ચીલી મીલી તવા ટોસ્ટ સેન્ડવીચ

સેન્ડવીચ બાળકોની ઓલ ટાઈમ ફેવરીટ છે.એમા પણ ચીઝ અને મેયોનીઝ નુ કોબીનેશ વાળી સેન્ડવીચ હોય તો બાળકોને મજા પડી જાય.

સામગ્રી :-

* બ્રેડ

સ્ટફીગ માટે

* ૨ ટે.સ્પૂન મેયોનીઝ
* ૧ ટી.સ્પૂન ચોપ કરેલા લીલા મરચા
* ૨ બારીક ચોપ કરેલા ગ્રીન કેપ્સિકમ
* ૩ થી ૪ ટે.સ્પૂન બાફેલા કોનૅ
* ૧ ટે.સ્પૂન ગ્રીન ચટણી
* ચીઝ સ્લાઈઝ

રીત :-
* એક બાઉલમાં સ્ટફીંગની બધી સામગ્રી ભેગી કરી દો.
* હવે બ્રેડની કીનારી કાપી વચ્ચેથી કાપી ૪ પીસ કરી બટર લગાડી દો .
* પછી હરેક બ્રેડના પીસ પર ચીઝ ની સ્લાઈઝ મૂકી તેના પર સ્ટફીંગ મૂકી તેના પર ફરી ચીઝ નો પીઝ મૂકી બ્રેડની સ્લાઈઝ મૂકી બટર લગાવી તવા પર ક્રિશપી શેકી લો.
* તો તૈયાર છે ચીલી ચીઝ તવા ટોસ્ટ સેન્ડવીચ.જે નાના મોટા બધાને ભાવશે.આ સેન્ડવીચ ને ગરમ ગરમ સવૅ કરો.

* આ સેન્ડવીચ ને ટીફીન માં પણ આપી શકાય છે.

રસોઈની રાણી – કાજલ શેઠ ( મોડાસા).

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી