વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

મેષ (15 એપ્રિલ, 2018)

નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

લકી સંખ્યા: 3

વૃષભ (15 એપ્રિલ, 2018)

આજે તમારા પર મોસમની અસર વર્તાશે-છેલ્લા કેટલાક દિવસથી દોડધામભર્યા કામે તમને થકવી નાખ્યા હોય એવું લાગે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. પારિવારિક તાણને ગંભીરતાથી લેજો. પણ બિનજરૂરી ચિંતા તમારી માનસિક તાણમાં ઓર વધારો કરશે. તમારા પરિવારના સભ્યો સાથે આ બાબતનો ઉકેલ તરત લાવવાનો પ્રયાસ કરજો તથા તમારી જાતને તાણ સાથે પનારો પાડવા માટે તૈયાર કરજો. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

લકી સંખ્યા: 2

મિથુન (15 એપ્રિલ, 2018)મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. જિદ્દી સ્વભાવ ખાસ કરીને મિત્રવર્તુળમાં ટાળવો. એ તમને મોંઘું પડી શકે છે કેમ કે તેને કારણે સંબંધો ગંભીર જોખમ હેઠળ આવી શકે છે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

લકી સંખ્યા: 9

કર્ક (15 એપ્રિલ, 2018)અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો. તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા,આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

લકી સંખ્યા: 3

સિંહ (15 એપ્રિલ, 2018)

અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

લકી સંખ્યા: 2

કન્યા (15 એપ્રિલ, 2018)

તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

લકી સંખ્યા: 9

તુલા (15 એપ્રિલ, 2018)

ચિંતાને લગતા વિચારો તમારી ખુશીને રોળી શકે છે. આ વિચારોને તમારા પર સવાર થવા દેતા નહીં કેમ કે તે માત્ર વિધ્વંસક શક્તિઓને જ અનુસરે છે અને હતાશાના બીજ રોપે છે. તમારી જાતને હંમેશાં હકારાત્મક બાબતોની અપેક્ષા રાખવા પ્રેરો તથા ર્દુઘટનાઓમાં પણ હાસ્ય શોધવાની તાલીમ આપો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે.

લકી સંખ્યા: 3

વૃશ્ચિક (15 એપ્રિલ, 2018)

કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.

લકી સંખ્યા: 4

ધનુ (15 એપ્રિલ, 2018)તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. તમારા કામમાં વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

લકી સંખ્યા: 1

મકર (15 એપ્રિલ, 2018)

સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પ્રૉપર્ટીને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. શક્યા હોય તો તેને સુમેળપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. કાયદાકીય હસ્તક્ષેપ કજાચ લાભદાયક ન પણ નીવડે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

લકી સંખ્યા: 1

કુંભ (15 એપ્રિલ, 2018)

વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

લકી સંખ્યા: 8

મીન (15 એપ્રિલ, 2018)

તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો.

લકી સંખ્યા: 6

વાંચો આજે જે વ્યક્તિઓનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે…

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

એપ્રિલ 15, 2018 – જૂન 05, 2018

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .
આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

જૂન 05, 2018 – જૂન 27, 2018

કેતુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .
વરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સરસ પ્રગતિ સાધી શકશો. પરિવાર તરફથી મળતા સહકારમાં વધારો થતો જોશો. દૂરના સ્થળે રહેતા લોકો તથા વિદેશી સાથીદારો પાસેથી મદદ મળશે. એક કરતાં વધુ સફળતાનું વચન આપતો આ સમયગાળો તમારી માટે અદભુત છે, શરત એટલી જ કે તમે તે માટે સખત મહેનત કરવા તૈયાર હો. નવી તકો તમારા સજાગપણે કરેલા પ્રયત્નો વિના તમારી સામે આવશે. સામાજિક વર્તુળમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. તમે નવું ઘર બંધાવશો અને તમામ પ્રકારની ખુશી માણી શકશો.

જૂન 27, 2018 – ઑગસ્ટ 27, 2018

શુક્ર તમારા ભાવ સંખ્યા 2 માં છે .
કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.

ઑગસ્ટ 27, 2018 – સપ્ટેમ્બર 14, 2018

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .
ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

સપ્ટેમ્બર 14, 2018 – ઑક્ટોબર 14, 2018

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .
અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.

ઑક્ટોબર 14, 2018 – નવેમ્બર 05, 2018

મંગળ તમારા ભાવ સંખ્યા 10 માં છે .
પરીક્ષામાં સફળતા અથવા પદોન્નતિ, અથવા વ્યવસાયમાં પ્રતિષ્ઠામાં વધારાની ખાતરી છે. પરિવાર તરફથી મળતા સહકારમાં થતો વધારો તમે જોઈ શકશો. દૂરના સ્થળે રહેતા લોકો અથવા વિદેશમાં વસતા સાથીદારો તરફથી મદદ મળશે. તમને નવું કામ મળશે, જે ફાયદાકારક પુરવાર થશે. ગમે તવી વિપરિત પરિસ્થિતિનો સામનો કરવાનો ગજબનો આત્મવિશ્વાસ તમારામાં જોવા મળશે.

નવેમ્બર 05, 2018 – ડિસેમ્બર 29, 2018

રાહુ તમારા ભાવ સંખ્યા 5 માં છે .
તમારી માટે આ સારો સમયગાળો નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે. તમારે કેટલાક બિનજરૂરી કાર્યો સાથે સંકળાવવું પડશે. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો ફૂડ પોઈઝનિંગ પેટને લગતી વ્યાધિનું કારણ થઈ શકે છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવું કેમ કે આ તબક્કો તમારી માટે આ અતિ સુમેળભર્યો નથી. નાની બાબતોને લઈને સગાં તથા મિત્રો સાથે તકરાર થવની શક્યતા છે. કોઈ મહત્વનાં પગલાં લેતાં નહીં અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ ઉપરાંત, તમારે નિરર્થક કામોનો હિસ્સો બનવું પડશે.

ડિસેમ્બર 29, 2018 – ફેબ્રુઆરી 16, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .
અત્યારે પોતાનું ધ્યાન રાખો અને તમારા પર બોજો ન વધે તેની તકેદારી રાખજો, આ રીતે તમે તમારી જાતને લાંબા સમય સુધી આગળ વધવા પ્રેરી શકશો. કેટલીક નિરાશા જોવા મળશે. તમારી હિંમત અને દૃઢતા તમારા શ્રેષ્ઠ ગુણો છે, પણ વધારે પડતા અડિયલ કે જક્કી થવાથી નુકસાન થઈ શકે છે. તમારા મિત્રો તથા સાથીદારો તરફથી જોઈતું પીઠબળ નહીં મળે. પરિવારના સભ્યોનો અભિગમ ખાસ્સો અલગ હશે. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે, ચક્કર તથા ઉલ્ટી, તાવના હુમલા, કાનનો ચેપ અને ઉલ્ટીથી પરેશાન થશો.

ફેબ્રુઆરી 16, 2019 – એપ્રિલ 15, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 10 માં છે .
આ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારી રાશી વાંચો ફક્ત અમારા પેજ પર. આપનો દિવસ શુભ રહે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block