ધ્યાન અને યોગ કરવા માટે કેવી જગ્યા પસંદ કરવી એ વાંચો અને જાણો…

- Advertisement -

આજકાલ અનેક લોકો દરરોજ યોગા કરતા હોય છે. યોગા કરવાથી મન શાંત થાય છે અને સાથે-સાથે સ્ટ્રેસ લેવલ પણ ઓછુ થાય છે. જો કે દરરોજ યોગ કરવાના અનેક ઘણા ફાયદાઓ છે. રિસર્ચ એવુ કહે છે કે, જો તમે દરરોજ સવારમાં ઉઠીને યોગા કરો છો તો તમારી યાદશક્તિમાં વધારો થાય છે. આમ, જો તમે યોગ પણ પ્રોપર રીતે કરતા નથી તો તેનાથી તમને અનેક ઘણું નુકસાન પણ થાય છે. આ સાથે જ જો તમે દરરોજ યોગ કરો છો તો તમારે સૌ પહેલા તમારા રૂમની ચોખ્ખાઇ પર ધ્યાન આપવુ જોઇએ. કારણકે જ્યાં યોગા કરવા બેસીએ ત્યાં જો ગંદકી હોય તો તેનાથી હેલ્થ ખરાબ થાય છે. તો આજે જાણી લો તમે પણ તમારો મેડિટેશન રૂમ કેવો હોવો જોઇએ.

– ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેડિટેશન રૂમની ડિઝાઇન પર પૂરતુ ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. મેડિટેશન રૂમ પૂરી રીતે શાંત અને રિલેક્સ ફીલ કરાવે એવો હોવો જોઈએ. કોઈપણ ટાઇપનો ઘોંઘાટ એટલે કે ટીવી, કમ્પ્યુટર, ટેલિફોન વગેરે ચીજો મેડિટેશન રૂમથી દૂર રાખો. જો કે દરેકના શાંતિ મેળવવાના, રિલેક્સ થવાનીરીતો અલગ-અલગ હોયછે, પણ મેડિટેશન રૂમ એવો હોવો જોઈએ જેમાં પ્રવેશતાની સાથે જ તમારા મનને શાંતિનો અહેસાસ થાય.

– કચરોઅને એક્સ્ટ્રા ચીજોને આ રૂમમાં સ્થાન છે જ નહીં. આ રૂમમાં એવી ચીજો રાખો જેતમને રિલેક્સ કરાવે. ફૂલો, આરસપહાણની બુદ્ધની મૂર્તિ, કેન્ડલ, પ્લાન્ટ્સ, નાનો ફાઉન્ટન વગેરે મેડિટેશન રૂમ માટે યોગ્ય ડેકોરેટિવ આઇટમ્સ છે. જો બીજુંકંઈ રાખવું હોય તો એક સી.ડી.પ્લેયર રાખી શકાય જેમાં શાંતિ આપનારું ઇન્સ્ટુમેન્ટલ મ્યુઝિક વાગતું હશે તો ધ્યાન ધરવામાં મજા આવશે.

– રૂમમાં દરેક ચીજ એટલે કે રંગ, પડદા, મેટ્રેસ બધું જમેડિટેશનમાં મદદ કરનારું હોવું જોઈએ. આ રૂમમાં વધારે બારીઓ નહીં હોય તો પણચાલશે, કારણ કે જો બારી-બારણાં વધુ હશે તો ઘોંઘાટ વધશે અને મેડિટેશન રૂમમાટે એ યોગ્ય નહીં ગણાય.

– મેડિટેશન માટેનો રૂમ બને એટલા ધ્વનિપ્રદૂષણથી દૂર હોવો જોઈએ. તમેએપાર્ટમેન્ટમાં રહેતા હોવ કે બંગલામાં પણ એવો રૂમ પસંદ કરો જેની દીવાલ બીજાકોઈ ઘોંઘાટિયા રૂમ સાથે શેર ન થતી હોય.- તમે જે રંગ પસંદ કરો એની તમારા રૂમ પર કેવી ઇફેક્ટ થાય છે એ જાણવું જરૂરી છે. ડાર્ક કલર થોડા કોઝી લાગે અને એનાથી તમારી રૂમ પણ નાની લાગશે.બીજી બાજુ લાઇટ કલરથી રૂમ વધુ મોટો લાગશે. મેડિટેશનમાં મનને શાંત રાખવુંજરૂરી છે માટે જ રૂમમાં એવા રંગ કરો જે તમારા મનને શાંતિ અને રિલેક્સ ફીલકરાવે. – બ્લુ અને યલો કલર શાંતિ આપે છે. ગ્રીન અને બ્લુના બીજા શેડ પણ સારી ચોઇસ રહેશે, પણ અહીં તમને રેડ કે ઓરેન્જ કલર વાપરવો નહીં ગમે, કારણ કે આરંગો અવરોધ પેદા કરનારા અને એક્સાઇટમેન્ટ અપાવનારા છે માટે આ રંગો શાંતિ નહીં અપાવે.

– એવી લાઇટિંગ પસંદ કરો જે રિલેક્સ કરાવે. ફ્લોરોસન્ટ લાઇટ્સ આંખો ખેંચેછે એટલે એ અવોઇડ કરવી. મેડિટેશનમાં કુદરતી રોશની ખૂબ સારી ઇફેક્ટ આપે છે.અને જો લાઇટ જોઈતી જ હોય તો કેન્ડલ સોફ્ટ લાઇટ આપવામાં મદદ કરશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી