શું તમને દરરોજ સતત માથાનો દુખાવો રહે છે તો આ માહિતી ખાસ તમારા માટે જ છે…

માઇગ્રેન એટલે કે માથામાં થનાર અસહ્ય દુખાવો, સમય જતાં માઇગ્રેનની સારવાર જરૂરી છે. બોલચાલની ભાષામાં તેને માથાનો દુખાવો, આધાશિશિ વગેરે કહે છે. સવારમાં સૂરજ ઉગવાની સાથે સાથે આ દુખાવો વધતો જાય છે. સૂરજના કિરણો તેજ થવાની સાથે માઇગ્રેનનો દુખાવો પણ વધતો જાય છે. માઇગ્રેનની તકલીફ દરમિયાન જે દુખાવો થાય છે તે માથાના એક તરફ જ થાય છે જે ખૂબ જ પીડાદાયક હોય છે. માઇગ્રેન પીડિત લોકોને લાગે છે કે જેમ કે તેમના માથા પર કોઇ હથોડા મારી રહ્યું છે. ક્યારેક ક્યારેક તો આ દુખાવો 2-3 દિવસ સુધી પણ રહે છે.

ઘણીવાર દવાઓ પણ તેના ઉપચારમાં કારગર સાબિત થતી નથી. પરંતુ તેના ઘરેલુ ઉપચાર દ્વારા તેને સરળતાથી ઠીક કરી શકાય છે. અમે તમને જણાવી દઇએ કે કેવી રીતે આ આર્યુવેદિક ઉપાય જેનાથી તમે માઇગ્રેનમાંથી રાહત મેળવી શકો છો.

ગરમ અથવા ઠંડા પાણીથી મસાજ

આ દુખાવામાં કેટલાક લોકોનેગરમ અથવા કેટલાક લોકોને ઠંડા પાણીથી મસાજ કરવાથી આરામ મળે છે. એક ટુવાલને ગરમ પાણીમાં ડુબાડો પછી હળવા હાથે દુખાવાવાળા ભાગ દબાવો. આ પ્રકારે જે લોકોને ઠંડા પાણીથી રાહત મળે છે, તે બરફના ટુકડાનો ઉપયોગ કરી શકે.

બરફના ટુકડા

બરફના ટુકડાને એક પેકમાં મુકીને પણ તમે માથાની માલિશ કરી શકો તેમાં એંટી ઇમલૈંફટરી ગુણ હોય છે જે દુખાવાનો ઓછો કરે છે. સાથે જ તમે કોઇપણ ઠંડી વસ્તુનું પેક બનાવી શકો છો. આ ઉપરાંત ખભા અને ગરદનની આસપાસ લગાવો, ખૂબ રાહત મળશે.

દેસી ઘી

દેસી ઘીના ફાયદા વિશે તો બધાએ સાંભળ્યું જ હશે. પરંતુ માઇગ્રેન માટે આ ઉત્તમ ઔષધિ છે. માઇગ્રેનમાં દરરોજ ગાયના દેસી ઘીના બે ટપકાં નાકમાં નાખો અથવા પછી તેને દુખાવાવાળી જગ્યા પર લગાવો. તેનાથી થોડીવારમાં તમારો માઇગ્રેનનો દુખાવો દુર થઇ જશે.

કપૂર

કપૂરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંક્શનલ જેવા મેડિકલ ગુણ હોય છે જે સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. કપૂરને ઘીમાં મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી માઇગ્રેનના લીધે થનાર દુખાવામાં રાહત મળી શકે છે.

લીંબૂની છાલ

સ્વાસ્થ અને સૌદર્યમાં લીંબૂ ખૂબ કારગર ગણવામાં આવે છે, લીંબૂની છાલને વાટીને તેનો લેપ તૈયાર કરી લો. આ લેપને માથા પર લગાવો. દુખાવામાંથી તાત્કાલિક રાહત મળશે. જો આ બધા ટોટકાથી દુખાવામાં રાહત ન મળે તો ડોક્ટરનો સંપર્ક કરો.

કોબીજ

કોબીજમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે, આ પેટની સાથે સાથે માઇગ્રેન માટે પણ ખૂબ ફાયદાકારક છે. કોબીજના પત્તાને વાટીને ગર્દન અને ખભા પર લગાવવાથી પણ માઇગ્રેનમાંથી છુટકારો મળી શકે છે.

ગાજર અને ખીરાનો રસ

સલાડમાં ગાજર અને ખીરા તો તમે ખાતા હશે, પરંતુ તમે ઇચ્છો તો માઇગ્રેનની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. ગાજર અને ખીરાનો રસ કાઢો. તેને ખભા અને ગરદન પર લગાવો તેનાથી તમને આરામ મળશે. આ કેટલાક દેસી નુસખા છે જેની મદદથી તમે માઇગ્રેનના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

સૌજન્ય : બોલ્ડ સ્કાય

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે જેમને સતત માથાનો દુખાવો રેહતો હોય છે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી