલો તો હંમેશા લોકોની વચ્ચે ભીડમાં ચાલવાનો જ પ્રયત્ન કરો જેથી તમે કોઈ દુર્ઘટનાથી બચી શકશો.– એકલા સુમસામ જગ્યાએ જવાનો આગ્રહ ના રાખો.
– હેન્ડબેગમાં પેપર સ્પ્રે અથવા ચીલી સ્પ્રે સાથે રાખો.
– રેગ્યુલર મેડિસિન તમારી ટોપ પ્રાયોરિટીમાં હોવી જોઇએ. જો તમને ડાયાબિટીસ, બ્લડપ્રશર, અને થાઇરોડ જેવી બીમારી હોય તેની દવા પહેલા યાદ કરીને બેગમાં મુકી દો.
– બહારની મુસાફરી દરમિયાન તમારી પાસે જંતુરહિત જાળી પેડ, એન્ટિસેપ્ટિકએન્ટિબોયોટીક મલમ, કાતર અને ટ્વીઝર જેવી વસ્તુ અચૂક તમારી પાસે રાખો.
– તમારા પર્સમાંનેલફાઇલર, પ્લકર, નેલપેઇન્ટરિમૂવર અને થોડા એક્સ્ટ્રાનેલપેન્ટ્સ મુકી રાખો જેથી તૈયાર થવામાં તમારો સમય વધારે બગડે નહિં.

– પ્રવાસ દરમિયાન સુંદર અને સુઘડ દેખાવુ જરૂરી છે. ત્વચાને ધૂળ-પરસેવાથી બચાવવા ક્લીન્સીંગ પ્રોડક્ટસ સાથે રાખો. ત્વચા સાફ કરવાના વાઈપ્સ ખૂબ સુવિધાજનક રહે છે. મોઈશ્ચરાઈઝર ખૂબ ઉપયોગી છે તેથી તે જરૂર સાથે રાખો. પ્લેનમાં કે વાહનમાં બેસો તે પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવી લો. ફાઉન્ડેશન લગાવવું ટાળો.
– પગને આરામ આપવા સારી ગુણવતાવાળા ચંપલ પહેરો.
– બહાર ફરવા જાઓ ત્યારે ખુલ્લો અને વાસી ખોરાક ખાવાનુ ટાળો.
– હોટલમાં ઉતરો ત્યારે જાતજાતના સ્વાદિષ્ટ ખાદ્યોખાવાને બદલે ઓટમીલ, ઘઉંના ટોસ્ટ, તાજાં ફળો, તાજું દહીં વગેરે પસંદ કરો.
– પ્રવાસ દરમિયાન રાત્રીનુ ભોજન વહેલા કરી લો, જેથી કરીને બીજા દિવસે તબિયત પર કોઇ અસર ના પડે.
– પ્રવાસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ.– એકલા મુસાફરી કરવાની હોય ત્યારે બેગમાં થોડો ઓછો સામાન રાખવાનો આગ્રહ રાખો કારણકે આખરે બધો સામાન તમારે જ ઉપાડવાનો છે.

– બની શકે ત્યાં સુધી દિવસના સમયે મુસાફરી કરો જેથી રાત્રે કોઈ અજાણી જગ્યાએ પહોંચતા કોઈ પરેશાની ના થાય.

– હોટલનનું બુકિંગ પહેલેથી જ કરાવી લો જેથી ત્યાં પહોંચીને રહેવા માટેની જગ્યા શોધવાની તકલીફ ન થાય.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અવનવી એ ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી