તપકીરની ફરાળી સેવ – આખું વર્ષ સંગ્રહ કરી શકાય એવી આ સેવ આ સિઝનમાં બનાવી લો આવતી સીઝન સૂધી ચાલશે….

તપકીરની ફરાળી સેવ

સેવ તો સૌ કોઈ નાં ઘર માં બનતી હોય છે. ભેળ માં ઉમેરવા કે શાક બનાવવા. પરંતુ તમે વિચાર્યું છે કે ફરાળી સેવ પણ બની શકે. તપકીર ની આ સેવ એક વખત બનાવી ને આખું વર્ષ સુધી સંગ્રહ કરી શકાય છે. આ સેવ સ્પેશિયલ ફરાળ માટે વપરાય છે.

બનાવવામાં ખૂબ સરળ છે. અને ખાવા માં એકદમ સોફ્ટ જેથી નાના બાળકો થી લઈ ને મોટાં પણ તેને આરામ થી ખાઈ શકે છે. બધા જ વ્રત માં આ સેવ ખાઈ શકાય છે. આ સેવ એકલી તેમજ ધાણા-મરચા ની ચટણી જોડે ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

  • · ૧ વાડકો તપકીર,
  • · ૩ વાડકા પાણી,
  • · ૧/૨ ચમચી નમક,
  • · ૧/૨ ચમચી તીખા નો ભુક્કો.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું તપકીર. જેટલી પણ સેવ બનાવવી હોય એટલા પ્રમાણ માં તપકીર લઈશું. ત્યાર બાદ ચારણી વડે તપકીર ને ચારી લેવો. ત્યાર બાદ તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ નમક અને મરી પાઉડર. જેથી સેવ ખૂબ. જ સ્વાદિષ્ટ બનશે.ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ધીમે પાણી ઉમેરી ચમચા વડે મિક્સ કરી લઈશું. અને સાવ આછું મિશ્રણ તૈયાર કરી લેવું.હવે આપણે એક મોટા. બાઉલ માં પાણી ઉકળવા માટે મૂકી દેવું. પાણી એકદમ ઉકળી જાય અને ઉફાણો આવી જાય ત્યાં સુધી તેને ઉકાળવું.હવે ઉકળતા પાણી માં તપકીર નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈશું. અને તેને ધીમી આંચ ઉપર રેહવાં દેવું.ત્યાર બાદ તેને વેલણ વડે ખૂબ. જ વાલોવવું. જેથી તપકીર નીચે બેસી ન જાય અને બધું જ મિક્સ થઈ જાય.

આવી. જ રીતે તેને વેલણ વડે ચલાવતા રેહવુ જેથી તે એકદમ ઘટ્ટ થઈ જશે અને બધું. જ પાણી સોસાઈ જશે. અને તેને ઠંડુ થવા માટે મૂકી દેવું જેથી તે કડક થઇ જશે.હવે તૈયાર થયેલા મિશ્રણ ને સેવ કરવાના સંચા માં સેવ કરવાની જારી નીચે રાખી અને મિશ્રણ ભરી સંચો પેક કરી દેવો.ત્યાર બાદ સંચા વડે પ્લાસ્ટિક પર કે કોટન નાં કપડાં પર સેવ વેફર ની જેમજ સેવ પાડી લેવી.તેને તડકામાં સૂકવવા દેવી. અને સુકાય ગયા બાદ તેને ડબ્બા માં ભરી. ખવી હોય ત્યારે તડી શકાય છે.તો તૈયાર છે. તળેલી ફરાળી સેવ. જેને કોઈ પણ વ્રત માં પણ ખાઈ શકાય છે તેમજ રોજ નાસ્તા માં પણ ખૂબ. સરસ લાગે છે.

નોંધ:  આ સેવ એક વખત બનાવી આખું વર્ષ ખાઈ શકાય છે.  સેવ બનાવવામાં માં પાણી વધી જાય તો પોચું પડી જશે. તેને સરખું કરવા વધારે પ્રમાણ માં તપકીર ઉમેરી ઘટ્ટ કરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી