? આજનો દિવસ :- ૧ ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” જાણી લો ફક્ત આટલું…

એક વખત હુ મારા મિત્ર સાથે વાળઁદની દુકાને દાઢી કરાવવા ગયો. વાળઁદ ખુરશી પર બેસાડીને દાઢી કરવાનુ શરુ કરી રહ્યો હતો. ત્યારે જ એ મિત્રએ કહ્યુ,”ભાઇ, પતરી(બ્લેડ) બદલો.” વાળઁદ કશુ કહેવા જતો હતો પણ અટકી ગયો. ત્યારબાદ એણે) પતરી બદલા નાખી. જયારે અમે નીકળ્યા ત્યારે મિત્રએ મને કહ્યુ,”આજ પછી અહીઁ કયારેય આવવાનુ જ નહીઁ. ત્યારે મને ખુબ જ આશ્વર્ય થયેલુ.!

આ પ્રસઁગ યાદ આવવાનુ કારણ આજે વિશ્વ એઇડસ દિવસ છે. એઇડસ અઁગે જાગૃતતા લાવવા માટે વૈશ્વિક કક્ષાએ આ દિવસ ઉજવવામાઁ આવે છે. આ દિવસ ઉજવવા અઁગેની જાહેરાત વિશ્વ આરોગ્ય સઁસ્થાએ ઓગસ્ટ, ઇ.સ. ૧૯૮૭ માઁ સ્વિટઝલેંડના જીનીવા ખાતેના વિશ્વિક કાર્યક્રમમાઁ કરી હતી. ૧ ડિસેમ્બર, ૧૯૮૮ થી આ દિવસ નિયમિત રીતે દર વર્ષે ઉજવવામાઁ આવે છે. વિશ્વમાઁ આજ સુધી સાડા ત્રણ કરોડથી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે. ભારતની જ વાત કરીએ તો વીસ લાખની વધારે લોકો આ રોગનો ભોગ બની ચુકયા છે. એઇડસની તકેદારીરુપે ઇ.સ.૧૯૯૧માઁ ભારતના મહાનુભાવે સુચન કરેલુ કે ભારતમાઁ આવતા વિદેશી પર્યટકો કે અન્ય કોઇપણ હોય તેના છેલ્લા છ મહિનાના બ્લડ રીપોર્ટ અને શારીરિક તપાસ કર્યા પછી જ ભારતમાઁ પ્રવેશ આપવો. પરઁતુ આ સુચન લોકોએ અવગણી નાખેલુ. આ રોગનો સૌ પ્રથમ કેસ ઇ.સ. ૧૯૮૧ માઁ નોધાયો હતો. એઇડસ નુ આખુ નામ એકવાઇડ ઇમ્યુનો ડેફીશિયંસિ સિન્ડ્રોમ છે, જયારે એઇડસે HIV નામના વાઇરસથી થાય છે. (H.I.V. – હ્યુમન ઇમ્યુનોડેફિશન્સિ સિન્ડ્રોમ). સામાન્ય રીતે એઇડસનો ચેપ લાગ્યા પછી આઠ થી દસ વર્ષ ખબર પડે છે કે વ્યકિત એચ.આઇ.વી. પોઝિટીવ છે. એઇડસ થવાના મુખ્ય કારણોમાઁ સૌથી વધુ જવાબદાર કારણ હોય તો એ છે જાતીય જીવન. અસલામત સઁભોગ(Sex)નો ફાળો ૭૦% કહી શકાય. આ રોગના જઁતુઓ એટલે કે વાઇરસ શરીરમાઁ પ્રવેશ કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે. જેથી વ્યક્તિ સામાન્ય શરદી કે તાવના લીધે પણ મૃત્યુ પામે છે. એઇડસનો દર્દી ખરેખર તો પોતાના સ્વજનોના વર્તન દ્રારા વધુ મુશ્કેલી અનુભવતો હોય છે. ૬૦% કિસ્સાઓમાઁ દર્દી આવા કારણોસર જ મૃત્યુને વહેલા વહાલુ કરે છે. ખરેખર તો આવા સમયે દર્દીના સ્વજનોએ એને હુઁફ અને હિમત આપવી જોઇએ. તમને કદાચ જાણીને આશ્વર્ય થશે કે એઇડસના વાઇરસને મચ્છર પચાવી શકતુ નથી. જો મચ્છર એઇડસના દર્દીનુ લોહી પીવે તો એનુ મૃત્યુ થાય છે આ વાત વૈજ્ઞાનિક સઁશોધનો દ્રારા બહાર આવી છે.

? કારણો :-

? જે વ્યક્તિ ચેપી હોય એની સાથે અસલામત રીતે જાતીય સઁબઁધ બાઁધવામાઁ આવે.

? એચ.આઇ.વી. પોઝિટીવ વ્યકિતના શરીરનુ લોહી અન્ય વ્યકિતને ચડાવવામાઁ આવે.

? એચ.આઇ.વી. પોઝિટીવ વ્યકિતના શરીરમાઁ એક વખત ઇન્જેકશનની સોયનો ઉપયોગ થયો હોય એ દુષિત સોય એટલે કે નિટલ થી બીજાને ઇન્જેશન આપવામાઁ આવે. (આપણે ઉપરોક્ત વાળઁદની સત્યઘટના જોયુ)

? એચ.આઇ.વી. પોઝિટીવ માતામાઁથી બાળકને પણ ચેપ લાગે છે.

? લક્ષણો :-

? સતત ઝાડા
? સતત વજનમાઁ ઘટાડો
? સ્નાયુઓનો દુખાવો
? રાત્રે ખુબ જ પરસેવો વળવો
? ચામડી પર અને જનનાઁગો પર ડાઘ થવા

આપણે આ દિવસે શક્ય એટલી લોકજાગૃતી ફેલાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. આપણે આ રોગ પર પ્રકાશ પાડતા ચલચિત્રો પણ બહુ ઓછા બન્યા છે. (સલમાનખાન, શિલ્પા શેટ્ટી અને અભિષેક બચ્ચન અભીનિત “ફિર મિલેઁગે” અને જુહી ચાવલા અભીનિત “માય બ્રધર નિખિલ”.) ભારતમાઁ છેલ્લા થોડા સમયથી આ રોગમાઁ ઘટાડો નોધાયો છે. પરઁતુ આ રોગ વિશે કેટલીક ગેરમાન્યતાઓ એવી ફેલાએલે છે કે કુઁવારી છોકરી સાથે સઁભોગ કરવાથી આ રોગ માઁથી ઉગરી શકાય છે! બીજી પણ એવી કેટકેટલી માન્યતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. આ માટે જાગૃતા જરુરી છે.

ઇ.સ. ૧૯૮૩ ની વાત છે, વિમ્બલ્ડના વિશ્વ વિજેતા આર્થર એશ નામના ખિલાડીને એઇડસ હોવાનુ ડોકટરે જણાવેલુ. પરઁતુ આ ખિલાડીને રોગનો ચેપ અસુરક્ષિત રક્તના લીધે થયો હતો. એના હ્દયના ઓપરેશન વખતે ચડાવવામાઁ આવેલુ લોહી આ માટે જવાબદાર હતુ. શરુઆતમાઁ આ વાત ખાનગી રાખવામાઁ આવી હતી. પરઁતુ આઠમી એપ્રિલ, ૧૯૯૨ના રોજ આર્થરે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેરાત કરી. સમગ્ર અમેરિકામાઁ ત્યારે ખળભળાટ થય ગયો હતો. એમના ચાહકોમાઁ તો જાણે આઘાતનુ મોજુ ફરી વળેલુ. એ સમયે ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા ન હતુ.

સેલિબ્રીટીઓ પત્રવ્યવહાર વડે કામ ચલાવતા હતા. આર્થર એશને ત્યારે શુભેચ્છાઓ માટે લાખો પત્રો આવતા. કોઇનાઁ ભગવાનની પ્રાર્થના તો કોઇમાઁ આર્થર માટે પ્રશ્ન. એક ચાહકે આર્થરને પ્રશ્ન કરતા લખ્યુ હતુ કે,”તમારે ઇશ્વરને પ્રશ્ન કરવો જોઇએ કે આ કરોડોની દુનિયામા આ રોગ માટે મારી પસઁદગી જ કેમ ?“ ત્યારે આર્થર એશે આ ચાહકને ખુબ જ સરસ પ્રત્યુત્તર આપેલો.

પ્રિય મિત્ર,

આ સમગ્ર વિશ્વમાઁ પચાસ કરોડ બાળકો ટેનિસ રમવાનુ શરુ કરે છે. તેમાઁથી પાઁચ કરોડ બાળકો સારુ ટેનિસ રમી શકે છે. તેમાઁથી પાઁચ લાખ ખેલાડી જ પ્રોફેશનલ ટેનિસ શીખે છે. અને તેમાઁથી પચાસ હજાર ખેલાડી સ્પર્ધામાઁ ભાગ લે છે.

તેમાઁથી પાઁચ હજાર ખેલાડીઓ ગ્રાન્ડસ્લેમ સુધી પહોઁચે છે. તેમાઁથી પચાસ ખેલાડીઓ વિમ્બલ્ડન રમે છે, તેમાઁથી ચાર ખેલાડીને સેમી ફાઇનલમાઁ અને ફકત બે ખેલાડીઓને જ ફાઇનલમાઁ તક મળે છે. આમાઁથી વિશ્વવિજેતાની પદવી તો કોઇ એક ને જ મળે!!!

મને જયારે વિશ્વવિજેતાની પદવી મળેલી ત્યારે મે ઇશ્વરને પુછ્યુ ન હતુ કે આ સમગ્ર વિશ્વમાઁ મને જ કેમ આ પદવી મળી! તો અત્યારે હુ ઇશ્વરને આવો સવાલ કેમ કરી શકુ કે આ રોગ માટે મારી જ પસઁદગી કેમ ?

લેખક : Vasim Landa

શેર કરો આ માહિતી અને જાગૃત કરો દરેક મિત્રને. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી