નખ ચાવવાની આદતને ચપટીમાં છોડાવવા આજથી જ અપનાવો આ ઉપાયો…

મોટાભાગના નાના બાળકોને મોંમા અંગુઠો તેમજ આખો દિવસ નખ ચાવવાની ખૂબ જ ગંદી આદત હોય છે. જ્યારે નાના બાળકો નખ ચાવે છે ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના કિટાણુઓ જાય છે અને પછી ઇન્ફેક્શન થવા લાગે છે. આમ ઇન્ફેક્શન થવાને કારણે બાળક જલદી બીમાર પડી જાય છે. જો કે બાળકોની આ આદતથી પેરેન્ટ્સ અનેક ઘણી ચિંતાઓમાં પડી જાય છે. બાળકોની આ આદતને છોડવવા માટે માતા-પિતા અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે તેમ છતા તેઓ તેમના બાળકોને આ આદત છોડાવી શકતા નથી.

આમ, જો તમારા બાળકોને પણ આવી ગંદી આદત પડી ગઇ છે અને તમે તેને સુધારવા ઇચ્છો છો તો આજથી જ આ ટિપ્સ ફોલો કરવા લાગો. જો તમે રેગ્યુલરલી આ ટિપ્સ ફોલો કરશો તો તમારા બાળકની આ આદત જલદી જ સુધરી જશે અને તે અનેક બીમારીઓથી બચી પણ જશે.

 નખ પર લગાવો કડવી વસ્તુ

જો તમારા બાળકને નખ ચાવવાની આદત છે તો તેના નખ પર કોઇ પણ પ્રકારની કડવી ચીજ લગાવો. કડવી વસ્તુ નખ પર લગાવવાથી તમારું બાળક જેવુ મોંઢામાં નખ નાખશે તેવો જ તેનો સ્વાદ કડવો લાગવા લાગશે જેથી કરીને તે બીજી વખત નખ મોંઢામાં નાખશે નહિં અને તેની આ આદત છૂટી જશે. નખ ચાવવાની આ આદતને છોડાવવા માટે મરચાનો પાવડર અને લીમડાનો રસ એક બેસ્ટ ઉપાય છે.

નેઇલ પોલિશ રિમૂવર

નખ ચાવવાની આદતને છોડવવા માટે બાળકોની આંગળીઓ પર નેઇલ રિમૂવર પણ તમે લગાવી શકો છો. નેઇલ રિમૂવરવાળી આંગળી જ્યારે તે મોંઢામાં નાખશે ત્યારે તરત જ તેનો સ્વાદ બદલાઇ જશે અને તેની આ આદત છૂટી જશે. આ પ્રયોગ જો તમે અઠવાડિયું કરશો તો તમારા બાળકની નખ ચાવવાની આ આદત આપોઆપ જ છૂટી જશે અને ઇન્ફેક્શન લાગવાનો ડર પણ રહેશે નહિં.

બેન્ડેજ અથવા સ્ટીકર લગાવો

બાળકોના નખ પર બેન્ડેજ તેમજ કોઇ સ્ટીકર લગાવીને પણ તમે તેની આદતને છોડાવી શકો છો. બેન્ડેજ તેમજ સ્ટીકર લગાવવાથી બાળક નખ ચાવી નહિં શકે જેથી કરીને તેની આ આદત ખૂબ જ જલદી છૂટી જશે.

હાથમાં મોજા પહેરાવો

બાળકોના નખ ચાવવાની આદતને જલદી છોડવવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. તમારા બાળકને આખો દિવસમાં હાથમાં મોજા પહેરાવીને રાખો જેથી કરીને સરળતાથી તે નખને ચાવી શકશે નહિં. આ પ્રકારના નાના હાથના મોજા તમને સરળતાથી બજારમાં મળી રહે છે. જો કે આ પ્રકારના નાના હાથના મોજા તમે જાતે પણ ઘરે બનાવી શકો છો. આ હાથના મોજા ઘરે બનાવતી વખતે તેમજ બહારથી લાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, તમે જે મોજા બહારથી ખરીદો છો અથવા તો ઘરે બનાવો છો ત્યારે તેનું કાપડ સોફ્ટ હોય તે ખૂબ જ ધ્યાન રાખવું. જો હાથના મોજાનું કાપડ એકદમ કડક અને આંગળીઓ પર કરડે એવું હશે તો તેનાથી બાળકની આંગળીઓને નુકશાન થાય છે. તમને જણાવી દઇએ કે, નાના બાળકોની સ્કિન ખૂબ જ સેન્સેટિવ હોવાથી આ પ્રકારની અનેક વાતોનુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર, બીજા મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરજો.

ટીપ્પણી