તંદુરસ્ત ગર્ભાવસ્થાના 10 મુખ્ય કારણો…લગતા વળગતા મિત્રોમાં અચૂક શેર કરજો…!!

જો તમે નીચે જણાવેલા અમુક સૂચનોનું પાલન કરશો તો તમે મુશ્કેલીઓ વિનાની ગર્ભાવસ્થા અને તંદુરસ્ત બાળકને જન્મ આપવાની સરસ તક છેઃ

1. ગર્ભધારણના શરૂઆતના તબક્કામાં જ તેનું આયોજન કરી લો

બાળકની તંદુરસ્તી માટે તે જરૂરી છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંભાળ રાખો. આગોતરા આયોજનનો અર્થ એ છે કે તમે તમારા ડૉક્ટર અને સુયાણી સાથે સારો સંબંધ કેળવતા તેમને જાણ કરી દો કે તેઓ બાળકના જન્મ માટે તૈયાર રહે.

2. બરાબર ખાવું

તે ખૂબ જ જરૂરી છે કે તમે ગર્ભાવસ્થા દરિમયાન સમતોલ અને તંદુરસ્ત ખાવાનું ખાઓ. ખાસ કરીને જો તમારા પેટમાં અમુક ખોરાક રહેતો ન હોય તો તમારા ડૉક્ટર કે સુયાણીને કહો કે તમને સલાહ આપે કે તમારે શું-શું ખાવું જોઈએ.

3. ખાવાની ચોખ્ખાઈ બાબત પણ તમારે સચેત રહેવું જોઈએ

ગર્ભાવસ્થા દરમિયાન તમે અમુક પ્રકારનું ખાવાનું ટાળો તો એ વધુ હિતાવહ રહેશે, કારણ કે તે લેવાથી તમારા બાળકની તંદુરસ્તી જોખમાઈ શકે છે. દાખલા તરીકેઃ

• અમુક પ્રકારના નરમ ચીઝ
• કાચુ કે ભાઠામાં શેકેલું માંસ
• ધોયા વિનાના શાકભાજી અને સલાડ
• ભાઠામાં રાંધેલા મરઘાં અને કાચા કે નરમ રાંધેલા ઈંડા

તમારા ડૉક્ટરને પૂછો કે તમારે ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું તમારા માટે વધુ હિતાવહ રહેશે.

4 ફોલિક એસિડ (folic acid – વિટામીનની ગોળીઓ) લો અને માછલી ખાઓ

ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડવાળી વિટામીનની ગોળીઓ લેવી જરૂરી છે કારણ કે તેનાથી તમારા બાળકની કરોડરજ્જુ (spina bifida) મજબૂત થાય છે અને અન્ય અક્ષમતાઓથી તે બાળકનું રક્ષણ કરે છે. દરેક સ્ત્રીઓ જે ગર્ભધારણ કરવાનું વિચારી રહી હોય તેમને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ ગર્ભધારણ કર્યા બાદ શરૂઆતના ત્રણ મહિના સુધી દરરોજ 400mcg ની વિટામિનની ગોળીઓ જરૂર લે. ફોલેટ અમુક શાકભાજી અને નાસ્તામાંથી પણ તમે મેળવી શકો છો.

તળેલી માછલી (જેમકે હીરીંગ, મેકેરેલ, સલમોન અને સાર્ડિનેસ) વિકાસ પામતા બાળક માટે સારી રહે છે. પણ આને અઠવાડિયામાં બે દિવસથી વધુ ન ખાવાની સરકાર સલાહ આપે છે. તમે બીજી કોઈ પણ જાતની માછલી તમારી ઈચ્છા મુજબ ગમે તેટલી ખાઈ શકો છો. જો તમને માછલી ન ભાવતી હોય તો તેના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ ખાતરી કરી લો કે તે જે કંપનીનું છે તે ગર્ભાવસ્થામાં સ્ત્રીને માફક આવે તેવું છે.

5. દરરોજ કસરત કરો

કસરત કરવાથી તમે મજબૂત બનો છો. ગર્ભાવસ્તા દરમિયાન તમારૂં વજન વધે છે અને તમારે પ્રસૂતિ વેદના માટે પણ પોતાને તૈયાર કરવાનું હોય છે. બાળકના જન્મ પછી પણ તમારા શરીરને ફરીથી સુડોળ બનાવવામાં કસરત મદદ કરે છે. ગર્ભાવસ્થામાં તમે ખોટા વિચારો કરતાં હો તો કસરત તમારી માનસિકતાને પણ તંદુરસ્ત કરે છે.હળવી કસરતો કરવાની કોશિશ કરો જેમકે ચાલવું, તરવું કે યોગ કરવો.

6. પેડૂ સંબંધી જમીનની કસરત શરૂ કરવી

સગર્ભા સ્ત્રીઓ અથવા જે સ્ત્રીઓને બાળકો હોય તેમને છીંક આવે, હસવું આવે કે કસરત કરે ત્યારે યોનિમાંથી પેશાબ ટપકે તે સામાન્ય બાબત છે. જે તમે પેડૂ સંબંધી જમીનની કસરતો ગર્ભધારણ કર્યા પહેલા અને પછી પણ કરીને રોકી શકો છો. વધુ માહિતી માટે તમારા ડૉક્ટર કે સુયાણીનો સંપર્ક સાધો.

7. ઑલ્કોહૉલ (નશો) લેવાની મર્યાદા

ગમે તે પ્રકારના ઑલ્કોહૉલનું તમે ઝડપથી સેવન કરો તો તે સીધુ તમારા લોહીની નળી વાટે બાળકમાં પહોંચે છે, એટલે તમારે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારનું ઑલ્કોહૉલ પીવાનું ટાળવું જોઈએ. તેમ છતાં જો ડ્રીંક કરવાની બહુ ઈચ્છા થાય તો એક કે યુનિટ જેટલું જ લો અને તે પણ અઠવાડિયામાં એકાદ કે બે વખત. એક યુનિટ ઑલ્કોહૉલ એટલે આશરેઃ

• બીયર, લેગર (બિયરની હળવી જાત) કે સાઈડર (સફરજનના રસનો આસવ)ની અડધી પાઈન્ટ (એક ગેલનના આઠમો ભાગ) જેટલું લો.
• વાઈનનો નાનકડો ગ્લાસ

જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ પ્રમાણમાં (દિવસના 6 યુનિટ) ડ્રીંક કરે છે તેમના બાળકને સાંભળવાની તકલીફ કે બીજી અન્ય ખામીઓ જન્મથી જ હોવાનું જોખમ વધુ રહે છે.

8. કેફિનવાળા દ્રવ્યો ઓછા લેવા

કૉફી, ચા અને કોલા ડ્રિંકમાં કેફીન હોય છે જે તમારા શરીરના લોહતત્વને ચૂસી લેછે એટલે તે ઓછા પ્રમાણમાં લેવા જોઈએ. વધુ પ્રમાણમાં કેફીન લેવાથી બાળકનું વજન ઘટવાના અને કસુવાવડ થવાની શક્યતા રહે છે. એક દિવસના કૉફીના ચાર કપ (કે ચાના 6 કપ અથવા કોલાના 8 લેન)થી બાળકને નુકસાન નથી થતું. તેમ છતાં તેનું પ્રમાણ ઓછું કરવાનું રાખો. કેફિન વિનાની કૉફી, ચા કે ફળના રસ કે મિનરલ પાણીમાં લીંબુનો રસ નાંખીને પીવાનું રાખો.

9. ધૂમ્રપાન બંધ કરો

જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરે છે તેમની કસુવાવડ થવાની અથવા જન્મના સમય પહેલા જ બાળકનો જન્મ થવાનું જોખમ વધુ રહે છે. માટે ગર્ભધારણ કર્યા પહેલા જ તમે ધૂમ્રપાન કરવાનું ઓછું કરી નાંખો અને તમે તેમાં જેટલો ઘટાડો કરશો તેટલું જ બાળક માટે સારૂં રહેશે.

10. થોડોક આરામ કરો

ગર્ભાવસ્થાના શરૂઆતના અને છેલ્લા દિવસોમાં તમે થાકનો અનુભવ કરશો અને તમારૂં શરીર કહેશે “ધીમે કરો”. બપોરના સમયે એક ઝોંકું ખાઈ લેવું તમારા અને બાળકના બંને માટે સારૂં રહેશે. જો તમે સુવા ન માગતા હો તો પણ પગ ઊંચા કરીને રાખો અને 30 મિનિટ કે વધુ સમય સુધી આરામ કરો.

સાભાર : બેબી સેન્ટર યુ.કે.

ટીપ્પણી