તંદૂરી પનીર પીઝા

સામગ્રી:

2 નાન
2-3 tbsp ટોમેટો કેચઅપ
2-3 tbsp પીઝા સૉસ
1 tsp પીઝા સીઝનીંગ
થોડી સ્લાઇસ રેડ ઓનીઓનની
2-3 tsp કોર્નના દાણા
1 કપ ચીઝ
સોલ્ટ-પેપર સ્વાદ મુજબ
પનીર ટીકા ડ્રાય

સામગ્રી:

૫૦૦ ગ્રામ પનીર
૪ લીલા મરચા
૧૦ કળી લસણ
૧.૫ ઇંચ આદુ
૨ ચમચી લીંબુનો રસ
૨ મીડીયમ ડુંગળી
મીઠું
૨ કપ હંગ કર્ડ
૪ ચમચા કસૂરી મેથી
૨ ચમચા ચાટ મસાલો
૨ ચમચી શેકેલ જીરું પાઉડર
૧-૨ ચમચી તેલ
૧ નાની ચમચી ગરમ મસાલો
ડાઇઝ કરેલ(ચોરસ કાપેલા) ડુંગળી
ડાઇઝ કરેલ લીલા- લાલ- પીળા કેપ્સીકમ
ડાઇઝ કરેલ ટમેટા

રીત:

– સૌ પ્રથમ લીલા મરચા, લસણ, આદુ, લીંબુનો રસ, ડુંગળી, મીઠું અને દહીંને મિક્ષર જારમાં લઇ થોડોક પાણીનો ઉપયોગ કરી જાડી પેસ્ટ બનાવી બાઉલમાં લેવી.
– હવે પેસ્ટ વાળા બાઉલમાં પનીરના ટુકડા, કસૂરી મેથી, ચાટ મસાલો, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલા, અને તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી ૧ કલાક મેરીનેટ કરવું.
પ- છી સ્ક્રુવરમાં પનીરના ટુકડા, ડુંગળી, ટમેટા અને કેપ્સીકમ ને એક પછી એક રાખી બધા સળિયા તૈયાર કરવા.
– પછી પ્રિ હીટેડ ઓવનમાં ૨૦૦ ડીગ્રી ચ ૨૦-૩૦ મિનીટ માટે અથવા ગરમ તવા પર તેલ રેડી સ્ક્રુવર રાખી ૧૦ મિનીટ માટે ફેરવતું જવાનું આવી રીતે ગ્રીલ કરી શકાય.
– તો તૈયાર છે પનીર ટીકા ડ્રાય.
– ઓવનને 425 F પર પ્રિહિટ કરવું.
– બેકિંગ ટ્રે પર પર્ચ્મેન્ટ પેપર ગોઠવવુ.
– પનીર મિક્ષ વાળી સામગ્રી એક બાઉલમા લઈ મિક્ષ કરી રાખવું.
– હવે બેકિંગ ટ્રેમા બે નાન લઈ તેના પર એક એક tbsp કેચઅપ અને પીઝા સૉસ લગાવી લેવો.
– પછી પનીર મિક્ષણના સરખા ભાગ કરી સ્પ્રેડ કરવું.
– મીઠુ અને પેપર ભભરાવીને પીઝા સીઝનિગ ભભરાવા.
– પછી 10-15 મિનિટ માટે ચીઝ પીગળે ત્યાંસુધી બેક કરવુ.
– વધારે ક્રિસ્પ કરવા થોડીક વાર વધારે રાખવું પણ ધ્યાન રહે કે નાન બળે નહી.
– ચીઝ સૉસ રેડી તરત સર્વ કરવું.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ સૌને મારી વાનગી કેવ લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી