નરેન્દ્ર મોદીને મળવા પહોંચી પ્રિયંકા ચોપરા, વાંચો અચાનક મળવાનું કારણ…..

આ કારણોસર નરેન્દ્ર મોદીને મળવા પહોંચી પ્રિયંકા ચોપરા

હોલિવૂડમાં ઘમાલ મચાવનારી અભિનેત્રી અત્યારે ભારતમાં છે. બુધવારે પ્રિયંકા ચોપરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી. પ્રિયંકાએ પીએસ મોદીએ તાજેતરમાં યોજાવનારી કૉન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું છે. આ કૉન્ફરન્સ માતા, નવજાત શિશુનાં સ્વાસ્થ્ય સંબંધિત છે. આ મુલાકાતમાં પ્રિયંકાની સાથે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ચિલીનાં પૂર્વ પ્રધાનમંત્રી મિશેલ બેકલેટ પણ હતાં. તેમજ આ કૉન્ફરન્સ આ વર્ષના ડિસેમ્બરમાં થવાની છે. પ્રિયંકા ચોપરાએ પીએમ મોદીની સાથેની મુલાકાત દરમિયાન સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે સુંદર દેખાતી હતી.

તેમજ તમને જણાવી દઈએ કે, બોલિવૂ઼ડ અભિનેત્રી ઈન્ટરનેશનલ સ્ટાર અને યૂનીસેફની બ્રાન્ડ એમ્બેસેડર છે. પ્રિયંકા ચોપરાએ પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમજ પ્રિયંકા ચોપરાએ મુલાકાત બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેની સાથે પ્રિયંકા ચોપરા એક બીજી ઈવેન્ટમાં પણ સામેલ થઈ હતી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા ડિસેમ્બરમાં થનારી પાર્ટનર્સ ફોરમ સંબંધિત વિષય પર મુલાકાત કરી હતી.તેની સાથે પ્રિયંકા ચોપરાની બીજી એક ઈવેન્ટ પણ હતી જે એક બુક લોન્ચિંગની ઈવેન્ટ હતી. બુક લોન્ચિંગની ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરાની સાથે તેની માતા મધુ ચોપરા પણ જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેમની માતાએ ગુલાબી કલરની સાડી પહેરી હતી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું માનવું છે કે, મહિલાઓ હવે જાતીય પક્ષપાતની વિરુધ્ધ જાગૃત થઈ રહી છે. અભિનેત્રીએ કહ્યું કે, ‘મી ટૂ’, અને ‘ટાઈમ્સ અપ’ જેવા અભિયાન સાબિત કરે છે કે આખા વિશ્વની મહિલાઓ પડકારોનો સામનો કરી રહી છે અને તેમાં ભારત પણ બાકાત નથી.

પ્રિયંકા ચોપરા યૂનિસેફની એમ્બેસેડર છે અને તે અમેરિકાથી ભારત ઔપચારિક રીતે 2018ની પાટનર્સ ફોરમ વિશે લોકોને જણાવવા માટે આવી હતી. આ ફોરમ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરે છે.

એક આંતરરાષ્ટ્રીય ઈન્ટવ્યૂ દરમિયાન પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, રંગભેદના કારણે તેમને હોલિવૂ઼ડની ફિલ્મ ન હતી મળી. પ્રિયંકાએ કહ્યું કે, ગત વર્ષે જ્યારે તે એક ફિલ્મનું શૂટિંગ માટે બહાર ગઈ હતી ત્યારે એક સ્ટૂડિયોના મેનેજર સાથે વાત થઈ હતી. મેનેજરએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ચોપરા ફિલ્મ માટે ફિટ નથી તેવું કહેવામાં આવ્યું હતું. જો કે, અત્યારે પ્રિયંકા ચોપરા બેવોચ અને ક્વોટિકો પછી અત્યારે પોતાની બોલિવૂડ ફિલ્મ એ કિડ લાઈફ જેકનું શૂટિંગ કરી રહી છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

 

ટીપ્પણી