તીખા ગાંઠિયા- ગુજરાતના ઘરે ઘરે ફેમસ આ ગાંઠિયા ચાની સાથે અથવા નાસ્તામાં સર્વ કરી શકાય છે…..

તીખા ગાંઠિયા (Tikha Gathiya)

ગુજરાતમાં રહેતા લોકોને ગાંઠિયાનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય સાચી વાત ને તો હવે ઘરે જ બનાવો તીખા ગાંઠિયા નાના મોટા બધાને ખુશ કરી દો.

આમ પણ હવે બાળકો વેકેશનમાં આખો દિવસ ઘરે હશે એટલે કંઈક કંઈક ખાવાનું ચાલુ જ રહે,  એનું તો હવે બહારથી નાસ્તા લાવવા કરતા બપોરે થોડો ટાઈમ કાઢી ઘરે જ બનાવીને ડબ્બામાં ભરી દો એટલે બાળકો જેવા માંગે કે તરત જ આપી શકાય…

સૌરાષ્ટ્રની સવારની સુગંધિત અને સ્વાદિષ્ટ એક ઓળખ છે ગાંઠિયા. તીખા ગાંઠિયા તેને તમે ચાની સાથે અથવા નાસ્તામાં સર્વ કરો.

સામગ્રી:

  • 250 ગ્રામ ચણાનો લોટ,
  • ૩ ચમચી લાલ મરચું,
  • 1 ચમચી અજમો,
  • 1/4 ચમચી હળદર,
  • 1/4 ચમચી મરી પાઉડર,
  • ચપટી સોડા,
  • મીઠું સ્વાદ મુજબ,
  • તેલ તળવા,
  • પાણી.

રીત:

એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું, અજમો,હળદર,મરી પાવડર,ચપટી સોડા અને મીઠું ઉમેરી લોટ બાંધો(પાણી હળવે હળવે મિક્ષ કરવું).સંચાને અને મોટા કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં તૈયાર કરેલ લોટ ભરી દો.તેલ ગરમ થાય એટલે સીધા તેમાં ગાંઠિયા પાડી લો.મીડીયમ તાપે તળી લો.ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દેવાના.

તો તૈયાર છે તીખા ગાંઠિયા.

નોંધ : ગાંઠિયા વિવિધ પ્રકારનાં બને છે. જેમ કે ઝીણા ગાંઠિયા (ચવાણાંમાં વપરાતા) , જાડા ગાંઠિયા, ટમટમ ગાંઠિયા
નાયલોન ગાંઠિયા..

ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ફાફડાની બેન પાપડી પણ ખવાય છે. અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. તો હવે જ્યારે ગાંઠિયા બનાવો ત્યારે તીખા ગાંઠિયા બનાવજો એકદમ ઓછા ટાઈમ માં બની જાય એવી રેસીપી છે ..

રસોઈની રાણી: કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી