કાંકરિયા પ્રાણીસઁગ્રહાલય મુલાકાત તો લીધી જ હશે, જાણો કોણે અને ક્યારે સ્થાપના કરી આ પ્રાણીસઁગ્રહાલયની…

આજનો દિવસ : ૮ એપ્રિલ ઝુ લવર્સ ડે

રુબેન ડેવિડ :=- પ્રાણી મારા સાથી

જેવી રીતે એક સાચો સઁત મોક્ષ મેળવવા માટે પોતાની જાતને સઁપુર્ણપણે ઇશ્વરને સમર્પિત કરી દે છે તેવી જ રીતે એક સાચો કર્તવ્યનિષ્ઠ સ્વને ઓગાળીને પોતાના કાર્યમાઁ એવો ખુઁપી જતો હોય છે કે તેના કામ સાથે હ જાણે એકાકાર થઇ જાય છે. આ પ્રકારના સાચા કર્મયોધ્ધા જવલ્લે જ જોવા મળતા હોય છે અને તેમાઁ પદ્મશ્રી રુબેન ડેવિડનો સમાવેશ થાય છે. ઉનાળાના વેકેશનમાઁ અમદાવાદમાઁ ફરવા માટે કયાઁ જવુઁ તેની યાદી જે સ્થળ વિના અધુરી છે તેમાઁ કાઁકરિયા પ્રાણીસઁગ્રહાલયનો સમાવેશ થાય છે. ઇ.સ. ૧૯૫૧માઁ સ્થપાયેલુઁ કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલય ૩૧ એકરમાઁ ફેલાયેલુઁ છે અને તેમાઁ ૪૫૦ પ્રાણી, ૨ હજાર પક્ષી, ૧૪૦ સરિસૃપ છે. કમલા નહેરુ ઝુઓલોજિકલ પાર્ક તરીકે ઓળખાતા કાઁકરિયા પ્રાણીસઁગ્રહાલયની સ્થાપના માટે ઇઝરાયેલમાઁ જન્મનારા અને અમદાવદને કર્મભુમિ બનાવનારા રુબેન ડેવિડે પોતાનો જીવ રેડી દીધો હતો. આજે રુબેન ડેવિડની વાત એટલા માટે કેમકે ૮ એપ્રિલની ઉજવણી ‘ઝુ લવર્સ ડે’ તરીકે કરવામાઁ આવે છે. ચાલો, રુબેન ડેવિડ અને કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલયની જાણી-અજાણી વાતોની સહેલ કરી લઇએ….

૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૨ના જન્મેલા રુબેન ડેવિડે વ્યવસાયે મુખ્યત્વે પ્રાણીઓના ડોક્ટર હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્દેશ બાદ રુબેન ડેવિડે કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલયની બ્લ્યુ પ્રિંટ તૈયાર કરી ત્યારે તેને ‘હિલ ગાર્ડન ઝુ’ નામ આપવાનુઁ નક્કી કરવામાઁ આવ્યુઁ હતુઁ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા રુપનગર સર્કસ પાસેથી પ્રાણીઓ ખરીદવામાઁ આવતા અને જેનાથી રુબેન ડેવિડે પ્રાણી સઁગ્રહાલયની શરુઆતને હજુ થોડા વર્ષ થયા હતા અને આ દરમિયાન રાજવી પરિવારે કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલયને સિઁહના બચ્ચાની ભેટ આપી હતી. માઁસાહાર કરતા પ્રાણીઓનો પ્રાણીસઁગ્રહાલયમાઁ સમાવેશ કરવો કે નહીઁ તેના અઁગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા એક મહિના સુધી નિર્ણય લઇ શકાયો નહોતો. જે દરમિયાન રુબેન ડેવિડે આ સિઁહના બચ્ચાને પોતાના ઘરે જ રાખ્યા હતા. રુબેન ડેવિડના પુત્રીએ તેમના પુસ્તકમાઁ જણાવ્યુઁ છે કે, ‘મારા પિતા દરરોજ સવારે ૮ ના ટકોરે કાઁકરિયા પ્રાણીસઁગ્રહાલયમાઁ જવા માટે નીકળી જ જતા અને રાત્રે ૮ વાગે ઘરે પરત ફરતા. કોઇપણ પ્રાણી ગમે તેટલા હિઁસક મિજાજમાઁ કેમ ના હોય તે કયારેય મારા પિતાને કરડયુઁ નથી. મારા માટે તો મારા પિતા જ ટારઝન હતા. તેમણે મને તાકાત, કુનેહ, પ્રેમ અને સારી રમુજવૃત્તિથી જીવન કેવી રીતે જીવવુઁ તે શિખવાડયુઁ હતુઁ.’

રુબેન ડેવિડનુઁ સ્પષ્ટપણે માનવુઁ હતુઁ કે, ‘પ્રાણી સઁગ્રહાલય એક એવુઁ સ્થળ છે જે મનુષ્ય-પ્રાણીઓ વચ્ચે સેતુરુપ ભુમિકા અદા કરે છે.’ કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલયમાઁ આવેલુઁ પ્રાણી ગમે તેવુઁ હિઁસક કેમ ના હોય તે રુબેન ડેવિડને જોતાઁ જ તેમને તાબે થઇ જતુઁ. આ જ કારણ છે કે તેઓ કોઇપણ ડર વિના સિઁહ, રીઁછના પાઁજરામાઁ જઇ શકતા. રુબેન ડેવિડનો હઁમેશાઁથી આગ્રહ રહેતો કે કોઇપણ પ્રાણી ગમે તેટલુઁ હિઁસક કેમ ના બન્યુઁ હોય તો પણ તેઁની ઉપર બેહોશ કરી શકાય તેવી ગનનો ઉપયોગ નહીઁ જ કરવાનો. મોન્ટુ નામનો સિઁહ, એમિલી નામની ચિમ્પાન્ઝી, રાજુ નામનો વાઘ તેમના સૌથી પસઁદીદા હતા. રુબેન ડેવિડ પોતાની કાર પાઁજરા પાસે અટકાવીને તેમને વ્હાલ કરે નહીઁ ત્યાઁ સુધી આ પ્રાણીઓ ચીચીયારીઓ કરતા. તેઓ પ્રાણીઓ સાથે કલાકો સુધી તેમની જ ભાષામાઁ વાત કરતા હતા. પ્રાણીઓ વચ્ચે જવામાઁ ડર નથી લાગતો તેમ પુછવામાઁ આવે ત્યારે તેમનો એક જ જવાબ રહેતો, ‘બે પગા માનવી કરતા ચાર પગના પ્રાણીઓ વચ્ચે રહેવુઁ મને વધુ સલામત લાગે છે. મને ખાતરી છે કે તેઓ મને કયારેય દગો નહીઁ આપે.’

ઇ.સ.૧૯૬૮માઁ સ્વરપેટીની કેન્સરને લીધે રુબેનડેવિડે અવાજ ગુમાવ્યો તેમ છતાઁ જીવનપર્યઁત ઇલેક્ટ્રો લેરિંક્સ સ્પિચ દ્રારા વાર્તાલાપ જાળવી રાખ્યો હતો. ઇ.સ.૧૯૭૫માઁ રુબેન ડેવિડને જે સમારોહમાઁ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાઁ આવ્યો તેમાઁ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાઁધીએ કહ્યુઁ હતુઁ કે, ‘ડેવિડ, અવર કંટ્રી ઇઝ પ્રાઉડ ઓફ યુ.’ ૨૪ માર્ચ, ૧૯૮૯માઁ તેમનુઁ ૭૭ વર્ષની ઉઁમરે અવસાન થયુઁ હતુઁ. હવે કાઁકરિયા પ્રાણી સઁગ્રહાલયની મુલાકાત લો ત્યારે રુબેન ડેવિડને ચોક્કસ સલામ કરજો. આ તો જસ્ટ વાત છે કે, કાઁકરિયા પ્રાણીસઁગ્રહાલયનુઁ નામ તેને સર્જનારા રુબેન ડેવિડ સાથે જ જોડવામાઁ આવે તો વધુ યોગ્ય નહીઁ ગણાય ?

લેખક : ચિઁતનભાઇ બુચ

સાભાર : વસીમ લાંડા

માહિતી કેવી લાગી તેનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, અને દરરોજ અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી