બાગી-2 100 કરોડની ક્લબમાં ધમાકેદાર એન્ટ્રી, સૌથી વધુ કમાણી કરનાર યંગ અભિનેતા બન્યો ટાઈગર

ટાઈગર શ્રોફ સ્ટાર એક્શનથી ભરપૂર ફિલ્મ ‘બાગી 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર 6 દિવસમાં ફિલ્મએ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે બાગી 2 વર્ષ 2018ની ત્રીજી એવી ફિલ્મ છે જેને 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે. ફિલ્મએ બુધવારે લગભગ 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મએ અત્યાર સુધીમાં 104.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે ટાઈગર શ્રોફ યંગ જનરેશનનાં એક્ટર્સમાં બોક્સ ઓફિસ પર પહેલાં દિવસમાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર બની ગયો છે. તેમજ તેને વરુણ ધવન, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અર્જૂન કપૂરને પણ પાછળ છોડી દીધા છે.બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની હાઈએસ્ટ ફર્સ્ટ-ડે કલેક્શનમાં બાગી 2 14માં સ્થાને છે. ‘બાગી 2’ માં ટાઈગર શ્રોફના એક્શનના વખાણ અક્ષય કુમાર અને રિતિક રોશનએ પણ કર્યા છે. અક્ષયએ ટાઈગરના વખાણ કરતા કહ્યું કે, બોલિવૂડ ગર્વથી કહી શકે છે કે તેમની પાસે પોતાનો ટોની ઝા છે. ટોની માર્શલ આર્ટિસ્ટ, એક્ટર અને સ્ટંટમેન્ટ છે. તેમજ રિતિકએ ટોઈગરને બેસ્ટ એક્શન હીરોનો ટેગ આપ્યો છે.

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘પદ્માવત’ આ વર્ષની પહેલી એવી ફિલ્મ હતી જેને 100 કરોડ કરતા વધારે કમાણી કરી હતી, ત્યાર બાદ લવ રંજનની રોમેન્ટીક અને કોમેડી ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી. હવે ટાઈગર શ્રોફ અને દિશા પટનીની ફિલ્મ ‘બાગી 2’ એ 6 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

60 કરોડના બજેટમાં બનેલી બાગી 2 એ પહેલા દિવસે 25.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. શનિવારે તેની કમાણી 20.40 કરોડ અને રવિવારે 27.60 કરોડની કમાણી કરી હતી. સોમવારે ભારત બંધનું એલાન હોવા છતાં બાગી 2 એ 12.10 કરોડનો બિઝનેસ કર્યો હતો. અત્યાર સુધીમાં ફિલ્મએ 104.90 કરોડનો બિઝનેસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ‘બાગી 2’ માં ટાઈગર શ્રોફ અને દિશા પટનીની કેમેસ્ટ્રી જોરદાર દેખાય છે. બાગી 2 વર્ષ 2016માં આવેલી ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બાગી’ ની સીક્વલ છે. ‘બાગી 2’ નું નિર્દશન અહમદ ખાનએ કર્યુ છે.

તેમજ આ ફિલ્મમાં દિશા પટની, પ્રતીક બબ્બર, દર્શન કુમાર, રણદીપ હુંડા અને દીપક ડોબરિયાલ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મમાં એક્શનની સાથે સાથે ડાયલોગ્સ પણ જોરદાર છે. આ ફિલ્મમાં ટાઈગર એક પાવરફુલ આર્મીના રોલમાં દેખાય રહ્યો છે. તેમજ ફિલ્મના ગીતો પણ લોકોને બહુ પસંદ આવી રહ્યાં છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી