Three Layer Petis (થ્રી લેયર પેટીસ)

969782_668491343180289_891820898_n

 

જાણો અને માણો, “થ્રી લેયર પેટીસ” :

 

સામગ્રી :

 

૧ લેયર માટે

મેંદો ૧ કપ

૧ ચમચી તેલ

સવાદ મુજબ મીઠું

૨ લેયર

૨૫૦ ગામ મેસ કરેલા બટાકા

૨ ચમચી આરા લોટ

૧ ચમચી મરી પાવડર

૧/૪ ચમચી પીળો રંગ

સવાદ મુજબ મીઠું

૩ લેયર

બાફી ને કરશ કરેલા વટાણા ૧ કપ

ડુંગરી સમારેલી 2 ચમચી

આદુ લસણની પેસટ ૧ ચમચી

મરચાંની પેસટ ૧ ચમચી

આમચૂર પાવડર ૧ ચમચી

૨ ચમચી ખાંડ

ગરમ મસાલો ૧/૨ ચમચી

કોપરાની છીણ ૧ચમચી

કાજુ કચરેલા ૧ચમચી

ધાણાં સમારેલા ૨ ચમચી

તેલ

મીઠું

 

રીત :

 

૧.લેયર માટે મેંદાનો લોટ બાધવો પાતળી રોટલી વણી ને પાતળી પટટી કાપીને સાઇડ મા રાખવી.

 

૨.લેયર માટે બટાકા મા બધું મીકસ કરવું અને એના 8 ગોળા કરવા.

 

૩.લેયર માટે વટાણાં મા બધી સામગ્રી મીકસ કરી ને તેના 8 ગોળા વાળવા.

 

હવે એસેમબલ કરવું પેહલા વટાણાના ગોળાને બટાકાના માવાને થેપીને વટાણાને કવર કરી લો હવે બટાકાને મેદાના લોટની પટટી થી કવર કરીલો. ધીમાં તાપે તળીને લીલી ચટણી સાથે સર્વ કરવું.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!