વેકેશનમાં બાળકને સ્વિંમિગ શીખવાડવાનું વિચારી રહ્યા છો? તો ચેતી જાજો કારણકે…

વેકેશનમાં બાળકને સ્વિંમિગ શીખવાડવાનું વિચારી રહ્યા છો? તો ચેતી જાજો કારણકે…

આજકાલ લોકોમાં દેખા-દેખીનું પ્રમાણ વધી જવાને કારણે દરેક માતા-પિતાને બીજાના બાળક કરતા પોતાના બાળકને હોંશિયાર અને એક્ટિવ બનાવવુ હોય છે, જેને લીધે તેઓ કાગડોળે સમર વેકેશનમાં સમર કેમ્પની રાહ જોઇને બેઠા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, જો તમે તમારા બાળકને સ્વિંમિંગ શીખવાડવવા ઇચ્છો છો તો તમારે પહેલા એ પણ જાણી લેવુ જોઇએ કે, તેની બાળકના હેલ્થ પર કેવી અસર થાય છે. માટે વેકેશનમાં જ્યારે બાળક પૂલમાં સ્વિમિંગ શીખે કે ફક્ત ધુબાકા મારી આનંદ લેતું હોય ત્યારે તેની હેલ્થ પર અસર ન થાય એ માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

દરેક ઉંમરના બાળકને પાણી ખૂબ જ પ્રિય હોય છે. એમાં તેમને મજા જ આવે છે, પરંતુ સ્વિમિંગ-પૂલ સાથે અમુક પ્રકારનાં રિસ્ક પણ જોડાયેલાં છે, જે રિસ્કને સમજવાં જરૂરી છે. સેફ્ટી અને હાઇજીનનું ધ્યાન રાખવા છતાં કુમળાં બાળકોને હેલ્થ-પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

સ્વિમિંગ શીખવાડવાની આદર્શ ઉંમર 4-5 વર્ષની ગણી શકાય. એ પહેલાં જો પેરન્ટ્સ પોતાની સાથે બાળકને ટ્યુબની મદદથી કે બીજા કોઈ સપોર્ટ સાથે ફક્ત ફ્લોટિંગ માટે કે મજા માટે પુલમાં લઈ જવા ઇચ્છતા હોય તોજઈ શકાય, પરંતુ આ બાબતે સાવધાની જરૂરી છે. આ શિવાય જો તમારું બાળક વારંવાર માંદુ પડતું હોય, તેની ઇમ્યુનિટી ડેવલપ ન થઈ હોય, તેને સતત શરદી-ઉધરસ રહેતાં હોય, તેને શ્વાસની કોઈ તકલીફ હોય કે બ્રોન્કાઇટિસની ફરિયાદ અવારનવાર રહેતી હોય તો તેને સ્વિમિંગ ચાલુ કરાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

પેરન્ટ્સની જવાબદારી

– તમે જે જગ્યાએ બાળકને લઈ જાઓ છો ત્યાં કયા પ્રકારનું હાઇજીન છે, કેવી સિક્યોરિટી છે એની બરાબર તપાસ કરો અને પછી જ બાળકને ત્યાં મોકલો. – બાળક શરૂઆતમાં શીખતું હોય ત્યારે તેના નાકમાં અને મોઢામાં આ પાણી જાય જ છે. જો પાણી મલિન હશે તો બાળક માંદું પડવાનું જ છે.

– આ સિવાય જો પૂલમાં એક સાથે ખૂબ બધાં બાળકો હશે તો પણ રિસ્ક વધવાનું જ છે એટલે અતિ ભીડમાં તેને ન લઈ જાઓ.– તમારું બાળક જો થોડું પણ માંદું હોય તો તેને પૂલમાં ન જ લઈ જાઓ, કારણ કે એથી માંદગી તો વધશે જ પરંતુ એને કારણે બીજાં બાળકો પણ માંદાં પડશે.

બાળકની હેલ્થ પર પડે છે આ અસરો

– બાળકને પાણીજન્ય રોગોનું રિસ્ક વધી શકે છે. આવા રોગો એટલે ઝાડા-ઊલટી કે ટાઇફોઇડ. દૂષિત પાણીને લીધે આવા રોગ થાય છે.

– સ્કિન ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.

– સાઇનસની તકલીફ થઈ શકે છે. સતત શરદી-ખાંસી પણ રહે.

– સ્વિમિંગ-પૂલમાં પાણીને જંતુમુક્ત કરવા માટે વાપરવામાં આવતું ક્લોરીન બાળકની નાજુક ત્વચા પર પણ અસર કરી શકે છે. આ માટે સારુ સનસ્ક્રીન લગાવવુ જરૂરી છે જે ફક્ત સૂર્યનાં કિરણોથી જ નહીં પરંતુ બાળકને ક્લોરિનની અસરથી પણ બચાવે છે.– કેમિકલયુક્ત પાણીને કારણે આંખ અને કાનનું ઇન્ફેક્શન પણ ખૂબ જ સામાન્ય છે, જેનાથી બચવા સ્વિમિંગ ગ્લાસિસ પહેરવા અને કાનને વ્યવસ્થિત સાફ રાખવા જરૂરી છે.

– પૂલને કારણે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નાની છોકરીઓમાં થવાની શક્યતા વધુ છે. આ પ્રોબ્લેમથી બચવા એ ભાગને વ્યવસ્થિત સાફ રાખવો.

લેખન સંકલન : નિયતી મોદી

મિત્રો માહિતી શેર કરો બીજા મિત્રો સાથે અને દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી