વર્કિંગ વુમન્સ છો અને સ્માર્ટનેસમાં ડબલ વધારો કરવો છે? તો ફોલો કરો આ ટિપ્સ

વર્કિંગ વુમન્સ ઘર અને ઓફિસની વચ્ચે સતત વ્યસ્ત રહેવાને કારણે તેમને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલીનું કામ બની જાય છે. જો કે આ બધા કારણોની વચ્ચે તે રોજ ફટાફટ તૈયાર થઇને પોતાના કામ પર નીકળી જાય છે, જે કારણોસર તે પોતાના હેરથી લઇને સ્કિનની કોઇ પણ જાતની કેર કરી શકતી નથી. આમ, પછી જ્યારે વર્કિંગ વુમન્સ બહાર જાય ત્યારે તેને પોતાના ચહેરાથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો કે આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં રાખીને કેટલીક સહેલી ટિપ્સ જણાવીશું જે તમને બહાર જતી વખતે તેમજ કોઇ પ્રસંગમાં જતી વખતે ખૂબ જ કામમાં લાગશે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરીને બહાર જશો તો તમે અનેક મુંઝવણમાંથી બહાર નિકળી જશો. આ ટિપ્સ તમને ખૂબ જ ઓછા સમયમાં પ્રોપર લુક આપશે.

ભીના વાળને આ રીતે સુકવો

વર્કિંગ વુમન્સને કોઇ પ્રસંગમાં કે પાર્ટીમાં જવાનું હોય અને વાળને જલદીથી કોરા કરવાનું થાય તો તેમના માટે એ બાબત માથાના દુ:ખાવા સમાન બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી મુશ્કેલીમાં મુકાવો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આ માટે હવે તમારે એક વાત ધ્યાનમાં રાખવી કે, જ્યારે તમારે અરજન્ટમાં બહાર જવાનું થાય અને સાથે-સાથે હેર વોશ કરવાના થાય ત્યારે વાળને ઝડપથી સુકવવા માટે સૌ પ્રથમ હેર વોશ કરી લેવાના અને પછી તરત જ માથાના વાળમાં રૂમાલ વીંટી દેવો. 10 મિનિટ પછી હેર ડ્રાયર કરવુ જેથી કરીને વાળ પણ તરત સુકાઇ જશે અને હેર સ્ટાઇલ પણ તમારા હેરમાં સારી આવશે.

બહાર જતી વખતે ડાર્ક સર્કલને છુપાવો આ રીતે

વર્કિંગ વુમન્સને રાત્રે ઊંઘવામાં વધુ પ્રમાણમાં મોડુ થઇ જવાને કારણે તેમને આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. બહાર જતી વખતે ડાર્ક સર્કલને છુપાવવા માટે તમે સ્કિન ટોન અથવા સફેદ પેન્સિલનો ઉપયોગ કરો. આ સાથે તમે આઇલાઇનરનો પણ ઉપયોગ કરી શકો છો.

મેનીક્યોર અને પેડીક્યોરવર્કિંગ વુમન્સની પાસે એટલો સમય નથી હોતો કે, તેઓ સમય નિકાળીને સ્પેશિયલ હાથ-પગની કેર કરી શકે. પણ જો તમે રાત્રે સુતા પહેલા હાથ અને પગમાં પેટ્રોલિયમ જેલી લગાવો પછી પગમાં મોજા પહેરી લો અને હાથને કોઇ કપડાથી ઢાંકી દો. આ પ્રોસેસ જો તમે અઠવાડિયામાં માત્ર ત્રણ વાર કરશો તો તમારી હાથ-પગની સ્કિન એકદમજ સોફ્ટ રહેશે અને સ્કિન કાળી પણ નહિં પડી જાય. આ સાથે તમારે જ્યારે અચાનકજ બહાર જવાનુ થશે તો હાથ-પગ એકદમ સુંદર પણ લાગશે.

સનસ્ક્રીન લોશન લગાવવાની ટેવ પાડો

દરેક વર્કિંગ વુમન્સે સૂર્યના જોખમી કિરણોથી પોતાની ત્વચાની કાળજી રાખવા માટે સનસ્ક્રીન લોશન લગાવવુ જોઇએ. જો તમને લાગી રહ્યું છે કે, સનસ્ક્રીન માત્ર ખેલાડીઓ કે પછી એ લોકો માટે જ બન્યું છે જેઓ દિવસભર બહાર રહે છે તો આવું વિચારવું એકદમ ખોટું છે. સનસ્ક્રીન લગાવવાથી ત્વચા ટેન નથી થતી અને તેનાથી કરચલીઓ સામે પણ રક્ષણ મળે છે. સૂર્યમાં બહાર નીકળવાની 30 મિનિટ પહેલા તમારા હાથ અને ચહેરા પર સનસ્ક્રીન અવશ્ય લગાવો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર. તમારા મિત્રોને પણ કહો આપણું પેજ લાઇક કરવા માટે…

ટીપ્પણી