ભગવાનનો આભાર !

એક પૈસાવાળો માણસ ઉપરથી પોતાની બારીમાંથી જોવે છે. નીચે તે જુએ છે એક ગરીબ માણસ તેની કચરાપેટીમાંથી કઇક લઈ રહ્યો છે. તે ભગવાનને કહે છે, “તમારો આભાર ભગવાન કે હું ભિખારી નથી.”

તે ગરીબ માણસ એક ગાંડો માણસને રસ્તા પર કપડા વગરનો ફરતો જોવે છે અને કહે છે, તમારો આભાર ભગવાન હું ગાંડો નથી”.

પેલો ગાંડો માણસ એક એમ્બુલન્સ જતા જોવે છે અને કહે છે, તમારો આભાર ભગવાન હું બીમાર નથી”.

પેલો બીમાર માણસ દવાખાનામાં એક મૃત્યુ પામેલ વ્યક્તિને જોવે છે. જેને શબઘરમાં લઇ જતા હોય છે, એ ભગવાનને અભાર માને છે કે તે પોતે જીવિત તો છે!!

ખાલી જે વ્યક્તિની મૃત્યુ થઇ છે એજ વ્યક્તિ ભગવાનનો અભાર નથી માની શકતો. શું તમે આજે ભગવાનનો આભાર માન્યો ? આ સુંદર જીવન જે તમને ભેટ મળેલ છે !

જીવન શું છે?

૧. દવાખાનું?
૨.જેલ?
૩.કબ્રસ્તાન?

દવાખાનામાં તમે જશો ત્યારે સમજસો કે આપણી તંદુરસ્તતાથી વધારે કઈ જ મહત્વનું નથી. અને જેલ માં જશો ત્યારે સમજાશે કે આઝાદી જેવું કઈ જ મહત્વનું નથી..

જયારે કબ્રસ્તાનમાં જશો ત્યારે સમજાશે કે જીંદગીમાં મહત્વનું કઈ જ નથી આજે જે જગ્યા એ ઉભા છો એ આજે તળિયું છે પણ જયારે તમને દફનાવશે એ જ તળિયું તમારી છત બની જશે.

દુખદ સત્ય: આપણે ના તો કઈ લઈને આવ્યા છીએ. ના તો કઈ લઈને જવાના છીએ.. તેથી આપણે ભગવાનના આભારી બનીએ અને આ ભેટ રૂપી આપેલ જીવનને સુંદર બનાવી એ !.

ટીપ્પણી