? આજનો દિવસ :- ડો.ભીમરાવ આંબેડકર અવસાન : ૬ ડિસેમ્બર, ૧૯૫૬…

એક વખત વડોદરા ના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડ એક શાળામાં મુલાકાતે ગયા. મુલાકાત દરમિયાન એમની નજર એક તેજસ્વી બાળક પર પડી. એમણે એ બાળકને શિષ્યવૃત્તિ આપીને બાળકને વિદેશ શિક્ષણ સુધીની સુવિધાઓ પણ સરળ કરી આપી. આ બાળક એટલે બીજું કોઇ નહી પરંતુ ડો. ભીમરાવ આંબેડકર.

એક ગરીબ મહાર પરિવારમાં જન્‍મેલા ભીમરાવ રામજી આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્‍ચ નાગરિક પુરસ્‍કાર ભારત રત્‍નથી ૧૯૯૦માં નવાજવામા આવ્‍યા હતા. તેઓ શરૂઆતના ગણ્‍યાગાંઠ્‍યા દલિત સ્‍નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાષા, અર્થશાષા અને રાજનીતિશાષાના સંશોધન માટે કોલમ્‍બિયા યુનિવર્સિટિ અને લંડન સ્‍કુલ ઓફ ઇકોનોમિક્‍સ દ્વારા ડોક્‍ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્‍યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્‍યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્‍વતંત્રતા માટે લડત આદરી હતી.

ભારતરત્‍ન ડો. ભીમરાવ રામજી આંબેડકરનો જન્‍મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્‍ય પ્રદેશનાં એક સામાન્‍ય મહાર કુટુંબમાં થયો હતો. પિતાનું નામ રામજી માલોજી સક્‍પાલઅને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્‍પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્‍કરની શાળામાં તેઓ હેડ માસ્‍ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્‍કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્‍યારે માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવ રામજી આંબેડકર કાયદાશાષાી, રાજનેતા, તત્‍વચિંતક, નૃવંશશાષાી, ઇતિહાસકાર અને અર્થશાષાી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.

ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્‍કેલીઓ વચ્‍ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્‍કૂલનું શિક્ષણ મુંબઈની એલ્‍ફીન્‍સ્‍ટન હાઇસ્‍કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્‍કોલરશીપની વ્‍યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્‍યાત એલ્‍ફીન્‍સ્‍ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્‍ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્‍નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્‍યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજયના લશ્‍કરમાં એક લશ્‍કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સક્‍પાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્‍યુના કારણે ભિમરાવને ખુબજ દુઃખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્‍વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્‍ચ અભ્‍યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્‍યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્‍યાત કોલમ્‍બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્‍યાસ શરુ કર્યો. અભ્‍યાસના પરિપાક રૂપે ‘પ્રાચીન ભારતીય વ્‍યાપાર’ વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્‍બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્‍ચ પદવી પ્રાપ્ત કરી. ત્‍યાર બાદ સતત અભ્‍યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્‍કી અર્થવ્‍યવસ્‍થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્‍બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્‍ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્‍યશાળી બન્‍યા. આમ, આંબેડકર હવે ડો. આંબેડકર બની ગયા.

? થોડું સંક્ષિપ્ત

૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ ત્રણ વર્ષની કામગીરી પછી ૧૯૫૦માં ર૫ જાન્યુઆરી એ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેનો મુસદ્દો તૈયાર કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપણા પ્રથમ કાયદાપ્રધાન અને નેતા ડો. ભીમરાવ આંબેડકરે આપ્યો હતો.

* ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુ મુકામે તે સમયે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો.

* તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.

* તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા એટલે શાળામાં ભીમરાવની અટક આંબાવાડેકર હતી, પરંતુ પછી એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબાવાડેકર સુધારીને આંબેડકર કરી નાખ્યું. ત્યાર બાદ ભીમરાવ હંમેશાં આંબેડકર સરનેમથી જ ઓળખાયા.

* ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકર એક અભ્યાસુ અર્થશાસ્ત્રીરૂપે ઓળખાતા હતા. મહારાજા સયાજીરાવએ આંબેડકરજીને વડોદરા સ્ટેટમાં નોકરી આપી અને પછી મહિને સાડા અગિયાર પાઉન્ડની સ્કોલરશિપ આપીને કોલંબિયા યુનિ.માં ભણવા મોકલ્યા. બાબાસાહેબ આંબેડકર સર્વક્ષેત્રીય જ્ઞાન ધરાવતા હતા અને તેમની બહુમુખી પ્રતિભા હતી. કાનૂન, ફિલસૂફી, રાજકારણ, સમાજશાસ્ત્ર અને અથર્શાસ્ત્ર તમામનું ઊંડું જ્ઞાન હતું.

* ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી.

* ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએની ડિગ્રી મેળવી. ૧૯૧૬માં પીએચડી માટે ‘બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપર તૈયાર કરેલો મહાનિબંધ કોલમ્બિયા યુનિર્વિસટીને રજૂ કર્યો. જેને માન્ય રાખીને તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી.

* અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યાં અને ફરીથી વધુ અભ્યાસના હેતુથી ઇંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા.

* ઇંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેઓ જાહેરજીવનમાં પણ કાર્યરત થયા. તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.

* તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.

* ૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે ડો. આંબેડકરની વરણી કરવામાં આવી.

* ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. દુનિયાના ઇતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી. આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગૃત કરવા માટે આપી.

* ડાયાબિટીસની બીમારીના કારણે દિલ્હી ખાતે ૬ ડિસેમ્બર, ૧૯૫૬માં તેમનું નિધન થયું હતું. ૧૯૯૦માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન એનાયત કરાયું.

* તેમનું સૂત્ર હતું: “એજયુકેટ! ઓર્ગેનાઇઝ! એજીટેટ!” – ખૂબખૂબ ભણો. સંગિઠત થાઓ, અને સંઘર્ષ કરો. લડો. લડ્યા વગર કંઈ મળવાનું નથી…

તેઓ મુંબઈની સિડનહેમ કૉમર્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બનેલા. ‘લંડન યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઈને ઇન્ડિયા ઓફિસમાં જઈને આંબેડકરજી અર્થશાસ્ત્રનાં પુસ્તકો ખાસ વાંચતા. વાંચતાં વાંચતાં ભૂખ લાગે તો એક કપ ચા અને સાથે એક પાપડથી કામ ચલાવી લેતા. આ કરકસર તેમનું અંગત અર્થશાસ્ત્ર હતું. તેમને મળતી સ્કોલરશિપમાંથી પણ તેઓ પૈસા બચાવતા.
બસને બદલે પગે ચાલીને જતા.’

કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા પછી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસની ડિગ્રી લઈ તેમણે ઘણા યુરોપના દેશોના અર્થતંત્રનો અભ્યાસ કર્યો.

‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્સિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ નામનો ગ્રંથ આંબેડકરજીએ લખ્યો. તેની પ્રસ્તાવના મહાન અર્થશાસ્ત્રી પ્રો. એડવીન આર.એ. સૈલિગમને લખેલી.

? માહિતી સૌજન્ય : ઇન્ટરનેટ

લેખક : વસીમ લાંડા

શેર કરો આ પોસ્ટ દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી