“તવા ગુંદર પાક” હવે ઘરે જ બનાવો અને પરિવારની દરેક સ્ત્રી ને ખવડાવો…

તવા ગુંદર પાક (Tava Gundar pak)

સામગ્રી:-

* ૧/૨ કપ અધકચરો દળેલો ગુંદર ( ધીમાં તળેલો )
* ૫૦૦ ગ્રામ દૂધ
* ખાંડ ટેસ્ટ પ્રમાણે
* ૨ ટે.સ્પૂન સૂંઠ પાવડર
* ૨ ટે.સ્પકન ગંઠોડા પાવડર
* ૩ થી ૪ મિકસ ડ્રાયફૂટ ચોપ કરેલા( બદામ, કાજુ , ખારેક , કોપરાની છીણ , પિસ્તા, )
* ૧ ટે.સ્પૂન ધી
* ૧/૨ ટે.સ્પૂન ઈલાઈચી પાવડર
* ગાનિઁશિંગ માટે થોડા ડ્રાયફૂટ

રીત :-

એક જાડા તળીયા વાળી કડાઈ માં થોડુ ધી લગાડી તેમા દૂધ નાખી એક ઉકાળો આવે એટલે તેમાં દળેલો ગુંદર નાખો. અને સતત હલાવો. ગુંદર નાખશો એટલે દૂધ ફાટશે .તો ધભરાશો નહી.
દૂધ ફાટે એટલે તેમા ખાંડ પણ નાખી દેવી પછી પાણી બળી માવો તૈયાર થાય એટલે તેમા બધા ડ્રાયફૂટ , ગંઠોડા, સૂંઠ પાવડર નાખી મિકસ કરો.
આ ગુંદર પાક ને શીરા જેવુ રાખવું .ગેસ બંધ કરી ધી નાખો.અને મિકસ કરો.ઉપરથી થોડા ડ્રાયફૂટ નાખો.તો તૈયાર છે. તવા ગુંદર પાક

* આ પાક ૧૫ થી ૨૦ દિવસ સુધી રહે છે.
* ગુંદર સ્ત્રીઓ માટે સારો તેનાથી કમરનો દુખાવો નથી થતો.
* બાવળના ગુંદરનો ઉપયોગ કરવો.

રસોઈની રાણી: કાજલ શેઠ ( મોડાસા )

ખુબ હેલ્ધી રહે છે આ પાક, શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી