ઉંચાઈ વધારવા માટેની આ આયુર્વેદિક દવાઓ અચૂક છે..

આમ તો લંબાઈ વધવી એ આનુવંશિક બાબત છે અને ક્યારેક ક્યારેક તો હોરમોન્સના અભાવના કારણે પણ લંબાઈ વધવી રોકાઈ જાય છે. કેટલાક એવા ઉદાહરણો પણ છે કે જેમાં ગમે તેટલા પ્રયાસો છતાં પણ હાઇટ નથી વધતી. પણ જો 18 વર્ષ સુધી પૌષ્ટિક આહાર. યોગ્ય વ્યાયામ અને સ્ટ્રેચ પોશ્યર દ્વારા પણ હાઇટ વધારી શકાય છે.

સુકવેલી નાગૌરી, અશ્વગંધાના મૂળને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું અને તેમાં તેટલા પ્રમાણમાં સાકર મેળવી તેને કાચની બરણીમાં ભરી લેવું. રાત્રે સૂતા પહેલાં ગાયના દૂધ સાથે તેની બે ચમચી લેવી. તે લંબાઈ તેમજ મેદસ્વીતા વધારવામાં લાભપ્રદ છે તેમજ તેનાથી નવા નખ પણ ઉગવા લાગે છે. આ ચૂર્ણને એકધારું 40 દિવસ લેવું. શિયાળામાં તે વધારે લાભપ્રદ રહે છે.

નોંધઃ આ ચૂર્ણનું સેવન કરતી વખતે, ખાટી, તૈલી વસ્તુઓ ન ખાવી અને જેમને કાચા મળની ફરિયાદ હોય તો તેમણે અશ્વગંધા ન લેવી. જો તમે આ ચૂર્ણ ખાઈ શકતા ના હોવ, તો રોજ સવારે તાડાસન કરવું.

તાડાસન કરવા માટે બન્ને હાથ ઉપર કરી સીધા ઉભા રહી જવું, લાંબો શ્વાસ લો, હાથ ઉપર ધીમે-ધીમે ઉઠાવતા જાઓ, ધ્યાન રાખો કે હાથની સાથે સાથે પગની એડીઓ પણ ઉંચી થવી જોઈએ. જ્યારે આખી એડી ઉંચી થઈ જાય ત્યારે શરીરને સંપૂર્ણ રીતે તાણી લેવું અને લાંબો શ્વાસ લો. આવું કરવાથી સ્નાયુઓ સક્રિય બનશે અને વિસ્તૃત થશે જે કદ વધારવા માટે મદદરૂપ રહે છે.

1-2 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ, 1-2 ગ્રામ કાળાતલ, 3થી 5 ખજૂરને 5થી20 ગ્રામ ગાયના ઘીમાં એક મહિનો ખાવાથી શરીર વધારવામાં લાભ થાય છે. સાથે સાથે પાદપશ્ચિમોત્તાનાસન એટલે કે પુલ-અપ્સ કરવાથી તેમજ હાથથી શરીર જુલાવવાથી પણ ઉંચાઈ વધે છે.

વ્યાયામ ઉપરાંત ભોજનમાં પ્રોટિન, કેલ્શિયમ તેમજ વિટામિનો ખુબ જ આવશ્યક હોય છે તેમજ પૌષ્ટિક ભોજન કરવાથી લંબાઈ વધારવામાં પણ લાભ થાય છે.

અશ્વગંધા, શતાવરી, ગુડુચી, શિલાજીત યષ્ટિમધુ, ગુગળ
અશ્વગંધા, શતાવરી, ગુડુચી,શિલાજીત યષ્ટિમધુ, ગુગળનું સેવન લંબાઈ વધારવામાં મદદ કરે છે આ બધાનું સેવન કરવાથી લંબાઈ વધારી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી