આજના બાળકનૈયા અને યશોદા મા

આજના બાળકનૈયાને તેની યશોદા મા સવારના પહોરમાં કઈ રીતે જગાડે છે, તે આપણા ખ્યાતનામ કવિ રતિલાલ બોરીસાગર આ હાસ્યગીતમાં આબાદ રીતે રજુ કરે છે:

જાગને જાદવા !

જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા !
તુજ વિના સ્કૂલમાં કોણ જાશે?

મેગી પિઝા અને કરકરા કુરકુરે,
‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે?
જાગ ને જાદવા…

લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું
પડ્યું હોમવર્ક પછી કોણ કરશે?
જાગ ને જાદવા…

બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,
દફતરનો ભાર તે કોણ વ્હેશે?
જાગ ને જાદવા…

વાન આવી જશે, હોર્ન બહુ મારશે,
તુજ વિના ગિરદી કોણ કરશે?
જાગ ને જાદવા…

સ્ટડીરૂમમાં વળી કવિતા ગોખતાં,
ફીલમી ગીતડાં કોણ ગાશે?
જાગને જાદવા…

ભણે સાગર વળી આટલું ભણ્યા પછી
નોકરીમાં તને કોણ લેશે?
જાગને જાદવા…

ટીપ્પણી