તીખા ગાંઠિયા (Tikha Gathiya)

તીખા ગાંઠિયા (Tikha Gathiya)

સામગ્રી:

250 ગ્રામ ચણાનો લોટ,
૩ ચમચી લાલ મરચું,
1 ચમચી અજમો,
1/4 ચમચી હળદર,
1/4 ચમચી મરી પાઉડર,
ચપટી સોડા,
મીઠું સ્વાદ મુજબ,
તેલ તળવા,
પાણી,

રીત:

એક વાસણમાં બધી સામગ્રી લઇ,પાણીથી લોટ તૈયાર કરો.(પાણી હળવે હળવે મિક્ષ કરવું).

સંચાને અને મોટા કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં લોટ ભરી દો.

તેલ ગરમ થાય એટલે સીધા તેમાં ગાંઠિયા પાડી લો.મીડીયમ તાપે તળી લો.

ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દેવાના.

તો તૈયાર છે તીખા ગાંઠિયા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી