સ્ટ્રેસ દુર કરવા માટે વૈજ્ઞાનીકોએ જણાવી છે આ સરળ રીત તો આજથી શરૂઆત કરો…

ખુશ રહેવું જિંદગીની સૌથી મોટી ચેલેન્જ છે. આપણને બધાને જિંદગીમાં કોઈને કોઈ તકલીફો હોય છે અને આવામાં સ્ટ્રેસ આવે છે. આજના સમયમાં કદાચ જ કોઈ વ્યક્તિ એવી હશે જેને કોઈ દુખ કે તકલીફ ન હોય અને જે ખુશીથી જિંદગી જીવી રહ્યો હોય. સ્ટ્રેસને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને તેને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પરંતુ હવે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, સાયન્સમાં કેટલીક એવી રીતે વિશે બતાવાયું છે, જેનાથી તમે ખુશ રહી શકો છો. આ રીત પણ બહુ જ સરળ છે. તો આજે જાણી લો ખુશ રહેવાની રીતો, જેનાથી તમે સરળતાથી ખુશ રહી શકો છો.

– ચૂપચાપ, રિલેક્સ થઈને 10 મિનીટનુ વોકિંગ કરવાથી દિમાગને આરામ ળે છે. પાર્ક કે કોઈ પણ લીલોતરીવાળી જગ્યામાં તમે શાંતિથી 10 મિનીટ ચાલી શકો છો.

– સંગીતની અસર સીધી દિમાગ પર પડે છે. પોતાની પસંદનુ કોઈ પણ ગીત ચલાવો અને જુઓ તમારું સ્ટ્રેસ કેવી રીતે છુમંતર થઈ જાય છે. તે તમારા દિમાગમાં ફીલ ગુડવાળા ન્યૂરોકેમિકલ્સ ભરી દે છે. જે તમારા હાર્ટ રેટની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ ઓછું કરી દેશે. સ્ટ્રેસ ઓછું કરવાની સૌથી આસાન રીતમાં સંગીત સાંભળવું છે.– શરીરની હેલ્થમાં શ્વાસને બહુ જ મહત્ત્વનું મા્નવામાં આવ્યું છે અને જો તમે ઊંડા શ્વાસ લઈને છોડી દેશો તો તમને લાગશે, જાણે કે મન પરથી કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય. બ્રીથિંગ એક્સરસાઈઝ આપણા શરીર અને દિમાગને પોષિત કરે છે. કેટલાક ઊંડા શ્વાસ લેવાથી તમારો સ્ટ્રેસ ચપટીમાં ઓછો થઈ જશે.

– કોઈ કેન્ડી, ચોકલેટ કે ડ્રિંક પીવાથી ગ્લોકોકોર્ટિકોઈડ નામનું સ્ટ્રેસ હોર્મોનનો સ્ત્રાવ ઓછો થવા લાગે છે. પરંતુ તે તમારે વધુ માત્રામાં તેનું સેવન ન કરવું, નહિ તો તેનાથી વજન વધી જશે.

– એવા બહુ લોકો હોય છે, જેમને ઊંઘવાથી સૌથી વધુ ખુશી મળે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થઈને બ્લડ પ્રેશર લો રહે છે. રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે, એક નેપ લીધા બાદ વ્યક્તિ વધુ એલર્ટ રહે છે અને તેનાથી તણાવ પણ ઓછો થઈ જાય છે અને બૌદ્ધિક ક્ષમતા વધે છે.

– ચ્યૂઈંગમ ન માત્ર શ્વાસ તેજ કરે છે. પંરતુ તેનાથી તણાવ પણ ઓછો થાય છે.– એક્સરસાઈઝ ન માત્ર તમને ફીટ રાખે છે, પંરતુ થોડી મિનીટોમાં સ્ટ્રેસ લેવલ પણ ઓછો થઈ જાય છે.

– એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, એક કપ બ્લેક ટી લેવાથી સ્ટ્રેસ લેવલ ઓછો થાય છે અને શરીર પણ રિલેક્સ અનુભવે છે.

– આ વાત સાબિત થઈ ચૂકી છે કે સ્કીન થી કોઈ સ્કીન સંપર્કમાં આવે, એટલે કે ગળે મળવું કે કોઈના સ્પર્શથી જ સ્ટ્રેસ અને બ્લડ પ્રેશર ઓછું થનારા હોર્મોનરિલીઝ થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી