ત્રણ ભુવનનો નાથ પણ માઁ વિના અનાથ

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે.. તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં, ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે…

તારા આ કાળિયાને એવો શણગારતી, જાણે સજીને સાજ આખી સરકાર નીકળે… પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો, એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે…

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે, મારી માવડીના સપના સાકાર નીકળે… દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે, તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે…

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં, તોય મારી માવડી મારી લેણદાર નીકળે… આ એક એવો દિવસ છે જે તમારા છેક બાળપણ સુધી ની યાદ ને તાજી કરે છે.

તમામ માને કોટિ કોટિ વઁદન

-અજ્ઞાત

ટીપ્પણી