વર્લ્ડ લેવલ ગેમ્સમાં અપાતા ગોલ્ડ મેડલની સાચી હકીકત તમે જાણીને ચોંકી જશો…

દરેક પ્લેયરનું સપનું હોય છે કે તે ઓલિમ્પિક સહિત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી લાવવું. કોઈ પણ પ્લેયર પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ લાવે તો તે બહુ ગર્વની વાત કહેવાય. સાથે જ તે પ્લેયરનું સન્માન પણ વધી જતું હોય છે. સામાન્ય લોકોને એવી ધારણા હોય છે કે, એક ગોલ્ડ મેડલ પૂર્ણ રીતે ગોલ્ડનું બનેલું હોય છે, પરંતુ એવું નથી. આ ધારણા તમારી ખોટી છે. ગોલ્ડ મેડલમાં માત્ર નામનુ જ ગોલ્ડ હોય છે. 21મી કોમનવેલ્થ ગેમ્સમાં મળનારા ગોલ્ડ મેડલ 100 ટકા ગોલ્ડવાળા નથી. તો ઓલિમ્પિકમાં આપવામાં આવતા ગોલ્ડ મેડલને પણ અન્ય ધાતુઓમાંમિક્સ કરીને બનાવવામાં આવે છે. તો આજે જાણીએ કોમનવેલ્થમાંગોલ્ડ મેડલ કેવી રીતે તૈયાર થાય છે.ઓસ્ટ્રેલિયાના ક્વીન્સ લેન્ડ સ્થિત ગોલ્ડ કોસ્ટમાં 21મો કોમન વેલ્થ ગેમ્સ ચાલી રહ્યો છે. આ ગેમ્સમાં વિશ્વભરના 71 દેશો ભાગ લઈ રહ્યા છે. આ કોમનવેલ્થમાં આપવામાં આવતું ગોલ્ડ મેડલ સો ટકા ગોલ્ડનું નથી હોતું, પંરતુ તે એક સિલ્વર છે, જે ગોલ્ડપ્લેટેડ હોય છે. રોયલ ઓસ્ટ્રેલિયન મિટના કોમન વેલ્થ ગેમ્સ માટે આ તમામ મેડલ્સ બનાવવામાં આવે છે.

મેડલનું સાઈઝ અને વજનગોલ્ડ કોસ્ટ 2018 કોમન વેલ્થ ગેમ્સમાં મળનારા તમામ મેડલમાં 1500 જેટલા મેડલ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક મેડલની સાઈઝ એક જેવી હોય છે. માત્ર મેટલનું અંતર હોય છે. તમામ મેડલના આકાર 65 કિલોમીટર છે અને તેનું વજન 138થી 163ગ્રામની વચ્ચે હોય છે.

1912માં મળ્યું હતું ગોલ્ડનું બનેલું મેડલવધુ કિમત હોવાને કારણએ કોઈ પણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં 100 ટકા સોનું નથી હોતુ. પંરતુ 1912ના ઓલિમ્પિકમાં છેલ્લી વાર 100 ટકા શુદ્ધ સોનાના ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.

ઓલિમ્પિક મેડલમાં 6 ગ્રામ ગોલ્ડકોમન વેલ્થ ગેમ્સમા ગોલ્ડ મેડલ ભલે ગોલ્ડના હોય, પરંતુ ઓલિમ્પિક ગોલ્ડ મેડલમાં થોડી માત્રામાં જ ગોલ્ડ હોય છે. રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલનું વજન 500ગ્રામનુ હતું, જેમા માત્ર 6 ગ્રામ સોનાની પરત ચઢાવવામાં આવી હતી. મેડલનો બાકી 94 ટકા હિસ્સો ચાંદીનો બન્યો હતો. રિયો ઓલિમ્પિકમાં બનેલા મેડલ અત્યાર સુધી કોઈ પણ ઓલિમ્પિકમાં મળેલા મેડલની તુલનામાં સૌથી મોટા અને ભારે હતા. તમામ મેડલના આકાર 85 મિલીમીટર હતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, શેર કરવાનું ભૂલાય નહિ…

ટીપ્પણી