આજનું રાશી ભવિષ્ય, તમારા આજના લકી નંબર સાથે..

श्री गणेशाय नम:
 દૈનિક પંચાંગ 

☀ 08 – Dec – 2017
☀ Vadodara, India

☀ પંચાંગ
? તિથી ષષ્ટિ (છઠ્ઠ) 26:53:37
? નક્ષત્ર આશ્લેષા 18:27:55
? કરણ :
ગરજ 15:44:55
વાણિજ 26:53:37
? પક્ષ કૃષ્ણ
? યોગ :
ઇન્દ્ર 09:08:23
વૈધૃતિ 30:30:09
? દિવસ શુક્રવાર

☀ સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
? સૂર્યોદય 07:04:18
? ચંદ્રોદય 23:00:00
? ચંદ્ર રાશિ કર્ક – 18:27:55 સુધી
? સૂર્યાસ્ત 17:53:26
? ચંદ્રાસ્ત 11:20:59
? ઋતું હેમંત

☀ હિન્દૂ માસ અને વર્ષ
? શકે સંવત 1939 હેવિલંબી
? કલિ સંવત 5119
? દિન અવધિ 10:49:08
? વિક્રમ સંવત 2074
? અમાન્ત મહિનો માર્ગશીર્ષ (માગશર)
? પૌર્ણિમાન્ત મહિનો પોષ

☀ શુભ/ અશુભ સમય
☀ શુભ સમય
? અભિજિત 12:07:14 – 12:50:30
☀ અશુભ સમય
? દુષ્ટ મુહૂર્ત :
09:14:07 – 09:57:24
12:50:30 – 13:33:47
? કંટક/ મૃત્યુ 13:33:47 – 14:17:03
? યમઘંટ 16:26:53 – 17:10:10
? રાહુ કાળ 11:07:43 – 12:28:52
? કુલિકા 09:14:07 – 09:57:24
? કાલવેલા 15:00:20 – 15:43:37
? યમગંડ 15:11:09 – 16:32:18
? ગુલિક કાળ 08:25:26 – 09:46:35
☀ દિશાશૂળ
? દિશાશૂળ પશ્ચિમ

☀ ચંદ્રબળ અને તારાબળ
☀ તારા બળ
? અશ્વિની, ભરણી, રોહિણી, આર્દ્રા, પુષ્ય, આશ્લેષા, માઘ, પૂર્વ ફાલ્ગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, શ્રાવણ, શતભિષ, ઉત્તરભાદ્રપદ, રેવતી
☀ ચંદ્ર બળ
? વૃષભ, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ

મેષ (8 ડિસેમ્બર, 2017)

વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પારિવારિક તાણને ગંભીરતાથી લેજો. પણ બિનજરૂરી ચિંતા તમારી માનસિક તાણમાં ઓર વધારો કરશે. તમારા પરિવારના સભ્યો સાથે આ બાબતનો ઉકેલ તરત લાવવાનો પ્રયાસ કરજો તથા તમારી જાતને તાણ સાથે પનારો પાડવા માટે તૈયાર કરજો. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 5

વૃષભ (8 ડિસેમ્બર, 2017)

બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. આજે તમારો મિજાજ આખો દિવસ ખરાબ રહેશે, જેની અસર તમારા કામની ગુણવત્તા પર પડી શકે છે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

લકી સંખ્યા: 4

મિથુન (8 ડિસેમ્બર, 2017)

તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

લકી સંખ્યા: 2

કર્ક (8 ડિસેમ્બર, 2017)

દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

લકી સંખ્યા: 6

સિંહ (8 ડિસેમ્બર, 2017)

આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

લકી સંખ્યા: 4

કન્યા (8 ડિસેમ્બર, 2017)

તમારૂં સ્વાસ્થ્ય તથા દેખાવ સુધારવામાં તમારી મદદ કરે તેવી બાબતો તમારે કરવી જોઈએ. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

લકી સંખ્યા: 3

તુલા (8 ડિસેમ્બર, 2017)

માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથી તમને આજે કંઈક એવું જણાવશે જે તમે જાણવા માગતા નથી.

લકી સંખ્યા: 5

વૃશ્ચિક (8 ડિસેમ્બર, 2017)

તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. આજે તમારા જીવનમાં પરદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે-આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

લકી સંખ્યા: 7

ધનુ (8 ડિસેમ્બર, 2017)

મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે.

લકી સંખ્યા: 4

મકર (8 ડિસેમ્બર, 2017)

તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમારો આત્મવિશ્વાસ તમારા વ્યાવસાયિક જીવન પર છાપ છોડશે. તમારો દૃષ્ટિકોણ અન્યોને સમજાવવામાં તથા તમેની મદદ મેળવવામાં તે તમને સહાય કરશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

લકી સંખ્યા: 4

કુંભ (8 ડિસેમ્બર, 2017)

તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

લકી સંખ્યા: 2

મીન (8 ડિસેમ્બર, 2017)

કોઈપણ ભોગે તમારી પત્નીનો વાંક કાઢી તેને ચીડવવાનું બંધ કરો. આવું કરવું એ બાબત મહ્દઅંશે અતાર્કિક આક્ષેપો તથા બિનજવાબદાર નિવેદનો તરફ દોરી જાય છે- જે અકારણ જ બંનેની લાગણીને ઠેસ પહોંચાડે છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

લકી સંખ્યા: 8

સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block