Tasty Tandoori Paneer-Tikka Freanky (ટેસ્ટી તંદુરી પનીર-ટીકા ફ્રેન્કી )

1063397_10151536934821088_1601440552_n

 

ટેસ્ટી તંદુરી પનીર ટીકા રોલ્સ (ફ્રેન્કી )

સામગ્રી :_

2 કપ પનીર ના નાના ટુકડા કરેલા

1 કપ કાંદા જીણા સમારેલા

1 કપ સીમલા મરચા જીણા સમારેલા

1 કપ ટમેટા જીણા સમારેલા (વચે નો રસ કાઢી નાખેલા )

1 ટેબલ સ્પૂન તેલ

1/4 કપ દહીં જેરી લીધેલું

1 ચમચી મરચુ

1/4 ચમચી હળદર

1/2 ચમચી આદુ ની પેસ્ટ

1/4 ચમચી લસણ ની પેસ્ટ

1/4 ચમચી ચણા નો લોટ

*તંદુરી બનાવાની સામગ્રી :-

2 કપ મેંદો

1 ટેબલ સ્પૂન કોનફ્લોર

1/2 ચમચી સોડા બાય કાર્બ

1/2 ટેબલ સ્પૂન માખણ

મીઠું સ્વાદ અનુસાર

*પનીર ટીકા બનાવાની રીત :-

સૌ પહેલા ગેસ ઉપર એક નોનસ્ટીક પેન માં પનીર અને ટમેટા ને નાખો .ધીરેથી 2 મિનીટ માટે હલાવો .તેને ઠંડુ કરવા બાજુ પર રાખો .

પેન માં તેલ મૂકી ને કાંદા ,સીમલા મરચા ,દહીં ,મરચું હળદર ,આદુ લસણ ની પેસ્ટ ,ચાટ મસાલો,કસુરી મેથી ,ગરમ મસાલો ,મીઠું નાખી ને 5 મિનીટ હલાવો .ત્યાર બાદ પનીર અને ટમેટા તેમાં નાખી ને બધું મિક્ષ કરો .

*તંદુરી ની રીત :-

લોટ માં મીઠું ,કોન્ફલોર ,અને સોદા બાય કાર્બ મેળવી લોટ ચાડી નાખો .લોટ માં માખણ નાખી ને પાણી થી તેનો કણિક બનાવો .તેને સારી રીતે મસળી ઢાકી ને 1/2 કલાક બાજુ એ રાખી લ્યો .ત્યાર બાદ ફરી તેને મસળી ને જેટલું પાતળું વણાય તેટલું વાણી ને તવા ઉપર સેકી ને બાજુ એ રાખી લ્યો .જયારે પીરસવાનો સમય થાય ત્યારે રોટી ની વચ્ચે પનીર ટીકા પાથરી ને તેને રોલ ની જેમ વાડી લ્યો .તવા ઉપર તેલ ની મદદ થી બનેબાજુ શેકી ને ગરમ ગરમ પીરસો .

*ઘઉં નો લોટ પણ તમે વાપરી શકો છો .

*નોનસ્ટીક પેન માં તેલ નાખ્યા વગેર પણ તમે બને બાજુ થી શેકી શકો છો .

રસોઈ ની રાણી:- કવિતા શેઠ (એડીસાબાબા ,ઇથોપિયા )

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!