“તવા પીઝા” – હવે ઘરે જ બનાવો બહાર જેવા જ પીઝા…

“તવા પીઝા”

સામગ્રી:

1) ૧ નંગ સોફ્ટ પીઝા બેઝ
2) ૩ ચમચી પીઝા સોસ
3) ચીલી ફ્લેક્ષ
4) ઓરેગાનો
5) ૧ નાની ચમચી બટર
6) ૧ ક્યુબ ચીઝ
7) કેપ્સીકમ
8) ડુંગળી (જો ખાતા હોવ તો)

બનવાની સરળ રીત:

1) સૌથી પહેલા પીઝા બેસ પર બટર લગાવી દો


2) તેને નોન સ્ટીક ની તવી માં સેકી લો


3) બીજી બાજુ પણ બટર લગાવી દો
4) ૨-૩ મિનીટ પછી એક બાજુ થોડો કડક પિઝ્ઝા બેસ તૈયાર થાય એટલે એને ફેરવી દો, જો તમારે પિઝ્ઝા ને સોફ્ટ રાખવો હોય તો ૧ મીનિટ પછી બીજી બાજુ ફરાવી લો


5) હવે સેકાયેલા ભાગ ઉપર ૨-૩ ચમચી જેટલો પિઝ્ઝા સોસ લગાવી દો


6) સમારેલા કેપ્સીકમ મૂકી દો, ડુંગળી પણ અહી જ ઉમેરી સકાય


7) છીણેલું ચીઝ ઉમેરો


8) ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો એની ઉપર મૂકી દો,જો ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય


9) તેની ઉપર ઢાકન ઢાકી ને ધીમા ગેસ પર ૨ મિનીટ રહેવા દો જેથી ચીઝ થોડું ઓગળી જશે


10) તવા પિઝ્ઝા તૈયાર છે તેને plate માં લઇ લો
11) હવે આ પિઝ્ઝા સર્વિંગ માટે તૈયાર છે

સૌજન્ય :શ્રીજી ફૂડ

દરરોજ આવી અવનવી વાનગીની રીત શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block