પિતાથી અલગ ઓળખ ઉભી કરી જાત મહેનતે પોતાની ઓળખ ઉભી કરનારી ભારતની ટોપ કરોડપતિ દીકરીઓ

ભારતની આ ટોપ કરોડપતિ પુત્રીઓ જેમણે પોતે જ પોતાની ઓળખ ઉભી કરી.

જ્યારે તમારા માતાપિતા કરોડપતિ હોય છે ત્યારે તમારું જીવન ઘણું સરળ બની જતું હોય છે. ચાંદીની ચમચી સાથે જન્મેલા (બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન) આ બાળકો માત્ર તેમના કૌટુંબિક નામના વારસદાર જ નહીં પણ તેમની કદાવર સંપત્તિના પણ વારસદાર છે. પણ ત્યારે શું થાય છે જ્યારે ભારતના અતિધનાડ્ય બાળકો તેમના વારસાથી અલગ જઈને કોઈ અલગ જ વ્યવસાય અપનાવી નવો ચીલો ચાતરે છે ?  હા તમે બરાબર જ વાંચ્યું છે ! તેઓ જાતે જ આ હરિફાઈ ભર્યા જગતમાં પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે. અને આ વાત છે ભારતની એ કરોડ પતિ દીકરીઓની જેમણે સાબિત કર્યું છે કે તેઓ માત્ર કરોડપતિ પિતાની પુત્રીઓ જ નથી.

  1. ઇશા અંબાણી

ઇશા અંબાણી બિઝનેસમેન મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દીકરી છે. યાલે યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયનનું ગ્રેજ્યુએશન પુરુ કરી, ઓક્ટોબર 2014માં તેણી જીઓ અને  રિલાયન્સ રીટેઇલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં જોડાઈ. તેણી સ્પોર્ટ્સ એન્થ્યુઝીયાસીસ્ટ છે અને પોતાની યુનિવર્સિટીમાં ફૂટબોલ ટીમમાં પણ રહી ચૂકી છે. તેણી એક તાલિમપામેલી પિયાનિસ્ટ પણ છે.

  1. અનન્યાશ્રી બીરલા

અનન્યાશ્રી બીરલા બિઝનેસ ટાઇકૂન કુમાર મંગલમ અને નીરજા બીરલાની દીકરી છે. તેણીના પિતા આદિત્ય બિરલા ગૃપના ચેરમેન છે. પણ માત્ર 20 વર્ષની ઉંમરે જ પોતાના પિતાના વારસાને અનુસરવાની જગ્યાએ તેણીએ પોતાનું અલગ માઇક્રો ફાયનાન્સ (સુક્ષ્મ ધિરાણ) ઓર્ગેનાઇઝેશન ‘સ્વતંત્ર’ની સ્થાપના કરી. આ કંપની ભારતના ગ્રામીણ વિસ્તારની સ્ત્રીઓને સુક્ષ્મ ધીરાણ પુરુ પાડે છે.

આમ કરીને આ કીશોરીએ પોતાના પિતાના 41 બિલિયન ડોલરના કદાવર વ્યવસાય – કે જે સિમેન્ટ, એલ્યુમિનિયમ, કપડાં અને વાયરલેસ સર્વિસ પુરી પાડે છે- તેમાં નહીં જોડાઈને તેણીએ સુક્ષ્મ ધીરાણ ક્ષેત્રમાં જંપ લાવ્યું જે ઘણીવાર મોટા વ્યાજ માટે નીંદાને પાત્ર ઠરે છે અને ઉધાર લેનાર પાસેથી બળજબરી નાણા પાછા લેવાના કારણે જ્યારે દેવાદાર આત્મહત્યા કરવા પ્રેરાય છે તે માટે નિંદા પામેલા ક્ષેત્રને તેણીએ પસંદ કર્યું છે.

  1. યશશ્વિની જિંદાલ

યશશ્વિની જિંદાલ બિઝનેસમેન નવિન જિંદાલ અને ખ્યાતનામ કુચીપુડી ડાન્સર શાલુ જિન્દાલની પુત્રી છે. તેણી પણ પોતાની કીશોરાવસ્થાના વર્ષોમાં એક સ્થાપિત કથક ડાન્સર સાબિત થઈ છે જેણે અગણિત રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય પુરસ્કારો મેળવ્યા છે. વર્ષ 2015માં, હિન્દુસ્તાન ટાઇમ્સે તેણીને દિલ્હીની મોસ્ટ સ્ટાઇલિસ્ટ યોથ આઇકોન તરીકે નવાજી હતી.

  1. નીશા ગોદરેજ

આદિ ગોદરેજની દીકરી નિશા પાસે હાવર્ડ યુનિવર્સિટીની એમબીએની ડીગ્રી છે. નીશા ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની ચેરપર્સન છે. તેણી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના હ્યુમન કેપિટલ ફંક્શન્સ અને કોર્પોરેટ સ્ટ્રેટેજી પર નજર રાખે છે. નિશા ગોદરેજ ગ્રુપની ‘ગુડ એન્ડ ગ્રીન’ પહેલની આગેવાની કરે છે અને ગોદરેજ ફેમેલિ કાઉન્સીલની પ્રક્રિયાઓની પોઇન્ટ પરસનછે. તેણી હાલમાં જીસીપીએલ, ગોદરેજ એગ્રોવેટ અને ટીચ ફોર ઇન્ડિયાના બોર્ડ્સમાં છે.

તેણી હાલમાં મુંબઈમાં પોતાના હસબન્ડ,કલ્પેશ મેહતા અને દીકરા ઝોરાન સાથે રહે છે.

  1. વેનિશા મિત્તલ

વેનિશા મિત્તલ, સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી એન. મિત્તલની દીકરી છે. વર્ષ 2007માં, ફોર્બ્સ મેગેઝિને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિની દીકરીઓની યાદીમાં તેણીને પ્રથમ સ્થાન આપ્યું હતું.

વર્ષ 2004થી, તેણી એલએનએમ હોલ્ડિંગ્સ (મિત્તલ ગૃપની કંપનીઓ) આર્સેલર મિત્તલ, મિત્તલ સ્ટીલ, તેમિરતાઉ જેએસસી ની ડિરેક્ટર છે. તેણી યુરોપિયન બિઝનેસ સ્કૂલ અને સ્કૂલ ઓફ ઓરિએન્ટલ માંથી આફ્રિકન સ્ટડીમાં ગ્રેજ્યુએટ થયેલી છે અને યુનિવર્સિટી ઓફ લંડનમાંથી તેણીએ બિઝનેસ અને સાઉથ એશિયનમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

વર્ષ 2004માં તેણીએ અમિત ભાટિયા જે એક ઇનવેસ્ટમેન્ટ બેન્કર છે અને હાલ તેણીના પિતાની જ એક બ્રિટેન સ્થિત કંપનીમાં કામ કરે છે તેની સાથે એક ખુબ જ ખર્ચાળ મેરેજ સેરેમનીમાં લગ્ન સંબંધથી જોડાઈ હતી.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

  1. જયંતિ ચૌહાણ

જયંતિ ચૌહાણ બિસલેરી ગૃપના માલિક રમેશ ચૌહાણની પુત્રી છે.  આ કંપનીની સ્થાપના તેણીના દાદા જયંતિલાલ ચૌહાણ દ્વારા 1963માં થઈ હતી. હાલ, જયંતિ આ ગૃપની ડિરેક્ટર છે. તેણીના તેના પિતા સાથે ખુબ જ સારા સંબંધ છે. 32 વર્ષિય પુત્રીના પિતા એક ગમે ત્યારે ઉપલબ્ધ પિતા છે અને તેનાથી વિશેષ એક મિત્ર પણ છે.  તેમણે જ તેણીને સ્વિમિંગ અને સાઈકલ ચલાવતા શીખવાડ્યું અને દાળ બનાવતા પણ.

  1. અક્ષતા મૂર્થિ

ઇન્ફોસિસના સ્થાપક, નારાયણ મુર્થિની પુત્રી અક્ષતા મૂર્થિ ડચ ક્લીનટેક ઇન્ક્યુબેટર ફન્ડ, ટેન્ડ્રીસમાં માર્કેટિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અક્ષતા ઇન્ફોસીસમાં 1.4 ટકા હિત ધરાવે છે. અક્ષતા બ્રિટિશ કન્ઝર્વેટીવ એમપી રીશી સુનક સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી છે.

  1. રોશની નાદાર

રોશની નાદાર, એચસીએલના સ્થાપક, શિવ નાદારની એક માત્ર સંતાન છે. રોશની એક તાલિમબદ્ધ શાશ્ત્રિય સંગીતકાર છે. તેણી એચસીએલ એન્ટરપ્રાઇઝની સીઈઓ અને એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. એચસીએલ કોર્પોરેશનની સીઈઓ બન્યા પહેલાં રોશની નાદાર શિવ નાદાર ફાઉન્ડેશન કે જેની હેઠળ ચેન્નઇમાં બિનનફાકારક શ્રી શિવસુબ્રમનિય નાદાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ ચાલે છે તેની ટ્રસ્ટી રહી ચૂકી છે. તેણી એચસીએલ ગૃપ બ્રાન્ડના બંધારણમાં પણ સંકળાયેલી છે.

રોશની શિખર મલ્હોત્રા સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી છે અને તેમને અરમાન નામનો પુત્ર પણ છે.

  1. પિયા સિંઘ

રિયલ એસ્ટેટ મેગ્નેટ કે.પી સીંઘની દીકરી પિયા સિંઘ તેણીના પિતાની 400 મિલિયન ડોલરની કંપનીમાં ભાગ ધરાવે છે. આ ઉપરાંત, 39 વર્ષિય તેણી ડીએલએફ એન્ટરટેઇનમેન્ટ વેન્ચર, ડીટી સિનેમાની હેડ પણ છે. તેણી સ્કીલ્સ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડની વાઇસ ચેરમેન પણ છે.

તેણી સુખ સંસાર હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ તેમજ હાઇટેક પ્રોપર્ટી ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઉત્તમ બિલ્ડર અને સાથે સાથે ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડની ડિરેક્ટર પણ છે.

10 રાધા કપૂર

રાધા કપૂર યસ બેન્કના ફાઉન્ડર રાના કપૂરની સુંદર પુત્રી છે. તેણીએ તેનું ફાઈન આર્ડ્સનું ગ્રેજ્યુએશન  પાર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઈનમાં પૂર્ણ કર્યું છે. તેણી ડિઝાઈન ઇનોવેશનને વેગ આપતા માઇક્રોસોફ્ટ વેન્ચરમાં પણ સહભાગિતા ધરાવે છે. તેણીના કહેવા પ્રમાણે, તેણીના પિતાએ જ તેણીને આ સાહસ માટે પ્રેરણા આપી છે. તેણી હાલ ડૂઈટ (ડીઓઆઈટી) ક્રિએશનની સીઈઓ અને આઈએસડીઆઈની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પણ છે.

રાધા દિલ્હી સ્થીત બિઝનેસમેન રવિખન્નાના પુત્ર ફાઈનાન્શિયલ ઇનવેસ્ટર અને હેજ ફન્ડ મેનેજર આદિત્ય સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી છે.

લેખન. સંકલન : અશ્વિન ઠક્કર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block