ટેંગી સેમોલીના ઇડલી – કાચી કેરીના મેથમ્બો સાથે બનતી ઈડલીની આ ન્યુ વેરાયટી આજે જ નોંધી લો…….

ઇડલી

ઇડલીલીલી….. મને અત્યાર સુધી એમ હતું કે ઈડલી સાઉથ ઇન્ડિયન ડીશ છે. પછી થોડું રિસર્ચ કર્યું અને ખ્યાલ આવ્યો કે, it’s not south indian.. સંશોધનકર્તાઓને મતે ઈડલી ઇન્ડોનેશિયન ડીશ હોઈ શકે. ઘણાનું માનવું છે કે, ઈડલી આરબ વ્યાપારીઓએ શોધેલી.

ઇડલીનું ઓરિજિન ગમે તે હોય.. સદીઓ જૂની ઈડલી રેસ્ટોરન્ટ્સમાં ઇઝીલી અવેલેબલ છે અને લગભગ દરેક ઘરમાં રેગ્યુલરલી બને છે.

તો આ ઇડલીને આજે થોડો ટેંગી ટેસ્ટ આપો. કઈ રીતે?? ઉનાળો છે.. કાચી કેરી ઠેરઠેર મળે છે.. તો… એક્ઝેટલી આપણે શું કરવાનું છે?? પહેલા રો મેંગો જેમ એટલે કે આપણો મેથમ્બો બનાવી લઈએ અને પછી ઈડલી.

સામગ્રી:

મેથમ્બા માટે:

 • 1 કપ – કાચી કેરીના ટુકડા,
 • 3 થી 4 tbsp – દેશી ગોળ,
 • 1 સૂકું લાલ મરચું,
 • 1 tbsp – ધાણા,
 • 1 tbsp – જીરું,
 • મીઠું – જરૂર મુજબ,
 • મરચા પાઉડર – જરૂર મુજબ,
 • હિંગ – 1 tsp,
 • તેલ – વઘાર માટે..

ઈડલી બેટર માટે:

 • 1 કપ – રવો અથવા સૂજી,
 • 1/2 કપ – દહીં,
 • મીઠું – જરૂર મુજબ,
 • 2 tbsp – તેલ,
 • ખાવાનો સોડા – ચપટી.

રીત:

1) એક નોનસ્ટિક પેનમાં મધ્યમ તાપ પર તેલ મૂકો. પછી તેમાં સૂકા લાલ મરચા, જીરું અને ધાણાનો વઘાર કરીને કાચી કેરીના ટુકડા ઉમેરો. ત્યારબાદ મરચું, મીઠું અને હિંગ ઉમેરી મિક્સ કરો.

2) કાચી કેરીમાંથી પાણી છૂટે પછી તેમાં ગોળ ઉમેરી સતત હલાવીને થોડીવાર મિશ્રણને પકાવો અને ઘટ થાય પછી ગેસ ઓફ કરીને મિશ્રણને એક બોલમાં ટ્રાન્સફર કરો અને ઠંડુ થવા દો. મેથમ્બો તૈયાર છે.

3) એક મોટા વાસણમાં રવો લઈને તેમાં દહીં અને મીઠું ઉમેરો. અને વ્યવસ્થિત મિક્સ કરીને બેટરને 10 મિનિટ માટે ઢાંકી દો.

4) હવે બેટરમાં ખાવાનો સોડા ઉમેરીને તેના પર જ તેલ રેડો અને સરખું મિક્સ કરો. આ લેવલ પર જરૂર લાગે તો થોડું દહીં ઉમેરવું.

5) ઈડલી બેટરને હવે ઈડલીના બધા મોલ્ડમાં અડધી ચમચી જેટલું ઉમેરીને વચ્ચે મેથમ્બો સેટ કરીને 

ફરીથી થોડું બેટર ઉમેરીને ઈડલી વેસલમાં મૂકીને.

10 મિનિટ ગેસ પર ઈડલીને થવા દો… Now, our Tangy Semolina Idlis are ready.

ફૂડ ફેક્ટસ:

★ રવા ઈડલી તરત તૈયાર પણ થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.

★ આપણા એસટ્રોનટ્સ કોઈ સ્પેસ મિશન પર જઈ રહ્યા હતા ત્યારે ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબોરેટરીએ ‘space idlis’ બનાવેલી અને સાથે ચટણી પાઉડર અને સાંભર પાઉડર પણ બનાવેલો.

કેવી લાગી ટેંગી સેમોલીના ઈડલી?? જરૂરથી કહેજો. આભાર. 😊

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી