તીખા ગાંઠીયા – નાના મોટા સૌ ગુજરાતીઓના ફેમસ ગાંઠીયા, એકવાર તમે પણ બનાવી ટેસ્ટ માણો

તીખા ગાંઠીયા

ગુજરાતીઓ માટે રસોઈ ની વેરાયટી જેટલી મહત્વપૂર્ણ છે એટલા જ important છે સૂકા નાસ્તા દરેક ના ઘરે આ નાસ્તા બનતા જ હોય. બધા ની રીત કદાચ થોડી અલગ.

આજે હું આપને બતાવીશ મારી રીત તીખા ગાંઠિયા બનાવા ની. ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા, બનાવા માં જેટલા સરળ એટલા જ સ્વાદિષ્ટ. ચા / કોફી સાથે નાસ્તા માં પીરસવા કે સાંજ ની નાની નાની ભૂખ માટે એકદમ પરફેક્ટ . એર ટાઈટ ડબ્બા માં લગભગ 15 થી 20 દિવસ સારા રહશે.

સામગ્રી :

1. 4 વાડકા ચણા નો લોટ,
2. મીઠું,
3. 2 ચમચી લાલ મરચું,
4. 1/2 ચમચી હળદર,
5. 1/2 ચમચી સંચળ,
6. 1/4 ચમચી હિંગ,
7. 1/2 ચમચી અજમો,
8. તેલ , તળવા માટે,
9. ૨ ચમચી લીંબુ નો રસ,

રીત : સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું , સંચળ , લાલ મરચું, હળદર અને અજમો ઉમેરો.. અજમો હંમેશા બંને હથેળી વચ્ચે મસળી ને પછી લોટ માં ઉમેરવો , ફ્લેવર વધારે સારી આવે .

હાથ થી સરસ મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. લીંબુ નો રસ ઉમેરો અને મિક્ષ કરો . આ લોટ ઢીલો રાખવા થી થોડો ચીકણો લાગશે પણ ગાંઠિયા અંદર થી એકદમ સોફ્ટ બનશે ..

કડાય માં તળવા માટે તેલ ગરમ કરો (હુંફાળું નહીં ગરમ તેલ). તેલ ગરમ થઇ જાય એટલે એમાંથી 1 ચમચો તેલ બાંધેલા લોટ પર રેડો . ચમચા ની મદદ થી સરસ મિક્સ કરી લો.

ગાંઠિયા પાડવાના સંચા ને તેલ લગાવી રેડી કરો. તેલ લગાવવા થી લોટ સંચા ને ચોટશે નહિ અને ગાંઠિયા આરામ થી પાડી શકાશે.

તેલ લગાવેલા સંચા માં 2/3 સુધી લોટ ભરો.સંચો બંધ કરી.

ગરમ તેલ માં ગોળ ગોળ સંચો ફેરવી ગાંઠિયા પાડવા.ગાંઠિયા ને ઉથલાવવા ની ઉતાવળ કરવી નહીં. પરપોટા ઓછા થાય એટલે ગાંઠિયા ને ઉથલાવવા… કડક થાય એટલે કાઢી લો..

ગાંઠિયા કાળા કે બળી ના જાય એ વાત નું ધ્યાન રાખવું .

ઠરે એટલે ડબ્બા માં ભરો. Enjoy. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી