આજનો ખાસ દિવસ :- શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મદિવસ-ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ.. શેર કરો અને લાઇક કરો..

 

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર

? જન્મ :-

૯ નવેમ્બર, ૧૮૬૭ (દેવદિવાળી)
વાવણીયા, તા.માળિયા-મિયાણા, મોરબી

? અવસાન :-

૯ એપ્રિલ, ૧૯૦૧ (૩૩ વય)
રાજકોટ

? માતા :-

દેવબાઈ

? પિતા :-

રાવજીભાઈ

? ભાઇ :-

મનસુખભાઇ

? મુળ નામ :-

નાનપણમાં ‘લક્ષ્મીનંદન’,
પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ.

? પત્ની :-

ઝબકબાઇ

? પુત્રો :-

છગનલાલ,
રતિલાલ

? પુત્રીઓ :-

જવલબેન,
કાશીબેન

? શિક્ષણ :-

પ્રાથમિક – સાત ધોરણ

? થોડું વધારે અગત્યનું

ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું. પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો. સાત વર્ષની ઉમરે એક પરિચીત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.

ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો. આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી. સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા. પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા. ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે. અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
ઈ.સ.૧૮૯૬ માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી. ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ નિવૃત્તિ

ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં. તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ.

તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે. સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

–શ્રીમદ્ રાજચંદ્ર

? જીવન

શ્રીમદ્ રાજચંદ્રના જીવન પર દ્રષ્ટિપાત કરીએ તો એક વિરલ ઘટના એ જાણવા મળે છે કે વ્યવહારના પ્રસંગોમાં પણ એમની સંવેદનશીલતા પ્રગટ થાય છે અને એથીય વિશેષ એમાંથી અધ્યાત્મરસ નીતરે છે. સામાન્ય બનાવને આધ્યાત્મિક પુરુષ કઈ રીતે મૂલવે તેનાં હૃદયસ્પર્શી દ્રષ્ટાંતો શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાંથી જોઈ શકાય છે. તેઓ કાવિઠા ગામમાં હતાં અને ત્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં રહ્યા હતા. આ સમયના બે પ્રસંગો જોઈએ.

? મન

એકવાર મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદ્ને પૂછ્યું, ”આ મન સ્થિર રહેતું નથી. તેનો કોઈ ઉપાય બતાવો ને?”
શ્રીમદ્ રાજચંદ્રે એનો ઉપાય બતાવતાં કહ્યું, ”એક પળ પણ નકામી પસાર કરવી નહિ. વૈરાગ્ય આદિમાં વૃદ્ધિ કરે તેવા સારા ગ્રંથનું વાંચન-મનન કરવું. એવું કશું ન થાય તો માળા ગણવી. જો મનને નવરું રાખશો તો એ ક્ષણમાં સત્યાનાશ વાળી દેશે. એને સદ્વિચારરૃપ ખોરાક આપતા રહેવો જોઈએ. જેમ પશુને કંઈ ને કંઈ ખાવા જોઈએ, એની ખાણનો ટોપલો મૂક્યો હોય તો તે ખાધા કરે છે તેવું મનનું છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તો મનને સદ્વિચારરૃપ ખોરાક આપવો. મન કહે તેથી ઊલટું વર્તવું. તેને વશ થઈ તણાઈ જવું નહિ.”

? ભક્તિ

એકવાર ઝવેરચંદ શેઠના ઘેર મેડા ઉપર શ્રીમદ્નો બોધ સાંભળીને પ્રાગજીભાઈ જેઠાભાઈએ કહ્યું, ”સાહેબ! ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને આપેલું પેટ ખાવાનું માગે છે. તેથી કરીએ શું?”
શ્રીમદે કહ્યું, ”તમારા પેટને અમે જવાબ દઈએ તો?”
આમ કહીને શ્રીમદે ઝવેરચંદ શેઠને કહ્યું, ”તમે જે ભોજન કરતા હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે. પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહિ. સંસારની વાતો કરવી નહિ. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહિ.”
શ્રીમદ્દની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, ”ઓહ! અમારાથી એ પ્રમાણે રહેવાય નહિ.” ત્યારે શ્રીમદે કહ્યું કે, ”આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું? જીવ આમ છેતરાય છે.”

વિભૂતિઓના જીવનની આવી નાની ઘટનાઓ પણ એમના હૃદયની વિશાળતાનો અને માનવતાનો સ્પર્શ કરાવે છે. ભૌતિક જગતમાં બનતી સ્થૂળ ઘટનાઓમાંથી વ્યક્તિને જગાડીને શ્રીમદ્ એમને આધ્યાત્મિક દશા તરફ દોરી જતા હતા.

? વિરોધી

શ્રીમદ્ રાજચંદ્રના સંસારજીવનની આ ઘટના છે. દરેક વિભૂતિના જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવે છે જે એમનો પ્રખર વિરોધ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં ભણજી મકણજી નામની વ્યક્તિએ આવો પ્રયાસ કર્યો. એની ઈચ્છા એ હતી કે શ્રીમદ્ના સંતસ્વરૃપની અગ્નિપરીક્ષા કરવી.

આથી એણે ગુસ્સે થઈને શ્રીમદ્ વિરુદ્ધ ભાષણ આપવાનું શરૃ કર્યું.
ગુસ્સો આવે છે એક તરંગરૃપે, પણ ધીરે ધીરે માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું થાય છે.

ભાણજી મકનજીનું આવું જ થયું. એણે જાણે શ્રીમદ્ સાથે વેર હોય એ રીતે ઝેર ઓકવા માંડયું. એકવાર શ્રીમદ્ મુમુક્ષુજનો સાથે બેઠા હતા, ત્યારે ભાણજીએ આવીને જોરશોરથી કહ્યું કે તમે તે સાવ ઢોંગી છો. લોકોને અવળે માર્ગે ચઢાવો છો.

આક્ષેપોને અક્કલ હોતી નથી. એનો કોઈ છેડો હોતો નથી. ભાણજી મકનજી બેફામ આક્ષેપો કરવા લાગ્યો. ન બોલવાના શબ્દો બોલ્યો.
શ્રીમદ્ની આસપાસ બેઠેલા લોકો અકળાઈ ગયા, પરંતુ શ્રીમદે એક અક્ષર પણ વળતો પ્રત્યુત્તર આપ્યો નહિ.

ભાણજી મકનજીની ધારણા એવી હતી કે એના આક્ષેપો સાંભળીને શ્રીમદ્ રાજચંદ્ર અકળાઈ જશે, ખૂબ ક્રોધે ભરાશે, અને તે રીતે એ સાબિત કરશે કે શ્રીમદ્ સદ્ગુરુ કે સંતસ્વરૃપ નથી. પરંતુ કોઈ પ્રતિભાવ ન મળતાં ભાણજી મકનજી થાક્યો. ક્રોધને કારણે એણે સાનભાન ગુમાવ્યાં હતાં, તે પાછાં આવ્યાં. એને પોતાની ભૂલ સમજાઈ. પરિણામે પાઘડી ઉતારીને શ્રીમદ્ના પગ પાસે મૂકી, વારંવાર નમન કરવા લાગ્યો.

ભાણજી મકનજીએ ક્ષમામૂર્તિ શ્રીમદ્ને કહ્યું કે આપની પરીક્ષા કરવા જતાં મારાથી મહાદોષ થઈ ગયો છે, પરંતુ આપણી કરુણાશીલ ક્ષમાને કારણે મને માફી આપો.

એ દિવસ પછી ભાણજી મકનજી શ્રીમદ્ પ્રત્યે પરમ વિનય અને અગાધ શક્તિ દાખવતા રહ્યા.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન અને સંકલન :-
— Vasim Landa

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી