આંખમાં થતી બળતરા અને નીચે થતા કાળા ડાઘ (ડાર્ક સર્કલ ) મટાડવા ઘરગથ્થું ઉપાય

- Advertisement -

1525723_198679257003191_1268597339_n

 

આંખમાં થતી બળતરા અને નીચે થતા કાળા ડાઘ (ડાર્ક સર્કલ ) મટાડવા ઘરગથ્થું ઉપાય

આજે ઘણા બધા આંખ નીચે થતા કાળા ડાઘ ને લીધે હેરાન છે તો ચાલો આજે આપણે બધા ની હેરાની દુર કરીએ.

 

ઘરગથ્થું ઉપાય :

=========

2 વાટકી પાણી લેવું તેમાં ચા ની ભૂક્કી નાખવી અને પાણી ને ઉકાળવું ઉકાળી ને પાણી 1 વાટકી જેટલું કરવું અને પછી પાણી ને ગાળી લેવું

પછી આ પાણીના બે સરખા ભાગ કરી તેને બે અલગ અલગ વાટકા માં નાખવું પછી એક વાટકા ને ફ્રીજ માં રાખવું અને બીજા ને ગરમ રહેવા દેવું

હવે ગરમ પાણી નો વાટકો લેવું અને તેમાં કોટન (રૂ) બોડી ને આંખ ની નીચે 2 મિનીટ સુધી રાખવું ત્યારબાદ 2 મિનીટ પછીહવે ફ્રીજ માં મુકેલુ ઠંડા પાણી નો વાટકો લેવું અને તેમાં રૂ બોડી ને આંખ ની નીચે 2 મિનીટ રાખવું આવી રીતે દિવસ માં 5 વખત કરવું અને અઠવાડિયામાં 2 વખત કરવું જેથી તમારા કાળા ડાઘ ઓછા થઇ જશે

 

આઈ પેક :

=====

1 ચમચી મધ લેવું તેમાં 1/4 ચમચી કાકડી નું રસ, 1/4 ચમચી બટાટા નું રસ , 2 ટીપા બદામ નું તેલ નાખી તેને બરોબર મિક્સ કરી આપણા હાથ ની વચલી આંગળી વળે આંખ ની ચારે બાજુ લગાડી 20 મિનીટ સુધી રાખવું અને પછી આંખો ને સાદા પાણીથી ધોઈ લેવું જેથી તમારા આંખ નીચે થી ડાઘ જતા રહેશે .

સુતા પેલા રોજ 5 મિનીટ તમે બદામ ના તેલ થી માલીશ કરશો તો પણ ડાઘ ઓછા થશે .

રોજ સવારે ઉઠીને પેલા મોઢા માં પાણી લઇ કોધડું ભરી રાખવું અને બીજું પાણી લઇ આંખો પર છાટવું જેથી તમારી આંખ માં બળતરા પણ નહિ થાય અને આંખો માં ઉજાસ રહેશે .

ગાજર, ટામેટા, કાકડી ,બીટ, પાલક આ બધી જરૂરિયાત વસ્તુ નો રોજીંદા જીવન માં ઉપયોગ કરવા થી આંખો ને ઠંડક મળી રહે છે અને આંખો માં તેજ રહે છે

આંખો ની સુંદરતા એ આપણા જીવનની વિશિષ્ટતા છે તો આપણે તેની કાળજી રાખવી જોઈએ .

 

આંખ માટે એક કહેવત છે :

પિતા ની આંખ માં ફરજ

માતા ની આંખ માં મમતા

ભાઈ ની આંખ માં પ્યાર

બહેન ની આંખ માં સ્નેહ

શાહુકાર ની આંખ માં ઘમંડ અને પૈસો

ગરીબ ની આંખ માં આશા અને ભાવ

મિત્રો ની આંખ માં સહયોગ

પ્રેમી ની આંખ માં બલિદાન

દુશ્મનની આંખ માં બદલો અને વેર

સજ્જનો ની આંખ માં દયા

શિષ્ય ની આંખ માં આદર

ટીપ્પણી