જીવનને પરિપુર્ણ કરવાની ટીપ્સ (અંક 1)

Happy woman vitality on spring park

સકારાત્મક વિચારધારણાની સાયકોલોજી – જીવનને પરિપુર્ણ કરવાની ટીપ્સ (અંક 1)

1. જીવનને જટિલ ન બનાવો. આપણે અહી હંમેશ નથી રહેવાના. એક વખત દિવસ પુરો થયા પછી હંમેશ માટે જશે. તમારો સમય પણ કિંમતી છે જેને નકામી વસ્તુ પર બરબાદ કરી શકાય.

2. તમારા જીવનમાં તમે શેનાથી ઠોકર ખાઓ છો તે જરૂરી નથી, ઊભા થાઓ અને ચાલતા રહો. હિંમત ન હારો. નિષ્ઠાપુર્વક કરેલા કાર્યનું ફળ સારું જ મળે છે.

3. આપણી મુશ્કેલી વિશે ચર્ચા કરતા રહેવું એ આપણું મોટું વ્યસન છે. તેને છોડો. તમને આનંદ આપતી વસ્તુઓ વિશે ચર્ચા કરો.

4. જે વિશ્વાસ રાખે છે તેને સારી વસ્તુ મળે છે, જે ધીરજ ધરે છે તેને ઉત્તમ વસ્તુ મળે છે અને જે હિંમત નથી છોડતા તેને શ્રેષ્ઠ વસ્તુ મળે છે.

5. સરળ જીવન મેળવવાની નહી પરંતુ મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે તેની પ્રાર્થના કરો

6. નિરાશાઓ નો અર્થ તમારી જાતને નાશ કરવાનો નથી પરંતુ તેનો અર્થ પોતાને મજબુત બનાવવાનો છે અને ભગવાને લખેલા પ્રારબ્ધને પુરું કરવાની હામ આપે છે.

7. આપણે એ ભુલી જઈએ છે કે જે આપણી પાસે નથી તે મેળવવાથી નહી પરંતુ આપણી પાસે જે છે તેને સ્વીકારવાથી ખુશી મળે છે.

8. તમારું બાળક તમારું અનુસરણ કરશે નહીં કે તમારી આપેલી સલાહનું.

9. એક દિવસ તમે અમુક વ્યક્તિઓ માટે ફક્ત એક યાદ બની જશો. તેથી સારી યાદ બનવા તમારું શ્રેષ્ઠ આપો.

10. સારા ગુણો ધરાવતા લોકો ને તમારા સહયોગી બનાવો. ખરાબ વ્યક્તિઓની સંગતતા કરતાં એકલા રહેવું સારું.

11. બદલાવથી ડરવું નહીં. તમે કશુંક સારું ગુમાવશો, પરંતુ તમે કશુંક શ્રેષ્ઠ પણ પામશો.

12. જયારે તમે શું ધરાવો છો તેને પસંદ કરવા લાગશો ત્યારે તમે બધું પામી લેશો.

13. અમુક દિવસો પર વિશ્વાસ ધરવાનું શ્રેષ્ઠ કાર્ય એ છે કે ઊભા થઈ બીજા દિવસનો સામનો કરવો.

14. તમે જે વસ્તુને પામવા ઈચ્છો છો તે તમારામાં રહેલી કૃતજ્ઞતાને ભુલાવીને ન દે તેનુ ધ્યાન રાખવું.

15. પ્રતિબદ્ધતા એટલે તમે જે કાર્ય કરવાનું કહયું છે તેને કરવામાં વફાદાર રહેવું. મુડ તો કહયા પછી બદલાતો રહે છે.

16. તમને દુઃખી કરનારાઓને માફ કરવાનું જયારે તમે પસંદ કરો છો ત્યારે તમે તેમને શક્તિહીન બનાવો છો.

17. ધીરજ એ રાહ જોવાની ક્ષમતા નથી પરંતુ તમે રાહ જોતી વખતે કેવી વર્તણુક દાખવો છો એ છે.

18. આ માર્મિક છે ને –

– જે આપણને પુજે છે તેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. પરતુ જે આપણને નજરઅંદાજ કરે છે તેને પુજીએ છીએ.
– આપણને દુઃખ પહોચાઙનારાઓને આપણે પ્રેમ કરીએ છીએ. પરંતુ આપણને પ્રેમ કરનારાઓને દુઃખી કરીએ છીએ.

19. કયારેક સારી વસ્તુ છુટી પડે છે જેથી ઉત્તમ વસ્તુ જોડાઈ શકે. દરેક વાર્તાનું એક અંત હોય છે.પરંતુ જીવનનમાં દરેક અંત એક નવી શરૂઆત છે.

આપને આ વાતો ગમી હોય તો સવારમાં શેર કરી સારા વિચારો ફેલાવો !

ટીપ્પણી