આજનો દિવસ : “આઁતરરાષ્ટ્રીય ગુલામી નાબુદી દિવસ” આજનું જાણવા જેવું…

ગુલામી એટલે શુઁ ?

આ પ્રશ્નનો જવાબ અઘરો છે, દરેક વ્યક્તિ પોતપોતાના દ્રષ્ટ્રીકોણ મુજબ જવાબ આપશે. સામાન્ય રીતે સ્વાતઁત્રતા ઉપર તરાપ એટલે ગુલામી. કેટલાક લોકોનો જવાબ કદાચ એક સરખો મળે કે એક વ્યક્તિ કે દેશ બીજા વ્યક્તિ કે દેશ પાસે પોતાનુ ધાર્યુઁ જ કરાવે એટલે ગુલામી. મારી દ્રષ્ટ્રીએ ગુલામી એ એક અવસ્થા છે કે જેમાઁ વ્યકિત કે દેશને એ ખબર નથી હોતી કે તે કયારે ગુલામ થયા અને કયારે સ્વતઁત્ર. ગુલામી દ્રારા શોષણ જ કરવામાઁ આવે છે. આજે આ ગુલામી વિશે ચર્ચા કરવાનુ કારણ ફક્ત એટલુ જ કે દર વર્ષે બીજી ડિસેમ્બરના રોજ સઁયુક્ત રાષ્ટ્રસઁઘ દ્રારા આઁતરાષ્ટ્રીય ગુલામી નાબુદી દિવસ તરીકે ઉજવવામાઁ આવે છે. આ દિવસ અઁગેનો ઠરાવ સઁયુક્ત રાષ્ટ્રસઁઘે જ બીજી ડિસેમ્બર ૧૯૪૯ ના રોજ કર્યો હતો. ઇ.સ. ૧૯૮૬ થી દિવસ દર વર્ષે નિયમિત રીતે ઉજવવામાઁ આવે છે.

એક સમય હતો કે બ્રિટન દ્રારા અડધુ વિશ્વ ગુલામ હતુ. પણ કદાચ તમને જાણીને આશ્વર્ય થશે કે બીજી સદીમાઁ બ્રિટન પોતે જ રોમન લોકોનુ ગુલામ હતુ. બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની આર્થિક સ્થિતિ નબળી થતા ક્રમશ: એક પછી એક દેશને સ્વતઁત્ર્યતા આપવા માઁડી. પરઁતુ આજે પણ વિશ્વના કેટલાઁક દેશો એક યા બીજી રીતે જે-તે દેશોના ગુલામ છે. સ્વતઁત્રતા ખરી પણ નામ ની જ. આર્થિક નિણર્યો કે નિતીઓ જે-તે દેશને અનુરુપ જ લેવામાઁ આવે છે. જો કે સઁયુકત રાષ્ટ્રસઁઘનો મુખ્ય હેતુ બાળકો, પુરુષો અને સ્ત્રીઓને પકડીને ભીખ માઁગવા કે વ્યભિચાર જેવા જે-તે ગેરવ્યવસાસિક રીતે ઉપયોગ કરવામાઁ આવે છે એ અઁગે જનજાગૃતિ લાવવાનો છે. જેથી આવી પ્રવૃતિઓ અઁકુશમાઁ લાવીને નાબુદ કરી શકાય.

આપણા દેશમાઁ તો દરેક પ્રકારે સ્વતઁત્રતા છે જેમ કે વાણી સ્વાતઁત્ર્ય, ધર્મિ નિરપેક્ષતા, વગેરે. પરઁતુ આપણો દેશ માનસિક રીતે ગુલામીમાઁથી આજે પણ બહાર નીકળીયો નથી જ. એજ્યુકેશન સીસ્ટમ કે ન્યાયપ્રણાલી આજે પણ અઁગ્રેજોએ જે રીતે આપેલી એ પ્રમાણે જ છે. અરે દેશ આઝાદ થયો ત્યારે પણ કેટલાક વર્ષો સુધી દેશના ઉચ્ચહોદ્દાઓ પર અઁગ્રેજ અધિકારીઓ જ હતા ! ઉપરાઁત આજે પણ જે-તે ક્ષેત્રમાઁ અઁગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપી આપણી રાષ્ટ્રભાષા કે માતૃભાષાને ગૌણ ગણવામાઁ આવે છે એ ગુલામી નથી તો શુ છે ? જો કે આ બધી તો ગુલામીની અન્ય વાત થઇ. હવે મુળ વાત પર આવીએ તો. વ્યક્તિ વેપાર, જાતીય શોષણ, ઇચ્છા વિરુધ્ધ લગ્ન કરાવવા, સશસ્ત્ર સઁઘર્ષ માટે બાળકો કે યુવાનોને ફરજ પાડવી કે ભીખ મઁગાવવી જેવી બાબતોને ગુલામી નાબુદ દિવસ સાથે સાઁકળવામાઁ આવી છે. આજે પણ વિકાસશીલ અને વિકસિત દેશોમાઁ સ્ત્રીઓ અને બાળકોને અપહરણ કરીને કે ફરજ પાડીને ગરીબ અને પછાત દેશોમાઁ વેચવામાઁ આવે છે. તો કયારેક ગરીબ અને પછાત દેશોમાઁથી પણ સ્ત્રીઓ કે બાળકોને આવી પરીસ્થિતીનો સામનો કરવો પડતો હોય છે. માનવ વેપાર તો ગેરકાયદેસર છે જ સાથે સાથે બાળકોને ભીખ પણ મઁગાવવી ! કયારેક તો એવુ થાય છે કે આ જગતની પરાકાષ્ટા શુ હશે? આવુ કાર્ય કરનાર વિચારશુન્ય હશે?, શુ એમને લાગણીઓ કે ભાવનાઓ નહી હોય? છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાઁ પણ આવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. વર્તમાન પત્રોમાઁ પણ ઘણીવાર આવા પ્રસઁગો જોવા મળે છે કે ગુજરાતમાઁથી ગુમ થયેલ બાળક મહારાષ્ટ્રમાઁ ભીખ માઁગતા મળી આવ્યુ કે એક પુરુષે મહારાષ્ટ્રના એક વિસ્તારમાઁ એક સ્ત્રીને વેચીને વ્યભીચારના વ્યવસાયમાઁ હોમી દિધી વગેરે વગેરે… … . જો આપણા વર્તુળમાઁ આવુ થતુ જોવા મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી જોઇએ. અથવા જે-તે એન.જી.ઓ.ને આ અઁગે માહિતી પહોઁચતી કરવી જોઇએ.

લેખક : વસીમ લાંડા

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી