“ટોમેટો રસમ” – નામ તો બહુ સાંભળ્યું હતું હવે આજે બનાવી પણ લો…

“ટોમેટો રસમ”

સામગ્રી:

5-7 મિડીયમ ટમેટા
1-2 કપ પાણી
મીઠુ
1.5 ચમચી આમલી

પેસ્ટ માટે:

1/2 કપ કોથમીર
1/2 ઇંચ આદુ
5-6 લસણ કલી
6-7 મરી
1 ચમચી જીરુ

મસાલા:

2 ચમચી લાલ મરચું
1 ચમચી હલદર
મીઠું
1 ચમચી દેશી ગોળ (ઓપ્શનલ)
1.5 ચમચી રસમ મસાલો (ઓપ્શનલ)

વઘાર માટે:

1 ચમચો તેલ
1 ચમચી રાઇ
1ચમચી જીરુ
ચપટી હિંગ
1/2 ચમચી અડદની દાલ
1-2 લીલા મરચાની ચીરી
લીમડાના પાન

બનાવવાની સરળ રીત:

સૌ પ્રથમ આમલીને ગરમ પાણીમા પલાળી લેવી.
પછી ટમેટાને કુકરમા 1 કપ પાણી લઈ બે સિટી કરી લેવી.
ત્યાંસુધીમા કોથમીર, મરી, જીરુ, આદું, લસણને અધ્ધ કચરુ વાટી લેવું.
હવે ટમેટા અને આમલીની પ્યૂરિ કરી લઇ, વધારાનું પાણી ઉમેરી બરાબર ગાળી લેવું.
પછી એક પેનમા તેલ લઈ તેમા રાઇ, જીરુ, અડદની દાલ, હિંગ, લીમડાના પાન અને મરચાની ચીરી એક પછી એક ઉમેરી વઘાર કરવો.
પછી પ્યૂરિ ઉમેરી મસાલા માટેની સામગ્રી ઉમેરવી.
પછી ઉકળવા દેવું.
ઉકળી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર વડે ગર્નિશ કરવું.
તો તૈયાર છે ટોમેટો રસમ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર )

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી