અમદાવાદની તન્ઝિમનું સપનું સાકાર, શ્રીનગરના લાલચોકમાં ફરકાવ્યો ત્રિરંગો

શહેરની ન્યૂ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલની સ્ટુડન્ટ તન્ઝિમ મેરાણીએ આ વખતે શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ ફરકાવીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. ગયા વર્ષે 15મી ઓગસ્ટે તન્ઝિમને લાલચોકમાં ધ્વજ ફરકાવવાની તક મળી ન હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે જ તેનું સપનું સાકાર થયું હતું. આ તેનો ત્રીજો પ્રયાસ હતો.

આ વખતે તેની સાથે જયહિંદ મંચના રાષ્ટ્રિય અધ્યક્ષ નવીન જયહિંદ હતા. લાલચોકમાં તેમને રાખડી બાંધીને તન્ઝિમે ધ્વજ ફરકાવ્યો હતો.

રક્ષાબંધને ત્રિરંગો ફરકાવ્યો, જવાનોને રાખડી બાંધી

3 ઓગસ્ટે મિશન સાથે શ્રીનગર જવા માટે નીકળેલી તન્ઝિમને ગુરૂવારે તેની સ્કૂલના 900 વિદ્યાર્થીઓએ વિદાય આપી હતી. 4 ઓગસ્ટે દિલ્હી પહોંચ્યા બાદ આજે 7 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તેણે શ્રીનગરમાં ધ્વજ લહેરાવ્યા હતો. તન્ઝિમે જણાવ્યું હતું કે,‘મારી માટે સૌભાગ્યની વાત છે કે, ભાઈ-બહેનના પર્વ એવા રક્ષાબંધનના દિવસે મે શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવ્યો છે. ધ્વજ ફરકાવવાની સાથે હવે દેશના જવાનોને રાખડી બાંધીશ. સ્કૂલમાંથી 900 વિદ્યાર્થિનીઓએ મને રાખડી આપી છે, તે પણ હું જવાનોને બાંધીશ અને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરીશ.’

નવીન જયહિંદે કહ્યું હતું ધ્વજ લહેરાવીશું નહીં તો ત્રિરંગામાં લપેટાઈને આવીશું

તન્ઝિમની સાથે આ વખતે જય હિંદ મંચના રાષ્ટ્રિય અધ્યક્ષ નવીન જયહિંદ પણ જોડાયા હતા. તેમણે જતી વખતે તેમણે કહ્યું હતું કે,‘ભારત માતાને આજે રક્ષણની જરૂર છે, ત્યારે કામ માટે રક્ષાબંધનથી વિશેષ રૂડું પર્વ ક્યું હોઈ શકે? હું તો અગાઉ બે વખત લાલચોકમાં ધ્વજ ફરકાવી ચૂક્યો છું, પણ આ વખતે તન્ઝિમનું સ્વપ્ન સાકાર કરવું છે. મેં પ્રતિજ્ઞા લીધી છે કે તન્ઝિમ સાથે લાલચોકમાં ધ્વજ લહેરાવીને પરત આવીશ, નહીંતર અમે બંને ત્રિરંગામાં લપેટાઈને આવીશું. આજે આતંકવાદીઓ સામેની લડાઈમાં આપણી માતૃભૂમિ પર વસતા લોકોનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે અન્યાય કેવી રીતે ચલાવી લેવાય? કાશ્મીરમાંથી 370મી કલમ દૂર થાય અને ભારતના બીજા રાજ્યો જેવો દરજ્જો કાશ્મીરને પણ મળે તે માટે પણ અમે રાષ્ટ્રપતિ સહિત અન્ય રાજકિય આગેવાનોને પત્ર લખ્યો છે.

 

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી