સપનાઓ સાચા થતા હોત તો?? વાંચો વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ ની વાર્તા….

ટ્રેઈન ની મુસાફરી

ટ્રેનમાં મુસાફરી કરવી એ મારા માટે હવે કીટલી પર જઈ ચા પીવા જેવી સામાન્ય ઘટના બની ગઈ હતી. છેલ્લા આંઠ મહિનાથી હું જોહનીક એન્ડ સન્સમાં કામ કરી રહ્યો હતો અને લગભગ છાસવારે મારે વરલીથી બાંદ્રા સુધીની ટ્રેનમાં સવારી કરવી પડતી. હું મુંબઈમાં ઉછરેલો એટલે એ બધું કઈ અજાણ્યું નહિ અને એ બધા વિસ્તારોથી પરિચિત હતો એટલે મને મુસાફરીમાં ખાસ કંટાળો ન આવતો. આમેય મારો સ્વભાવ મળતાવડો એટલે આસપાસ બેઠેલ કોઈને પણ મિત્ર બનાવી લેતો એટલે વાતોવાતોમાં ક્યારે સ્ટેશન આવ્યું એ ખબરે ન પડતી.

મારું જીવન આમ ચાલતું હતું પણ છેલ્લા એક મહિનાથી વાત જરાક જુદી હતી. હું કોઈપણ અજાણ્યા પસેન્જરને મિત્ર બનાવતા ડરતો હતો કારણકે એક મહિના પહેલા મને એક વિચિત્ર સ્વપ્ન આવેલ જેમાં મેં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મારી હત્યા થતાં જોઈ હતી. તમને થશે કે કેવી મુર્ખ જેવી વાત છે આજના આધુનિક જમાનામાં હું સપનામાં દેખેલી ઘટના પર વિશ્વાસ કરું છું. તમારી જગ્યાએ હું હોઉં તો હુયે એવુજ વિચારું પણ મારા સાથે બાળપણથી જે થઇ રહ્યું છે એ જરાક અલગ છે, જરાક ના સમજાય તેવું છે, જરાક વિચિત્ર છે અને જરાક ભયાનક પણ છે!

મને બાળપણથી દર સાત તારીખની રાતે જે સપનું આવે તે સાચું જ પડે છે. સપના સાચા પડે એ કોને ન ગમે? પણ મારા જીવનની વાત જ અલગ છે મને સપના પણ વિચિત્ર જ આવે! કોલેજના પહેલા વર્ષમાં એક છોકરીથી મને પ્રેમ થયો એવું સ્વપ્ન મને સાત તારીખની રાતે આવેલું, સ્વપ્નમાં દેખાયેલી એ છોકરી અજાણ હતી મેં એને ક્યારેય પહેલા જોયેલી ન હતી. હું એ સપના વિષે વિચારતો જીવી રહ્યો હતો ત્યાં એકાદ અઠવાડિયા પછી અમારી કોલેજમાં દિવ્યા નામની એક છોકરીએ એડ્મીસન લીધું અને એને જોતાજ હું એને ઓળખી ગયો કે એ મારા સપનામાં આવેલી એજ છોકરી હતી, એજ સુંદર ચેહરો ને એ ચેહરાને વધુ સુંદર બનાવતું ચીક્બોન, પોનીટેલમાં બાંધેલા બ્લોન્ડ હેર અને એજ બ્લોન્ડ ચેહરો. સપનાની વાત સાચી હતી એટલે મેં દિવ્યા નજીક જવાનો પ્રયાશ કર્યો. અમે ધીમે ધીમે એકબીજાથી પરિચિત થયા અને જયારે મેં એને લવ પ્રપોઝ કર્યો ત્યારે મેં સપનામાં પહેરેલ એજ આર્મિ ફેટીગ જેકીટ અને એસ-ગ્રે કાર્ગો પેહેરેલા હતા! દિવ્યાએ પણ એજ સપનામાં પેહરેલ સ્કાય-બ્લુ નેરો અને રોક્પન ટિ શર્ટ પહેરેલ હતું. મેં એને કહ્યું કે મેં એને હકીકતમાં જોયા પેહલા સપનામાં જોઈ હતી અને ત્યારથીજ હું એને ચાહવા લાગ્યો હતો. મારી સપના વાળી વાત પર તો એને વિશ્વાસ ન થયો પણ મારો પ્રપોઝ વાર્મ અપ્રોવલ મેળવીને પાછો આવ્યો!!!!!

દિવ્યાએ હસીને કહ્યું, “પ્રપોઝ કરવાની એકદમ નવી રીત શોધી છે, મને ગમી.” એના સબ્દો પછી એના ચહેરા ઉપર ફરી વળેલું સ્મિત વાદળ છેક મારા ચહેરા સુધી આવી ગયું હતું!

મારો પ્રેમ સ્વીકાર કર્યો એ મારા માટે બસ હતું. પેલા સપના વાળી વાત પર વધુ જોર આપીને હું પ્રણય સરું થયા પહેલાજ બ્રેકઅપ કરવા નહતો માંગતો એટલે મેં એ વાત મારા મન સુધી જ સીમિત રાખી હતી. કેમકે મને એ પહેલા એવા ઘણા અનુભવ થયેલા. મેં મારા સપના વિશે વધુ ચર્ચા કરી ઘણા મિત્રો ખોયા હતા. મિત્રો તો શું છેક મારા ઘરના સભ્યો સુધી કોઈજ મારી સપના વાળી વાત પર વિશ્વાસ ન હતું કરતુ!

જયારે હું આંઠ વર્ષનો હતો ત્યારે મને સ્વપ્ન આવેલ કે દાદાજી અકસ્માતમાં મરી જશે! મેં એ વાત મમ્મીને કહેલી પણ બધાએ એ વાતને હલકામાં લીધી કોઈ એની ગંભીરતા સમજ્યું નહિ અને ખરેખર એક અઠવાડિયા પછી દાદાજીને રસ્તો ઓળંગતી વખતે એક કાર ચાલકે કચડી નાખેલ.!

એ ઘટનાને પણ બધા ભૂલી ગયા અને હું સાચા સપના જોઉં છું એ વાતનેય ભૂલી ગયા ત્યારબાદ મને ઘણા સપના આવતા પણ હું એ કોઈને કેહતો નહિ. હા એ બધા જ સાચા પડતા!!!!!

હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે મને સ્વપ્ન આવ્યું કે મારા લગ્ન દિવ્યા સાથે થયા. હું મનોમન ખુશ થઇ એ સ્વપ્ન સાચું પડવાની રાહ જોવા લાગ્યો. મને એમ જ હતું કે બીજા બધા સપનાઓની જેમ આ સપનું પણ સાચ્ચું જ પડશે પણ બધું ઉલટું થયું! દિવ્યા અને મારા વચ્ચે કોઈક બાબતે વિવાદ થયો અને અમારું બ્રેકઅપ થઇ ગયું! મને એ સપનાઓ પરથી બિલકુલ ભરોસો ઉઠી ગયો પણ ચાર મહિના પછી અમે ફરીથી અક્બીજાથી બોલતા થયા અને અમને ખબર પડીકે બ્રેકઅપ બાદ અમે બંને એકલાજ રહ્યા હતા બેમાંથી એકેયે નવો સાથી પસંદ નહતો કર્યો અને અમે સમજી ગયા કે અમે ગમે તેટલા ઝઘડીએ પણ અમે એક બીજા માટેજ બનેલા છીએ અને બીજા કોઈને જીવનસાથી તરીકે પસંદ ન કરી શકીએ. અમે ફરીથી સાથે જીવતા હતા અને કોલેજનું ત્રીજું વર્ષ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યારે અમારા લગન થયા. લગનમાં મેં એજ શૂટ , એજ ક્રીમ કલર કોટ અને સફેદ શર્ટ પેહર્યા હતા ને દિવ્યાએ પણ એ સપના વાળોજ મરું રંગનો વાદળી તાર વાળો જોડો પેહર્યો હતો!!!!!

આટઆટલી ઘટનાઓ બની ગયા બાદ પછી મારે મારા સપના પર વિશ્વાસ કરવો જોઈએ કે નહિ? હું એક વિમાસણમાં હતો. એજ દિવસે કમ્પનીમાંથી મને ચન્ડીગઢના ઓર્ડર માટે મોક્લામાં આવ્યો. આમતો એ રૂટ મારા માટે એકદમ પરીચીત જ હતો. પહેલા જ કહ્યુંને કે છેલાં આંઠ મહિનાથી મને આ નોકરી મળી છે ને હું છાસવારે ટ્રેનમાં વરલીથી બાંદ્રા જાઉં છું અને ઘણીવાર ચંડીગઢ પણ જવાનું થાય છે…………

એ દિવસે હું ટ્રેનમાં હતો મને છેલ્લા એક મહિનાથી ટ્રેનની મુસાફરી દરમિયાન ડર લાગતો!!!!! હું કોઈ અજાણ્યા વ્યક્તિથી વાત ન કરતો. પણ એ દિવસે હું એકલો ન હતો મારી સાથે અમારો ક્લાર્ક નરેશ હતો. નરેશને હું છેલ્લા આંઠ મહિનાથી ઓળખતો હતો એટલે એનાથી ડરવાનો તો સવાલ જ ન હતો અને આમેય પૂરી ઓફીસમાં સૌથી સારો અને મળતાવડો નરેશ જ હતો. મને નોકરી મળી ત્યારથી છેક નોકરી જોઈન કર્યાના પહેલા દિવસ થીજ એ મારો મિત્ર બની ગયો હતો.

મને એના પર વિશ્વાસ હતો એટલે મેં એને પેલી સપના વાળી વાત કહેવાનું ચાલુ કર્યુ. છેક મારા બાળપણથી લઇ લગન પેહલા જોયેલ સ્વપનની વાત કરી. મેં એને એય કીધું કે મને સવપ્ન આવેલ કે મને આ કંપનીમાં નોકરી મળી છે એના ચાર છ દિવસ બાદ તરત જ એ કંપનીનો ઈન્ટરવ્યું બહાર પડ્યો ને હું એમાં પાસ થયો. મારા બધાજ સપના સાચા પડે છે.

એ શાંત ચીતે મારી વાત સાંભળી રહ્યો હતો મેં આગળ કહ્યું કે મને એક મહિના પહેલા સ્વપ્ન આવેલ અને એ સ્વપ્નમાં મેં મારી હત્યા થતી જોયેલ હત્યારો એક અજાણ વ્યક્તિ હતો એનો ચેહરો મને દેખાયો ન હતો પણ એના હાથમાં એક છરી હતી જેનો હાથો લાલ રંગનો હતો.

હું આગળ કઈ બોલું એ પહેલા નરેશે મને અટકાવીને કહ્યું, “એક મિનીટ…”

હું અટકી ગયો. એણે પોતાની લેધર બેગની ચેન ખોલી અને તેમાંથી એક છરી બહાર કાઢી. મને એ છરી બતાવી એ બોલ્યો; “આ છરી તો ન’તીને ?” મેં આસપાસ નજર કરી ડબ્બામાં અમે બેજ હતા ડબ્બો બિલકુલ ખાલી હતો!!!!!!

મેં એના હાથ માં રહેલ છરીને ધ્યાનથી જોઈ એ એજ છરી હતી લાલ હાથા વળી!!!!! મેં સપનામાં જોઈ હતી એજ છરી એના હાથા પર એજ સબ્દો લખેલા હતા ‘મેક્ષ સ્ટીલ’…………..!!!!!!!!!!!!!!!!! મારા શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું, મારી નજર જાંખી થવા લાગી, હું બોલ્યો; “હા આ….જ છ….રી હ…………..તી…………………………” અને બેભાન થઇ ગયો….

જયારે હું જાગ્યો ત્યારે મારી સામે એક લાસ પડી હતી…….. લાલ રંગના હાથા વાળી એક છરી એ લાસના પેટમાં ઉતરેલી હતી….. મેં નજીક જઈને જોયું તો એ મારી જ લાસ હતી……………….!!!!!!!!!!!!!!!!!!

તો હું આવી રીતે મર્યો છું……….!!!!!!!!! એ વાત ને આજે ઘણો સમય થઇ ગયો છે. હવે મને એ સપના નથી આવતા પણ છતાં હું આ ડબ્બા બહાર જઈ નથી શકતો………….!!!!!!!!!! મારા સપનામાં મારી હત્યા કરનાર એ અજાણ વ્યક્તિ હતો જયારે ખરેખર તો મને નરેશે માર્યો……. સપનામાં કોઈ ભૂલ કઈ રીતે થઇ હશે……???????? એ સવાલ મને આજે ય સમજતો નથી…………. ખેર જે થયું એ થયું મૃત્યુને આમ પણ રોકી શકાતું નથી……….. બસ હું એક વાર દિવ્યાને જોઈ લેવા માંગું છું……… એને જોયા વગર મને મુક્તિ ની મળે પણ હું આ ડબ્બા માંથી બહાર જી શકતો નથી………. હવે એક જ ઉપાય છે કા’તો યોગાનુયોગ દિવ્યા આ ટ્રેનમાં આજ ડબ્બામાં કોઈ દિવસ મુસાફરી કરે તો મને મુક્તિ મળે અથવા તો પછી આ ડબ્બામાં નરેશ બીજી વાર મુસાફરી કરે તો મને મુક્તિ મળી શકે………. ઘણા સવાલો ના જવાબ મને મળી શકે……… હું મૃત્યુ પછી રાત દિવસ આ ડબ્બામાં આવતા મુસાફરોના ચહેરા જોયા કરું છું………. ટનલો, સ્ટેશનો, અને રાતનું ઘોર અંધારું મને આ બારીમાંથી દેખાય છે પણ ક્યાય કોઈ સપનું આવતું નથી………… ખબર નહિ ક્યારે દિવ્યા કે નરેશ આવશે………..!!!!!!!!!!!

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

મિત્રો વાર્તા કેવી લાગી જણાવશો અને શેર કરો તમારા મિત્રો સાથે…

ટીપ્પણી