જાણો વિશ્વભરમાં પ્રખ્યાત એવા રાજસ્થાનના આ મહેલની ખાસિયતો વિશે

ભારત દેશની ખ્યાતિ વિશ્વભરમાં અનેક કારણોથી થઈ છે પરંતુ તેમાં સૌથી મોખરે છે ભારતના પર્યટન સ્થળ. જી હા ભારતમાં એવા ઐતિહાસિક સ્થળ આવેલા છે જે વિશ્વભરમાં અન્ય કોઈપણ દેશમાં જોવા મળતાં નથી. ભારતના ઐતિહાસિક સ્થળોનો વૈભવ તેનો ઈતિહાસ અને તેમાં છુપાયેલી કલાકૃતિઓનો મુકાબલો અન્ય કોઈ કરી ન શકે. આવું જ એક સ્થાન રાજસ્થાનમાં આવેલું છે. ચાલો જાણીએ રાજસ્થાનની આ ખાસ જગ્યા વિશે.રાજસ્થાનના સૌથી વિશાળ ચિત્તોડગઢ કિલ્લા વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ કિલ્લાની મુલાકાત લેવા વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. કારણ કે આ કિલ્લાની સુંદરતા કોઈપણ વ્યક્તિનું મન મોહી લે તેવી છે. આજે આપણે આ કિલ્લાની રસપ્રદ વાતો વિશે જાણકારી મેળવીએ. – ચિત્તોડગઢનો આ કિલ્લો 700 એકરમાં ફેલાયેલો છે અને તે પણ 508 ફૂટ ઊંચા પહાડ પર. આ કિલ્લાની અંદર જ આખું ચિત્તોડગઢ નગર વસેલું છે. આ પહાડ પર એક સુંદર તળાવ પણ છે.
– આ કિલ્લો વાસ્તુકલાનો બેનમૂન નમૂનો છે. આ કિલ્લાનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે અને આ કિલ્લામાં મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. – કિલ્લામાં અનેક સ્તંભ અને ઈમારતોમાં સુંદર નકશીકામ જોવા મળે છે. આ નકશીકામ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહિં એક સ્તંભ પણ છે જે 122 ફૂટ ઊંચો છે અને તેને બનાવવામાં તે સમયે લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ચર્ચાય છે. આ સ્તંભના શિખર સુધી પહોંચવા માટે 157 દાદર ચઢવા પડે છે.

– ચિત્તોડઢનો પેલેસ 9 માળનો છે અને તેને જોવા માટે લોકો દૂર દૂરથી અહિં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી